Monday, April 29, 2024
More
    હોમપેજદેશ₹2000 કરોડના ડ્રગ્સ રેકેટ મામલે તમિલ ફિલ્મ પ્રોડ્યુસર અને પૂર્વ DMK નેતા...

    ₹2000 કરોડના ડ્રગ્સ રેકેટ મામલે તમિલ ફિલ્મ પ્રોડ્યુસર અને પૂર્વ DMK નેતા જાફર સાદિકની ધરપકડ, વિદેશોમાં પણ જોડાયેલા તાર: ઉદયનિધિ સુધી પણ પહોંચી શકે તપાસ

    NCBએ જાફર સાદિકના કબજામાંથી 50 કિલોગ્રામ સ્યુડોફેડ્રિલ ડ્રગ્સ રિકવર કર્યું છે. તે આ ડ્રગ્સને ડ્રાયફ્રૂટ્સની આડમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા મોકલતો હતો. અત્યાર સુધીમાં તેણે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં આવા 45 પાર્સલો મોકલ્યા હતા. આ ડ્રગ્સને સપ્લાય કરવા માટે તે પ્રતિ કિલો 1 લાખ રૂપિયા લેતો હતો.

    - Advertisement -

    નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એટલે કે NCBએ ડ્રગ્સની તસ્કરી મામલે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ફિલ્મ પ્રોડ્યુસર અને સત્તાધારી પાર્ટી DMKના પૂર્વ નેતા જાફર સાદિકની ધરપકડ કરી છે. તેને છેલ્લા ઘણા સમયથી NCBની ટીમ શોધી રહી હતી. એજન્સી આરોપી જાફર સાદિક ₹2000 કરોડના ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે સંકળાયેલો છે. તે તમિલનાડુની DMK પાર્ટીમાં ડેપ્યુટી સેક્રેટરી પણ રહી ચૂક્યો છે. NCB હવે આ મામલે વધુ તપાસ હાથ ધરશે.

    આ કેસમાં NCBએ પહેલાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને જાફર સાદિકની શોધખોળ કરવામાં આવી રહી હતી. આખરે NCB ટીમને તેમાં પણ સફળતા મળી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપી 45 વાર સ્યુડોફેડ્રિન નામનું ડ્રગ્સ વિદેશ મોકલી ચૂક્યો છે. તે આ તમામ કમાણીનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ કરતો હોવાની પણ આશંકા છે.

    ફિલ્મો અને રિયલ એસ્ટેટમાં કરતો હતો રોકાણ

    દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની મદદથી જાફર સાદિકની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એ ભારત, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને મલેશિયા ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આરોપ છે કે, સાદિક આ ગેરકાયદેસર કમાણીને ફિલ્મ મેકિંગ, રિયલ એસ્ટેટ, હોટેલ અને અન્ય બિઝનેસમાં રોકતો હતો. ગયા મહિને જ આ સિન્ડીકેટ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન જાફર સાદિકનું નામ સામે આવ્યું હતું. તેનું નામ સામે આવ્યા બાદથી 15 ફેબ્રુઆરીથી તે ફરાર હતો.

    - Advertisement -

    NCBએ તેના કબજામાંથી 50 કિલોગ્રામ સ્યુડોફેડ્રિલ ડ્રગ્સ રિકવર કર્યું છે. તે આ ડ્રગ્સને ડ્રાયફ્રૂટ્સની આડમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા મોકલતો હતો. NCB અનુસાર, અત્યાર સુધીમાં તેણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આવાં 45 પાર્સલો મોકલ્યાં હતાં. આ ડ્રગ્સને સપ્લાય કરવા માટે તે પ્રતિ કિલો 1 લાખ રૂપિયા લેતો હતો. તેણે ‘મંગાઈ’ નામની તમિલ ફિલ્મ બનાવી હતી. આ સિવાય તે ચેન્નાઈમાં એક હોટલનો માલિક પણ છે. 2019માં મુંબઈ કસ્ટમ સામે તેનું નામ ડ્રગ્સ તસ્કરીમાં આવ્યું હતું. જે ડ્રગ્સને તે વિદેશ મોકલતો હતો, તેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ સિન્ડીકેટમાં તમિલ અને બોલીવુડ સાથે જોડાયેલા કેટલાક લોકોનાં પણ નામ સામે આવ્યાં હોવાનું કહેવાય છે.

    ઉદયનિધિ સ્ટાલિનની પણ થઈ શકે છે પૂછપરછ

    NCBના DDG જ્ઞાનેશ્વર સિંઘે કહ્યું કે, જાફર સાદિકની પૂછપરછ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિનને 7 લાખ રૂપિયા આપવાની તેણે કબૂલાત કરી છે. NCB એ તપાસ પણ કરી રહી છે કે, સાદિકે ઉદયનિધિ સ્ટાલિનને કયા હેતુથી રૂપિયા આપ્યા હતા. સાથે તે તપાસ પણ કરવામાં આવી રહી છે કે, ઉદયનિધિને આપવામાં આવેલા રૂપિયા ડ્રગ્સના હતા કે કેમ. NCB હવે મની લોન્ડરિંગ મામલે EDને પત્ર લખી રહી છે. સાથે હવે એજન્સી બોલીવુડના કેટલાક ફિલ્મ ફાઇનાન્સરોને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવશે.

    હવે NCB આ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. આ મામલે મની લોન્ડરિંગ તપાસ માટે ED પણ કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં