Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ચંદ્રયાન-3' લેન્ડિંગ માટે તૈયાર, દેશ પણ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા તૈયાર:...

    ‘ચંદ્રયાન-3’ લેન્ડિંગ માટે તૈયાર, દેશ પણ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા તૈયાર: PM મોદી આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે, CM ભુપેન્દ્ર પટેલ પણ ઈસરોમાં રહેશે હાજર

    વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી ઈસરો સાથે વર્ચ્યુઅલી જોડાશે. જાણવા મળી રહ્યું છે કે ચંદ્રયાન-3 લેન્ડ થયા બાદ PM મોદી દેશને સંબોધિત કરશે. સાંજે 5.30 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ISRO ખાતે ઉપસ્થિત રહીને જીવંત પ્રસારણ નિહાળશે.

    - Advertisement -

    આજનો દિવસ ભારત અને ભારતવાસીઓ માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. ભારતનું ચંદ્રયાન-3 મિશન પૂર્ણતા તરફ ડગ માંડી રહ્યું છે.વિશ્વ સમક્ષ આજે ભારત એક નવો અને બુલંદ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. બધા ભારતીયો ચંદ્રયાન-3 મિશનને સફળ થતું જોવાની ઉત્સુકતા સેવી રહ્યા છે. ઘણી જગ્યાએ તો હમણાંથી જીવંત પ્રસારણ જોવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. PM નરેન્દ્ર મોદી આફ્રિકાથી ચંદ્રયાન-3 લેન્ડિંગનું જીવંત પ્રસારણ જોવા માટે વર્ચ્યુઅલી જોડાશે. તો ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ ISRO ખાતે હજાર રહી ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળશે. સાથે જ AMC દ્વારા અમદાવાદમાં અનેક જગ્યાએ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 (chandrayaan 3) આજે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પૂરો કરીને નવો ઇતિહાસ રચશે. આ ગૌરવપૂર્ણ ક્ષણને માણવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અનેક જગ્યાએ લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5:20 વાગ્યાથી ઈસરોની વેબસાઇટ, તેની યુટ્યુબ ચેનલ, ફેસબુક અને પબ્લિક બ્રૉડકાસ્ટ ડીડી નેશનલ ટીવી પર લેન્ડિંગનું જીવંત પ્રસારણ પ્રસ્તુત થશે.

    ISROનું આ મિશન સફળ રહ્યું તો ચંદ્રના સાઉથ પોલ (દક્ષિણી ધ્રુવ) પર ઉતરનારો દુનિયાનો પહેલો દેશ બનશે ભારત. ISROએ X (ભૂતકાળમાં ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “મિશન નિશ્ચિત સમય પર છે. કોઈપણ સમસ્યા વગર આગળ વધી રહ્યું છે. સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. MOX/ISTRAC પર લેન્ડિંગ ઓપરેશનનું જીવંત પ્રસારણ 23 ઓગસ્ટે સાંજે 05.20 કલાકે શરૂ થશે.”

    - Advertisement -

    વર્ચ્યુઅલી જોડાશે PM નરેન્દ્ર મોદી, CM ભૂપેન્દ્ર પણ ISRO ખાતે રહેશે ઉપસ્થિત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન આયોજિત 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા ગયા છે. દેશનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રની ધરતી પર ડગ માંડવા જઈ રહ્યું છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણને PM મોદી પણ નિહાળવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી ઈસરો સાથે વર્ચ્યુઅલી જોડાશે. જાણવા મળી રહ્યું છે કે ચંદ્રયાન-3 લેન્ડ થયા બાદ PM મોદી દેશને સંબોધિત કરશે.

    તેમજ મહત્વપૂર્ણ અને ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ISRO ખાતે હજાર રહેશે. સાંજે 5.30 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ISRO ખાતે ઉપસ્થિત રહીને જીવંત પ્રસારણ નિહાળશે. આ જીવંત પ્રસારણ માટે AMC દ્વારા પણ અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે.

    અમદાવાદમાં અનેક જગ્યાએ યોજાશે કાર્યક્રમ

    ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈને આજે અમદાવાદમાં વિવિધ સ્થળે કાર્યક્રમ યોજાશે. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ વિશેષ તૈયારી કરવામાં આવી છે.

    સ્માર્ટ સિટી વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં 126 એલ.ઈ.ડી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. આ એલ.ઈ.ડી સ્ક્રીન પરથી અમદાવાદીઓ ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગનું જીવંત પ્રસારણ જોઈ શકશે. વૈશ્વિક ગૌરવરૂપ ઘટનાને લઈને ઘરે ઉપસ્થિત ના હોય એવા શહેરીજનો પણ જીવંત પ્રસારણ જોઈ અને સફળતાના સાક્ષી બની શકશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં