Friday, April 19, 2024
More
  હોમપેજદેશ'સ્કેચ પહોંચી ગયો છે, સ્નેહપૂર્ણ અભિવ્યક્તિ માટે આભાર': PM મોદીએ નિભાવ્યું વચન,...

  ‘સ્કેચ પહોંચી ગયો છે, સ્નેહપૂર્ણ અભિવ્યક્તિ માટે આભાર’: PM મોદીએ નિભાવ્યું વચન, છત્તીસગઢની સભામાં સ્કેચ બનાવી લાવનાર બાળકીને પત્ર લખીને આપ્યા આશીર્વાદ

  આ પત્રમાં વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે, "પ્રિય આકાંક્ષા, શુભાશિષ અને આશિર્વાદ,/ કાંકેર કાર્યક્રમમાં આપ જે સ્કેચ બનાવીને લાવ્યા તે મારા સુધી પહોંચી ગયો છે. આ સ્નેહપૂર્ણ અભિવ્યક્તિ માટે ખૂબ ખૂબ ધ્યન્ય્વાદ. ભારતની દીકરીઓ જ આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે."

  - Advertisement -

  વિધાનસભા ચૂંટણીઓને લઈને ગત 2 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢ પ્રવાસે હતા. તેવામાં તેમની નજર એક બાળકી પર પડી જે ઘણા લાંબા સમયથી તેમનો સ્કેચ હાથમાં લઈને ઉભી હતી. વડાપ્રધાને મંચ પરથી બાળકીને ‘દીકરી’ કહીને સંબોધી હતી અને તેમની આ વાતનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હવે તે સમયે વડાપ્રધાન મોદીએ બાળકીને આપેલું વચન નિભાવ્યું છે અને તેને પત્ર લખીને આશીર્વાદ આપીને પ્રોત્સાહિત કરી છે.

  પીએમ મોદીએ છત્તીસગઢની બાળકીને લખેલો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે, “પ્રિય આકાંક્ષા, શુભાશિષ અને આશિર્વાદ, કાંકેર કાર્યક્રમમાં આપ જે સ્કેચ બનાવીને લાવ્યાં તે મારા સુધી પહોંચી ગયો છે. આ સ્નેહપૂર્ણ અભિવ્યક્તિ માટે ખૂબ ખૂબ ધ્યન્ય્વાદ. ભારતની દીકરીઓ જ આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. આપ તમામથી મળતો પ્રેમ જ રાષ્ટ્ર સેવામાં મારી તાકાત છે. અમારી દીકરીઓ માટે એક સ્વાસ્થ્ય સુરક્ષિત અને સુવિધાઓયુક્ત રાષ્ટ્રનું નિર્માણ જ અમારું લક્ષ્ય છે.”

  આ પત્રમાં વડાપ્રધાન મોદી આગળ જણાવે છે કે, “છત્તીસગઢના લોકોથી મને હંમેશા ખૂબ જ પ્રેમ મળ્યો છે. દેશના વિકાસ પથ પર પણ પ્રદેશના લોકોએ ઉત્સાહથી સહયોગ આપ્યો છે. આગામી 25 વર્ષ આપના જેવા યુવા સાથીઓ દેશ માટે મહત્વપૂર્ણ રહેવાનાં છે. આ વર્ષોમાં આપણી યુવા પેઢી, એમાં વિશેષરૂપે આપ જેવી દીકરીઓ, પોતાનાં સપનાં પૂર્ણ કરીને દેશના ભવિષ્યને નવી દિશા પ્રદાન કરશે.” સાથે જ વડાપ્રધાને આશીર્વાદ આપતાં તેમ પણ લખ્યું કે, “આપ ખૂબ ભણો, આગળ વધો અને પોતાની સફળતાઓથી પરિવાર, સમાજ અને દેશનું નામ ઉજ્જવળ કરો. હું આપના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.”

  - Advertisement -

  જનમેદની વચ્ચે સ્કેચ લઈને ઉભી હતી બાળકી

  નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છતીસગઢના કાંકેર ખાતે ચૂંટણીને લઈને જાહેર જનતાને સંબોધિત કરી રહ્યા હતા. આ સભામાં હાજર એક બાળકી ઘણા લાંબા સમથી પોતે બનાવેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્કેચ ઊંચો કરીને ઉભી હતી. આ બાળકી પર ધ્યાન જતાં જ મોદીએ પોતાનું ભાષણ ત્યાં જ અટકાવી દીધું અને તેને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ મંચ પરથી બાળકીને કહ્યું કે, “દીકરી, મેં તારો સ્કેચ જોયો, તું ખૂબ સરસ કામ કરીને આવી છો, હું તને આશીર્વાદ આપું છું. પણ દીકરી, તું ક્યારની ઉભી છે, થાકી જઈશ, નીચે બેસી જા.”

  વડાપ્રધાન મોદીની આ વાત સાંભળીને હાજર સહુ કોઈ આનંદમાં આવી ગયા હતા. એટલામાં જ વડાપ્રધાને સભાસ્થળ પર હાજર પોલીસકર્મીઓને કહ્યું કે, “એ દીકરી ચિત્ર આપવા માંગે છે, તે લઈને મારા સુધી પહોંચાડી દેજો.” સાથે જ વડાપ્રધાને સ્કેચ બનાવવા બદલ આભાર માનતા કહ્યું હતું કે, “થેન્ક યુ બેટા, તું તેના પર તારું સરનામું લખી આપજે, હું ચોક્કસ તને પત્ર લખીશ.”

  આ સાંભળી સભામાં હાજર લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં જયઘોષ પણ કર્યા. બીજી તરફ પોતાના ગમતા નેતા તરફથી મળેલા પ્રતિસાદને જોઈ ચિત્ર બનાવી લાવનાર બાળકી પણ રાજી થઇ હતી. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેણે રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેનું નામ આકાંક્ષા ઠાકુર છે અને તે 5મા ધોરણમાં ભણે છે. તેણે જણાવ્યું કે, “ઘણા દિવસોથી લોકો વાત કરી રહ્યા હતા કે મોદીજી અહીં આવી રહ્યા છે. તો મેં પણ વિચાર્યું કે હું મોદીજીને મળીને જ રહીશ, મેં કાલે રાત્રે એમના માટે સ્કેચ બનાવ્યો હતો.” સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે તે વડાપ્રધાનના પત્રની રાહ જોશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં