Sunday, May 5, 2024
More
    હોમપેજદેશહનુમાનજીની પ્રતિમાનું અપમાન કરનાર અમજદ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યું, તો...

    હનુમાનજીની પ્રતિમાનું અપમાન કરનાર અમજદ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યું, તો બીજી તરફ મહાકાલની સવારી અંગે ધમકી આપનાર શોએબ શેખે માંગી માફી: મધ્ય પ્રદેશના મામલા

    હિંદુ સંગઠનોએ સમગ્ર ઘટનાઓને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તે હેતુથી પોલીસ મથકનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પ્રશાસન દ્વારા અમજદ ખાનના ઘરના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના શહપુરા ગામમાં હનુમાનજીની પ્રતિમાનું અપમાન કરનાર અમજદ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. બીજી બાજુ ઉજ્જૈનમાં મહાકાલની શોભાયાત્રા કાઢવા પર ધમકી આપનાર શોએબ ખાને પણ વિડીયો જાહેર કરીને માફી માંગી છે. પોલીસે શોએબ ખાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

    અહેવાલો મુજબ, ડિંડોરી જિલ્લાના શહપુરા ગામમાં શારદા માતાના મંદિર પાસે ભગવાન બજરંગબલીનું મંદિર આવેલું છે. અમજદ ખાન અને ફિરોઝ ખાને મંદિરમાં રહેલી હનુમાનજીની પ્રતિમાનું અપમાન કર્યું હતું. આ અંગે હિંદુ સંગઠનોને જાણ થતાં તેમણે બંને આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) અંતર્ગત કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. આ સાથે જ હિંદુ સંગઠનો દ્વારા અમજદના ગેરકાયદેસર બનાવેલા ઘર પર બુલડોઝર ફેરવવાની માંગ પણ કરવામાં આવી હતી.

    હિંદુ સંગઠનોએ સમગ્ર ઘટનાઓને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તે હેતુથી પોલીસ મથકનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પ્રશાસન દ્વારા અમજદ ખાનના ઘરના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અમજદ ખાનના ઘર પર બુલડોઝર ચાલી રહ્યું હતું ત્યારે તેના ઘરે તાળું લાગેલું હતું. માનવામાં આવી રહ્યું છે કે તેનો પરિવાર પણ શહપુરા ગામ છોડીને ભાગી છૂટ્યો છે.

    - Advertisement -

    જોકે, હિંદુ સંગઠનોનો વિરોધ અહીં સમાપ્ત નહોતો થયો. તેમના દ્વારા સસ્પેન્ડેડ વન રક્ષક એવા બીજા આરોપી ફિરોજ ખાનના ઘર પર પણ બુલડોઝર ચલાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. ફિરોજનું ઘર શહડોલ જિલ્લામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું હતું કે, બંને આરોપીઓ વિરુદ્ધ NSA અંતર્ગત કાર્યવાહી કરવા અંગેનો પ્રસ્તાવ મંત્રાલયમાં મોકલવામાં આવ્યો છે.

    ભગવાન હનુમાનજીની પ્રતિમાનું અપમાન કરવાનો આ સંપૂર્ણ મામલો 17 જુલાઈ, 2023ના રોજ સામે આવ્યો હતો. આ મામલે વિરોધ પ્રદર્શન બાદ પોલીસે અમજદ અને ફિરોઝ વિરુદ્ધ ગુનો નોંધી 19 જુલાઈએ તેની ધરપકડ કરી તેમને જેલહવાલે કરવામાં આવ્યા હતા.

    પહેલા ધમકી આપી, હવે માફી માંગી

    ઉજ્જૈનમાં એક યુવતી સાથે છેડછાડ કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા મામલે પોલીસ કન્ટ્રોલરૂમ બહાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. તે દરમિયાન પ્રદર્શનમાં સામેલ શોએબ શેખ નામના યુવકે મહાકાલની શોભાયાત્રા ન નીકળવા દેવા બાબતે ધમકી આપી હતી. ત્યારબાદ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ શોએબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. જે બાદ શોએબ શેખે વિડીયો બનાવી તેમાં માફી માંગી હતી. તેનું કહેવું હતું કે તેનાથી ભૂલથી આપત્તિજનક શબ્દો બોલાયા હતા.

    વીડિયોમાં શોએબ શેખે કહ્યું હતું કે, “હું દરેક લોકો પાસે માફી માંગુ છું. RSS અને હિંદુ સંગઠનના જેટલા લોકોને એવું લાગી રહ્યું છે કે મારે આવું કહેવું અયોગ્ય છે. આ બધું મારાથી ભૂલથી કહેવાયું હતું. હું એ વાતની સખત નિંદા કરું છે. હું પોતે પણ શરમ અનુભવું છું. ઉજ્જૈનમાં જેટલા લોકો મહાકાલના દર્શને આવતા હોય છે તેઓનું અમે ધ્યાન રાખીયે છીએ અને સેવા પણ કરીએ છીએ. મારી વાતથી જે પણ લોકોને દુ:ખ અનુભવાયું છે તે તમામ લોકોની હું માફી માંગુ છું.”

    આરોપી શોએબ શેખનો ધમકીભર્યો વિડીયો વાયરલ થયો ત્યારથી જ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. હાલ શોએબ શેખની ધરપકડ થઇ ચૂકી છે. પોલીસે શોએબ શેખ વિરુદ્ધ કલમ 502(2) અંતર્ગત ગુનો નોંધ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં