Sunday, May 19, 2024
More
  હોમપેજક્રાઈમજન્મદિવસ ઉજવવાના બહાને હોટલમાં લઇ ગયો શોએબ, ગળું દબાવીને કરી નાખી હત્યા:...

  જન્મદિવસ ઉજવવાના બહાને હોટલમાં લઇ ગયો શોએબ, ગળું દબાવીને કરી નાખી હત્યા: બેન્ક મેનેજર હતી 35 વર્ષીય અમિત કૌર, સોશિયલ મીડિયા પર થઈ હતી મુલાકાત

  ત્રણ મહિનાથી અમિત કૌરને ડેટિંગ કરતા શોએબ શેખને શંકા હતી કે મહિલાનો બીજા કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ છે. જેથી શંકાના કારણે તેણે યોજના બનાવી અને બર્થ ડે મનાવવાના બહાને હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ રાત્રે ગળું દબાવી હત્યા કરી નાખી.

  - Advertisement -

  મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ શહેરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. નવી મુંબઈ સ્થિત એક બેન્ક મેનેજર મહિલા અમિત કૌરની તેના જન્મદિવસે જ પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ શોએબ શેખ તરીકે થઈ છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી લીધી છે.

  મળતી માહિતી પ્રમાણે, 35 વર્ષીય મૃતક મહિલા અમિત રવિન્દ્ર કૌર નવી મુંબઈમાં એક બેન્કમાં મેનેજર તરીકે કામ કરતી હતી. ગત 8 જાન્યુઆરીના રોજ તેનો જન્મદિવસ હતો. આ જ દિવસે પ્રેમી શોએબ શેખે તેને મારી નાખી. પ્રાથમિક તપાસમાં આ હત્યા શંકાના લીધે થઈ હોવાનું સામે આવ્યું છે. શોએબને શંકા હતી કે અમિત કૌરનો કોઈ બીજી વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ છે. જેથી બર્થ ડે સેલિબ્રેશનના બહાને મહિલાને એક હોટલમાં લઇ જઇને તેણે ગળું દબાવી દીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હોટેલ સ્ટાફે તેને બહાર નીકળતો જોયો હતો, પરંતુ કોઇ શંકા ગઇ ન હતી. આખરે તેમણે રૂમમાં જઈને જોતાં મહિલા મૃત હાલતમાં પડેલી જોવા મળી હતી.

  બીજી તરફ, શોએબ શેખની પાડોશમાં રહેતા કોઈ વ્યક્તિએ રાત્રે 2 વાગે પોલીસને બાતમી આપી હતી કે તેમની પાડોશમાં રહેતો યુવક કશુંક ખોટું કરીને આવ્યો છે. સાકીનાકાના સહાયક પોલીસ નિરીક્ષક વાલ્મીકી કોરને આ જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે શોએબની તેના સાકીનાકા ખાતેના ઘરેથી અટકાયત કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા બાદ આરોપી તેના વતન ઉત્તર પ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. તેમણે પૂછપરછ કરતાં આરોપીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ તેને ગુનો જ્યાં બન્યો તે પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યો. પોલીસે તેની સામે IPCની કલમ 302 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી.

  - Advertisement -

  આ મામલે તુર્ભે પોલીસે જણાવ્યું કે, જેની હત્યા થઇ છે તે યુવતી અમિત રવીન્દ્ર કૌરની ઉંમર 35 વર્ષ છે. જે મુંબઈના જીટીબી નગરમાં રહેતી હતી. વ્યવસાયે બેન્કમાં મેનેજરનું કામ કરતી હતી અને થોડા સમય પહેલાં જ તેણે પહેલા પતિથી ડિવોર્સ લીધા હતા. પહેલા લગ્નથી તેને એક બાળક પણ હતું. જે હાલ તેના પૂર્વ પતિ પાસે છે. અંદાજે ત્રણ મહિના પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી તે 24 વર્ષીય શોએબ શેખ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જે પછી બંને પ્રેમ સંબંધમાં પડ્યાં હતાં. શોએબ શેખ એક ગેરેજમાં કામ કરતો હતો.

  છેલ્લા ત્રણ મહિનાથી અમિત કૌરને ડેટિંગ કરતા શોએબ શેખને શંકા હતી કે મહિલાનો બીજા કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ છે. જેથી શંકાના કારણે તેણે યોજના બનાવી અને બર્થ ડે મનાવવાના બહાને હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ રાત્રે ગળું દબાવી હત્યા કરી નાખી. ત્યારબાદ ત્યાંથી ચાલ્યો ગયો હતો. હાલ આ મામલે મુંબઈની તુર્ભે પોલીસે આરોપી શોએબ શેખ વિરુદ્ધ 302ની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં