Friday, May 3, 2024
More
    હોમપેજદેશ'આજે લોટ માટે વલખા મારતા દેશ ત્યારે કરતા હતા ભારત પર હુમલો':...

    ‘આજે લોટ માટે વલખા મારતા દેશ ત્યારે કરતા હતા ભારત પર હુમલો’: બિહારમાં જનસભાને સંબોધતા PM મોદીએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ-RJDના રાજમાં ભારત હતું દુર્બળ

    બિહારના જમુઈમાં વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને RJDને અવળા હાથે લીધા. પીએમએ જનતાને યાદ અપાવ્યું કે કેવી રીતે કોંગ્રેસ અને RJDના સાશનમાં ભારતને દુર્બળ અને ગરીબ દેશ માનવામાં આવતો હતો.

    - Advertisement -

    આગામી લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2024ના રોજ બિહારમાં ચૂંટણી પ્રચાર પર છે. દરમિયાન બિહારના જમુઈમાં વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને RJDને અવળા હાથે લીધા. પીએમએ જનતાને યાદ અપાવ્યું કે કેવી રીતે કોંગ્રેસ અને RJDના સાશનમાં ભારતને દુર્બળ અને ગરીબ દેશ માનવામાં આવતો હતો, આજે ભાજપ અને NDAના કાર્યકાળમાં વિકસિત ભારત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ સહ્યું છે.

    બિહારમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ અને RJD જેવી પાર્ટીઓ છે, જેમણે તેમની સરકારના સમયે આખા વિશ્વમાં દેશનું નામ ખરાબ કર્યું. બીજી તરફ BJP અને NDA છે, જેનું એક જ લક્ષ્ય છે- વિકસિત ભારતનું નિર્માણ, ખુશહાલ બિહારનું નિર્માણ. તમે જ યાદ કરો, દસ વર્ષ પહેલા વિશ્વમાં ભારતને ;લઈને શું વિચારો હતા. કોંગ્રેસના રાજમાં ભારતને કમજોર અને ગરીબ દેશ માનવામાં આવતો હતો.”

    આજે જમણે લોટના વલખા, તેઓ ભારત પર હુમલો કરતા, આજે ભારત ઘરમાં ઘૂસીને મારે છે

    વડાપ્રધાને પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું કે, “કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશ જેઓ આજે લોટ માટે વલખા મારી રહ્યા છે, તે એક સમયે ભારત પર આતંકવાદી હુમલો કરીને જતા રહેતા હતા. તે સમયની કોંગ્રેસ સરકાર બીજા દેશો પાસે ફરિયાદ લઈને જતી હતી. મોદીએ કહ્યું..આમ નહીં ચાલે..ભારત એ જ મહાન પાટલીપુત્ર અને મગધવાળું ભારત છે. ભારત એ જ ચન્દ્રગુપ્ત મૌર્યવાળુ ભારત છે. આજનું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. આજનું ભારત દુનિયાને દિશા દેખાડે છે અને દુનિયા જોઈ રહી છે કે માત્ર 10 વર્ષોમાં ભારતની શાખ અને ભારતની હેસિયત કેવી રીતે વધી છે. ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે. ચન્દ્રમાના જે ખૂણે કોઈ નતું પહોંચ્યું, ત્યાં આજે ભારતનો તિરંગો છે. ભારત જયારે G-20 મિટિંગ કરે ત્યારે અખા વિશ્વમાં તેની ચર્ચા થાય છે. આ કોણને કર્યું? (લોકો મોદી-મોદીના નામના નારા લગાવે છે) નાં..આ તમે કર્યું છે, આપના એક વોટે કર્યું છે. અને માટે આ સફળતાના હકદાર આપ છો.”

    - Advertisement -

    માણસ માત્ર નહીં, ભાજપ અબોલ પશુની પણ સેવા કરી રહ્યું છે- પીએમ મોદી

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી માત્ર માણસોની જ સેવા નથી કરી રહી. મનુષ્યોની સાથે-સાથે અમે પશુધનની રક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બિહારમાં જ લગભગ 2 કરોડ અબોલ પશુઓને અનેક બીમારીઓથી બચાવવા માટે મફત રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે.

    પીએમ મોદીએ રામવિલાસ પાસવાનને યાદ કર્યા

    બિહારના જમુઈમાં વડાપ્રધાન મોદીએ સ્વર્ગીય રામવિલાસ પાસવાનને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, “રામવિલાસ પાસવાન જી આપણા વચ્ચે નથી. મને સંતોષ છે કે રામવિલાસ પાસવાનના વિચારોને મારા નાના ભાઈ ચિરાગ પાસવાન ખૂબ ગંભીરતાથી આગળ વધારી રહ્યા છે. 19 એપ્રિલે આપ NDAને જે સમર્થન આપશો, આપ ભાઈ અરુણભારતીજીને જે એક-એક વોટ આપશો તે રામવિલાસજીના સંકલ્પોને મજબુતી આપશે. બિહારની ધરતી અખા દેશને દિશા દેખાડવાવાળી રહી છે. બિહારની આ ધરતીએ સ્વતંત્રતાની લડાઈમાં અને સ્વતંત્ર ભારતના પાયાને મજબૂત કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. પણ દુર્ભાગ્યથી બિહારના આ સામર્થ્ય સાથે સ્વતંત્રતા બાદ પાંચ-છ પેઢીઓ સાથે અહીં ન્યાય નથી થઇ શક્યો.”

    કોંગ્રેસ-RJDએ રામ મંદિર અને બિહારી ગૌરવનું અપમાન કર્યું- પીએમ મોદી

    બિહારના જમુઈમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, “ભાજપ સરકારમાં રામ મંદિરનું 500 વર્ષ જૂનું સપનું પૂર્ણ થયું છે. આ જ RJD-કોંગ્રેસે રામ મંદિર ન બને તે માટે પૂરી તાકત લગાવી દીધી હતી. આજે પણ આ લોકો રામ મંદિરનો ઉપહાસ કરે છે, અપમાન કરે છે. કોંગ્રેસ હોય કે RJD, તેમણે દરેક મોકા પર બિહાર અને બિહારી ગૌરવનું અપમાન કર્યું છે. આ જ કોંગ્રેસ અને RJDએ કર્પૂરી ઠાકુરનું અપમાન કર્યું. અમારી સરકારે બિહારના ગૌરવ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો, ત્યારે પણ આ લોકોએ તેનો વિરોધ કર્યો. આ લોકોએ જ રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિરોધ કર્યો. કોંગ્રેસ અને RJDએ આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી હરાવવા આખી તાકાત લગાડી દિધી. 19 તારીખે તમારે તમારા વોટની શક્તિ બતાવીને આ લોકોને હરાવવાના છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં