Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશમહોલ્લા ક્લિનિકમાં નકલી દર્દીઓના નામે લાખો લેબ ટેસ્ટ, મોબાઈલ નંબરના સ્થાને '999999999':...

    મહોલ્લા ક્લિનિકમાં નકલી દર્દીઓના નામે લાખો લેબ ટેસ્ટ, મોબાઈલ નંબરના સ્થાને ‘999999999’: દિલ્હીમાં વધુ એક કૌભાંડ, CBI તપાસ માટે LGની ભલામણ

    દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે 11,657 રેકોર્ડ એવા હતા, જેમાં દર્દીના મોબાઈલ નંબરને સ્થાને ‘શૂન્ય’ લખવામાં આવ્યું હતું. જ્યારે 8,251 રેકોર્ડમાં મોબાઈલ નંબરની કોલમ ખાલી જ જોડવામાં આવી હતી. 3,092 રેકોર્ડમાં મોબાઈલ નંબરને સ્થાને 99999999 લખવામાં આવ્યું હતું.

    - Advertisement -

    બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ બાદ હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર વધુ એક કૌભાંડમાં સપડાતી જોવા મળી રહી છે. આરોપ છે કે પ્રાઇવેટ લેબ્સને લાભ પહોંચાડવા માટે દિલ્હીનાં મહોલ્લા ક્લિનિક્સમાં નકલી દર્દીઓ ઉભા કરીને ફર્જી પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી છે.

    મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, દિલ્હીના 7 મહોલ્લા ક્લિનિકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે, હજારો નકલી દર્દીઓના નામે ફ્રી લેબોરેટરી ટેસ્ટની ભલામણ કરવામાં આવી હતી. આ દર્દીઓનું વાસ્તવમાં ક્યાંય અસ્તિત્વ જ નથી. 

    LGને સોંપવામાં આવેલા વિજિલન્સ વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તપાસ ટીમ દ્વારા જયારે અચાનક મહોલ્લા ક્લિનિકની મુલાકાત લેવામાં આવી, ત્યારે ક્લિનિકમાં કોઈ ડોક્ટર હાજર ન હતા. તેઓ પહેલેથી રેકોર્ડ કરેલા વિડીયોથી પોતાની એટેન્ડન્સ પુરાવી રહ્યા હતા. ક્લિનિકમાં અનુભવ વગરનો સ્ટાફ દર્દીઓ માટે દવા અને ટેસ્ટ લખી રહ્યો હતો. આ ડોક્ટરો સામે સપ્ટેમ્બર, 2023માં FIR નોંધવામાં આવી હતી અને ત્યારબાદ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાનના મહોલ્લા ક્લિનિકના લેબ ટેસ્ટિંગ ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કૌભાંડ વિશે જાણવા મળ્યું હતું. 

    - Advertisement -

    TOIના રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે 11,657 રેકોર્ડ એવા હતા, જેમાં દર્દીના મોબાઈલ નંબરને સ્થાને ‘શૂન્ય’ લખવામાં આવ્યું હતું. જ્યારે 8,251 રેકોર્ડમાં મોબાઈલ નંબરની કોલમ ખાલી જ જોડવામાં આવી હતી. 3,092 રેકોર્ડમાં મોબાઈલ નંબરને સ્થાને 99999999 લખવામાં આવ્યું હતું. 400 એન્ટ્રી એવી હતી, જેમાં દર્દીઓના નંબરની શરૂઆત 1-5થી થતી હતી, જે શક્ય નથી. 999 કેસમાં એક જ મોબાઈલ નંબર 15થી વધુ દર્દીઓ માટે લખવામાં આવ્યો હતો. 

    અધિકારીઓએ રિપોર્ટમાં પૂછયું કે જો મહોલ્લા ક્લિનિકના ડોક્ટરો અગાઉથી રેકોર્ડ કરવામાં આવેલા વિડીયોના આધારે હાજરી પુરાવતા હોય તો દર્દીઓને આ ટેસ્ટ અને દવા કોણ લખી આપતું હતું?

    દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના આ પહેલાં દિલ્હીમાં ચાલતા મોહલ્લા ક્લિનિકમાં નકલી અને ખરાબ ગુણવત્તાની દવાઓના ઉપયોગ પર CBI તપાસની ભલામણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત દિલ્હીના વન વિભાગમાં 223 કરોડના ભ્રષ્ટાચાર મામલે પણ વન વિભાગના 2 અધિકારીઓ વિરુદ્ધ CBIની તપાસની ભલામણ કરવામાં આવી ચૂકી છે. બીજી તરફ એક્સાઈઝ પોલિસી મામલે પાર્ટીના મોટા નેતાઓ પહેલેથી જ જેલમાં છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ એજન્સી 3 વખત સમન્સ મોકલી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં