Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયાકંગાળ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારતના ટાટા જૂથની માર્કેટ કેપ કરતા પણ ઓછી: ભીખ...

    કંગાળ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારતના ટાટા જૂથની માર્કેટ કેપ કરતા પણ ઓછી: ભીખ માંગીને કાઢી રહ્યું છે દિવસો અને સપના ભારતને ટક્કર આપવાના

    ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મુજબ પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાનું કદ 340 બિલિયન ડોલર (₹28 લાખ કરોડ) છે. જ્યારે ટાટા ગ્રૂપનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન હવે 360 બિલિયન ડોલર (આશરે ₹30 લાખ કરોડ) છે.

    - Advertisement -

    કંગાળ સ્થિતિ અને અસ્થિર રાજનીતિના પગલે પાકિસ્તાનની એવી હાલત થઇ ગઈ છે કે તે ભીખ માંગવા મજબુર થઇ ગયું છે. આવા સમયે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારતના દસમા ભાગની પણ નથી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતિ એટલી નબળી છે કે ભારતનું ઔદ્યોગિક જૂથ ટાટા તેની કરતાં વધુ માર્કેટ કેપ ધરાવે છે.

    ટાટા ગ્રૂપનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન હવે 360 બિલિયન ડોલર (આશરે ₹30 લાખ કરોડ) છે. ટાટા ગ્રૂપની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) $170 બિલિયન ડોલર (આશરે ₹14 લાખ કરોડ)નું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે. જયારે ટાટા ગ્રૂપની 29 કંપનીઓને સ્ટોક એક્સચેન્જમાં સૂચિત કરવામાં આવી છે.

    જો આપણે પાકિસ્તાન પર નજર કરીએ તો, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મુજબ તેની સમગ્ર અર્થવ્યવસ્થાનું કદ 340 બિલિયન ડોલર (₹28 લાખ કરોડ) છે. તેનો અર્થ એ છે કે પાકિસ્તાનની કુલ અર્થવ્યવસ્થા અને ટાટા ગ્રૂપની માર્કેટ મૂડી વચ્ચે ₹2 લાખ કરોડનો તફાવત છે.

    - Advertisement -

    ભારતની સમગ્ર અર્થવ્યવસ્થાની સરખામણીમાં પાકિસ્તાન ક્યાંય ઊભું રહેતું નથી. પાકિસ્તાનની વસ્તી ભારત કરતા પાંચ ગણી ઓછી છે, પરંતુ જો અર્થવ્યવસ્થાની તુલના કરવામાં આવે તો તે ભારત કરતા 10 ગણી ઓછી છે. IMF મુજબ, ભારતનું અર્થતંત્ર $4.11 ટ્રિલિયન (અંદાજે ₹34118137 કરોડ) છે. જે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેની સરખામણીમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માત્ર 340 અબજ ડોલરની છે, જે ભારત કરતાં દસમા ભાગની પણ નથી.

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. વર્તમાનમાં તેની હાલત ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાનનું કામ IMF પાસેથી ઉધાર લઇને થઈ રહ્યું છે. આ ઉપરાંત તેની પાસે વિદેશી મુદ્રા ભંડાર (Foreign exchange reserves) પણ ખૂબ જ ઓછો છે. જ્યારે ભારત પાસે $617 બિલિયન (લગભગ ₹51 લાખ કરોડ) વિદેશી હૂંડિયામણ ભંડાર છે, જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો $9-10 બિલિયન છે.

    પાકિસ્તાનની સામાન્ય જનતા પણ આ નબળી આર્થિક સ્થિતિથી હેરાન-પરેશાન છે. પાકિસ્તાનમાં મોંઘવારીનું સ્તર હાલમાં 30 ટકાથી ઉપર છે, જેના કારણે સામાન્ય માણસ મોઘવારીથી ત્રાહિમામ છે. સરકાર વિજળી અને તેલના ભાવમાં સતત વધારો કરી રહી છે, જેના કારણે વધુ સમસ્યાઓ વધી રહી છે.

    પાકિસ્તાનની સરકારો દેશના આર્થિક સુધારાને બદલે અમેરિકા અને પછી ચીનની મદદ લઈને પોતાનો ધંધો ચલાવી રહી છે. જોકે, બદલાતા સમયની સાથે આ દેશોમાંથી મદદ પણ બંધ થઈ ગઈ છે, તેથી સમસ્યાઓ વધી રહી છે. આરબ દેશો પણ પાકિસ્તાનને પહેલાની જેમ આર્થિક મદદ કરી રહ્યા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં