Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણPM મોદીએ સાધુસંતો સાથે વારાણસીથી નોંધાવી ઉમેદવારી: રામ મંદિરનું મુહૂર્ત જોનારા ગણેશ...

    PM મોદીએ સાધુસંતો સાથે વારાણસીથી નોંધાવી ઉમેદવારી: રામ મંદિરનું મુહૂર્ત જોનારા ગણેશ શાસ્ત્રી બન્યા પ્રસ્તાવક, NDAના દિગ્ગજ નેતાઓ પણ હાજર

    PM મોદીએ ગંગા સપ્તમીના દિવસે નોમિનેશન ભર્યું છે અને આ દિવસે રાજ પુષ્ય નક્ષત્રનો પણ સંયોગ છે. તે પહેલા તેમણે બાબા કાલભૈરવની પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા પણ કરી હતી. તેઓ ક્રુઝમાં બેસીને નમો ઘાટ પહોંચ્યા હતા.

    - Advertisement -

    PM મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી સતત ત્રીજીવાર ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે NDA શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે, વડાપ્રધાન મોદી આ વખતે હિંદુ સાધુસંતો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પ્રસ્તાવક તરીકે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત જોનારા જ્યોતિષાચાર્ય ગણેશ શાસ્ત્રી પણ ઉપસ્થિત હતા. તે સિવાય RSSના એક કાર્યકર્તા અને અન્ય 2 વ્યક્તિઓ પણ વડાપ્રધાનના પ્રસ્તાવક તરીકે હાજર રહ્યા હતા.

    મંગળવારે (14 મે, 2024) PM મોદીએ વારાણસીથી લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. વારાણસી જિલ્લા ચૂંટણી અધિકારી અને DM એસ રાજલિંગમ સમક્ષ તેમણે નામાંકન દાખલ કર્યું હતું. કલેકટર કચેરીમાં નામાંકન ભર્યા બાદ તેઓ સીધા કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન સંતો-મહંતો સાથે જોવા મળ્યા હતા. દરમિયાન NDAના દિગ્ગજ નેતાઓ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આખા રાજ્યની કેબિનેટ પણ આ પ્રસંગે હાજર રહી હતી.

    PM મોદીએ ગંગા સપ્તમીના દિવસે નોમિનેશન ભર્યું છે અને આ દિવસે રાજ પુષ્ય નક્ષત્રનો પણ સંયોગ છે. તે પહેલા તેમણે બાબા કાલભૈરવની પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા પણ કરી હતી. તેઓ ક્રુઝમાં બેસીને નમો ઘાટ પહોંચ્યા હતા. ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી સામે એકઠા થયા હતા. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ તેમની સાથે રહ્યા હતા. એક દિવસ પહેલાં જ વડાપ્રધાને વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવકોમાં ગણેશ્વર શાસ્ત્રી, વૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકરના નામ નક્કી કરવામાં આવ્યા હતા. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડિયન બ્રાહ્મણ છે અને તેમણે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ નક્કી કર્યું હતું. આ સાથે તેઓ તે સમારોહમાં મુખ્ય પૂજારી પણ હતા. સેવાપુરી હરસોસ ગામના રહેવાસી અને જનસંઘ સમયના કાર્યકરો વૈજનાથ પટેલ અને લાલચંદ કુશવાહા ઓબીસી સમુદાયમાંથી આવે છે, જ્યારે સંજય સોનકર દલિત સમુદાયમાંથી આવે છે. અહીં PM મોદીએ તમામ સમુદાયોને સાથે લઈને ચાલવાની નીતિને અપનાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં