Thursday, May 2, 2024
More
    હોમપેજદેશદેશને મળી વધુ 10 વંદે ભારત એક્સપ્રેસ, કુલ આંકડો પહોંચ્યો 50 પર:...

    દેશને મળી વધુ 10 વંદે ભારત એક્સપ્રેસ, કુલ આંકડો પહોંચ્યો 50 પર: PM મોદીએ ગુજરાતથી બતાવી લીલી ઝંડી, અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી ટ્રેન પણ શરૂ

    PM મોદીએ એકસાથે 10 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી દીધી છે. આ 10 નવી ટ્રેનો સાથે દેશભરમાં દોડતી વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા 50 પર પહોંચી ગઈ છે. તાજેતરમાં 40 ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે.

    - Advertisement -

    PM મોદીએ મંગળવારે (12 માર્ચ) વધુ 10 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. હાલ દેશમાં 41 વંદે ભારત ટ્રેનો સંચાલિત થઈ રહી હતી. જ્યારે હવે આ ટ્રેનોની સંખ્યા 51 થઈ ગઈ છે. સાથે આ ટ્રેનો 45 દેશવ્યાપી રુટને આવરી લેશે. તેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે પણ એક વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જેથી વેપાર માટે અમદાવાદથી મુંબઈ નિયમિત સફર કરતા અનેક લોકોને તેનો લાભ મળી શકશે. આ ઉપરાંત તાજેતરમાં ચાલી રહેલી ચાર વંદે ભારત ટ્રેનોના રૂટને પણ લંબાવવામાં આવ્યા છે.

    દેશને નવી મળેલી 10 વંદે ભારત ટ્રેનો અલગ-અલગ રુટ પર સંચાલિત કરવામાં આવશે. જેમાં અમદાવાદ-મુંબઈ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ચેન્નાઈ, પટના-લખનૌ, ન્યુ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનૌ-દેહરાદુન, કલાબુર્ગી-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગ્લોર, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન)નો સમાવેશ થાય છે. આ તમામ વંદે ભારત ટ્રેનોને PM મોદીએ લીલી ઝંડી બતાવી દીધી છે. આ 10 નવી ટ્રેનો સાથે દેશભરમાં દોડતી વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા 50 પર પહોંચી જશે.

    4 વંદે ભારત ટ્રેનોના રુટ લંબાવાયા

    આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મંગળવારે (12 માર્ચ) ચાર વંદે ભારત ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી બતાવી દીધી છે. જેમાં અમદાવાદ-જામનગર વંદે ભારત દ્વારકા-ઓખા સુધી લંબાવવામાં આવશે. ઉપરાંત, અજમેર- દિલ્હી સરાય રોહિલ્લા વંદે ભારતનું ચંડીગઢ સુધી વિસ્તરણ કરવામાં આવશે. ગોરખપુર-લખનૌ વંદે ભારતના રુટને પ્રયાગરાજ સુધી લંબાવામાં આવશે. ત્યારબાદ તિરુવંતપુરમ-કાસરગોડ વંદે ભારતને મેંગ્લોર સુધી વિસ્તારિત કરવામાં આવશે.

    - Advertisement -

    દિલ્હીથી સૌથી વધુ ટ્રેનો સંચાલિત થાય છે

    દિલ્હીથી ચાલનારી વંદે ભારત ટ્રેની સંખ્યા સૌથી વધુ છે. આ ટ્રેનો દિલ્હીની સાથે દેહરાદુન, અંબ અંદૌરા, ભોપાલ, અયોધ્યા, અમૃતસર અને હવે ખજુરાહો જેવા રૂટ્સને જોડે છે. મુંબઈથી ચાલનારી વંદે ભારત ટ્રેનોની સંખ્યા 6ની આસપાસ છે. તે સિવાય ચેન્નાઈમાં 5 અને મૈસૂરમાં 2 વંદે ભારત ટ્રેનોનું સંચાલન થશે.

    નોંધનીય છે કે, ડિસેમ્બર 2023માં 6 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જેમાં કટરા-નવી દિલ્હી, અમૃતસર-દિલ્હી, કોઈમ્બતુર-બેંગ્લોર, મેંગ્લોર-મડગાંવ, જાલના-મુંબઈ અને અયોધ્યા-દિલ્હી જેવા ઘણા માર્ગો એકસાથે જોડાયેલા હતા. આ સિવાય દિલ્હીથી વારાણસી માટે બીજી ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જ્યારે હવે એક સાથે 10 અન્ય નવી ટ્રેનો સંચાલિત થવા જઈ રહી છે. જેના કારણે રેલવેમાં મુસાફરી કરતાં દેશના કરોડો લોકોને તેનો લાભ પણ મળશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં