Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPM મોદી અને ગૂગલના CEO વચ્ચે થઈ ખાસ ચર્ચા: દિલ્હીમાં AI સમિટ...

    PM મોદી અને ગૂગલના CEO વચ્ચે થઈ ખાસ ચર્ચા: દિલ્હીમાં AI સમિટ માટે આપ્યું આમંત્રણ, પિચાઈએ ડિઝિટલ ઇન્ડિયા વિઝનની કરી પ્રશંસા

    ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું કે, "અમને ગિફ્ટ સિટી, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવા વિશે જણાવતા ખૂબ આંનદ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું વિઝન હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે. મને લાગે છે કે આ એક બ્લુપ્રિન્ટ છે જેને અન્ય દેશો અનુસરશે."

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે એક ખાસ ચર્ચા કરી છે. PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગની મદદથી સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. તેમણે ટેકનોલોજી ક્ષેત્રની મહત્વપૂર્ણ કંપની ગૂગલની ભારતમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિસ્તારને લઈને પણ ચર્ચાઓ કરી હતી.

    આ સિવાય તેમણે ગૂગલ CEO સુંદર પિચાઈને દિલ્હી AI સમિટ માટે આમંત્રણ પણ આપ્યું છે. એ ઉપરાંત PM મોદીએ ભારતમાં ક્રોમબુકના નિર્માણ માટે હેવલેટ પેકર્ડ (HP) સાથેની ગૂગલની ભાગીદારીની પ્રશંસા પણ કરી હતી.

    દિલ્હી AI સમિટ માટે પાઠવ્યું આમંત્રણ

    સોમવાર (16 ઓકટોબર, 2023)ના રોજ PM મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે ડિઝિટલ માધ્યમથી ચર્ચા કરી હતી. આ દરમિયાન PM મોદીએ સુંદર પિચાઈને નવી દિલ્હી ખાતે ડિસેમ્બર, 2023માં ભારત દ્વારા આયોજિત થનાર AI શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. તે સિવાય AI સમિટ વિશે ઘણી મહત્વપૂર્ણ ચર્ચા પણ કરવામાં આવી હતી. PM મોદીએ ગૂગલને યોજાનાર AI સમિટમાં ગ્લોબલ પાર્ટનરશિપમાં યોગદાન આપવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

    - Advertisement -

    PMએ કરી ગૂગલની પ્રશંસા

    પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ જણાવ્યું હતું કે PM મોદીએ ભારતમાં ક્રોમબુક્સની મેન્યુફેક્ચરિંગ માટે ‘HP’ સાથેની ગૂગલની ભાગીદારીની પ્રશંસા કરી હતી. PMOએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ગૂગલની 100 ભાષાની પહેલની પ્રશંસા કરી અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા સોલ્યુશન્સને ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ગૂગલ કંપનીને ગુડ ગવર્નેન્સ માટે AI સોલ્યુશન પર કામ કરવા માટે પ્રેરણા આપી હતી.

    સુંદર પિચાઈએ PM મોદીના ડિઝિટલ ઇન્ડિયા વિઝનની પ્રશંસા કરી

    PM મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT CITY)માં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની ગૂગલની યોજનાને આવકારી હતી. સુંદર પિચાઈએ PM મોદીને ‘ગૂગલ પે’ (Google Pay) અને UPIની પહોંચ વધારીને ભારતમાં ફાઈનાન્શિયલ ઇંકલુજનને સુધારવાની ગૂગલની યોજનાઓ વિશે માહિતી પણ આપી.

    ગૂગલના CEO સુંદર પિચાઈએ જણાવ્યું કે, “અમને ગિફ્ટ સિટી, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવા વિશે જણાવતા ખૂબ આંનદ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું વિઝન હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે. મને લાગે છે કે આ એક બ્લુપ્રિન્ટ છે જેને અન્ય દેશો અનુસરશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં