Thursday, April 25, 2024
More
  હોમપેજદેશ‘DeepFake ચિંતાનો વિષય, સમાજમાં અશાંતિ પેદા કરી શકે’: PM મોદીએ AI ટૂલ...

  ‘DeepFake ચિંતાનો વિષય, સમાજમાં અશાંતિ પેદા કરી શકે’: PM મોદીએ AI ટૂલ વિશે ચિંતા વ્યક્ત કરી, કહ્યું- લોકોને શિક્ષિત કરવાની જરૂર

  આ મામલે વડાપ્રધાને હતું જણાવ્યું કે, "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જેવા વૈવિધ્યતાપૂર્ણ સમાજ પર વિપરીત પ્રભાવ પડી શકે છે." આ ઉપરાંત તેમણે તેવું પણ જણાવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારના વિડીયો બને ત્યારે તેમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જોઈએ કે આ સામગ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે Deepfakeથી બનાવવામાં આવી છે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Deepfake પર ચિંતા જાહેર કરી છે. દિલ્હી ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના દિવાળી મિલન કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે AI અને ખાસ કરીને ડીપફેક જેવી ટેકનોલોજી ખરેખર ચિંતાનો વિષય છે. તેમણે તેને મોટાં જોખમો પૈકીનું એક જોખમ ગણાવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને પોતાના જ એક વાયરલ વિડીયો વિશે વાત કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

  પીએમ મોદીએ DeepFake પર વાત કરતાં કહ્યું હતું કે, ‘Deepfake ભારત સામે સહુથી મોટા જોખમ પૈકીનું એક છે. જેના કારણે અરાજકતા પણ ઉભી થઇ શકે છે.” તેમણે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને Deepfakeને લઈને લોકોમાં જાગૃતિ લાવવા અને તેના વિશે શિક્ષિત કરવાની વાત કરી હતી. આ દરમિયાન તેમણે તેમના એક Deepfake વિડીયો વિશે પણ વાત કરી હતી.

  તેમણે જણાવ્યું કે, “Deepfakeના કારણે એક મોટું સંકટ આવી શકે છે. તેના દ્વારા કશું પણ બનાવી શકાય છે. મેં પણ એક વિડીયો જોયો હતો જેમાં હું ગરબા રમી રહ્યો છું, અને હું પોતે વિચારમાં પડી ગયો કે કેવો ગજબ વિડીયો બનાવ્યો છે. જોકે હું સ્કુલ બાદ ક્યારેય ગરબા નથી રમ્યો, શાળાના સમયમાં હું સારા ગરબા રમતો હતો, ત્યારબાદ ક્યારેય મોકો મળ્યો જ નથી. પરંતુ જાણે આજે જ બનાવ્યો હોય તેવો વિડીયો છે. હું અન્યોનાં ઉદાહરણ નથી આપવા માંગતો પણ આ એક ચિંતાનો વિષય છે.”

  - Advertisement -

  આ મામલે વડાપ્રધાને આગળ જણાવ્યું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જેવા વૈવિધ્યતાપૂર્ણ સમાજમાં વિપરીત પ્રભાવ પાડી શકે છે.” આ ઉપરાંત તેમણે તેવું પણ જણાવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારના વિડીયો બને ત્યારે તેમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જોઈએ કે આ સામગ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે Deepfakeથી બનાવવામાં આવી છે.

  તાજેતરમાં જ અનેક સેલીબ્રીટીઓના Deepfake વિડીયો સામે આવ્યા હતા

  ડીપફેક એક ટેક્નોલોજી છે, જેની મદદથી એક બ્રિટિશ મોડેલ ઝારા પટેલના અંતરંગ વિડિયો પર ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. આ વિડિયો પછીથી ઘણો વાયરલ થયો હતો અને રશ્મિકા મંદાનાએ પોતે સામે આવીને આ વિશેનું સત્ય જણાવ્યું હતું.

  ત્યારબાદ ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરનો એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટામાં સારા અને ક્રિકેટર શુભમન ગિલને એક સાથે દર્શાવવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં આ ફોટામાં સારા પોતાના ભાઈ અર્જુન તેંદુલકર સાથે હતી અને Deepfakeની મદદથી આ ફોટોમાં અર્જુનની જગ્યાએ શુભમન ગિલનો ચહેરો સેટ કરી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, બોલીવુડ અભિનેત્રી કાજોલનો પણ Deepfake દ્વારા બનાવવામાં આવેલો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  આ Deepfake અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે ઑપઇન્ડિયાએ વિગતવાર માહિતી આપતો એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં