Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશજય શ્રીરામ કહેવા પર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા, વાલીઓને બોલાવીને ધમકાવ્યા: ઝાંસીની મિશનરી...

    જય શ્રીરામ કહેવા પર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા, વાલીઓને બોલાવીને ધમકાવ્યા: ઝાંસીની મિશનરી સ્કૂલે નકાર્યા આરોપ, હિંદુ સંગઠનોનો વિરોધ

    એક વિદ્યાર્થીની સહિત ત્રણ વિદ્યાર્થીઓએ રામ મંદિર પર નિબંધ લખીને વાંચી સંભળાવ્યો અને તેની સમાપ્તિ પર જય શ્રીરામનો જયઘોષ કર્યો હતો. બાળકોનો જય શ્રીરામનો ઘોષ ખ્રિસ્તી સ્કૂલને કઠી ગયો હતો. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થિની પોતાની વાત કહી રહી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મઉરાનીપુરમાં આવેલી એક મિશનરી સ્કૂલે જય શ્રીરામ કહેવા પર વિદ્યાર્થીઓને કાઢી મુક્યા હતા. હિંદુ આરાધ્ય દેવનું નામ લેવા પર ભડકેલી સ્કૂલે વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવ્યા અને તેમને ચેતવણી આપી હતી. બીજી તરફ ઘટનાને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે અને હિંદુ સંગઠનો સ્કૂલનો વિરોધ કરી રહ્યા છે.

    મળતી માહિતી અનુસાર ઝાંસીના મઉરાનીપુરમાં સ્થિત સેન્ટ મેરી ક્રિશ્ચિયન સ્કૂલમાં હાઇસ્કૂલના બાળકોને તેમની રુચિના વિષય પર નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી, આ બાળકોને તેમણે લખેલા નિબંધ વાંચવાનું કહેવામાં આવ્યું હતું.

    એક વિદ્યાર્થીની સહિત ત્રણ વિદ્યાર્થીઓએ રામ મંદિર પર નિબંધ લખીને વાંચી સંભળાવ્યો અને તેની સમાપ્તિ પર જય શ્રીરામનો જયઘોષ કર્યો હતો. બાળકોનો જય શ્રીરામનો ઘોષ ખ્રિસ્તી સ્કૂલને કઠી ગયો હતો. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થિની પોતાની વાત કહી રહી છે. સ્કૂલ પ્રશાસન પર વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવાનો પણ આરોપ લાગ્યો છે.

    - Advertisement -

    સ્કૂલે આ વિદ્યાર્થીઓને આઠ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. સ્કૂલનું કહેવું હતું કે ખ્રિસ્તી શાળામાં જય શ્રીરામનો નારો લગાવવો તેમના માટે સ્વીકાર્ય નથી. આ વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવીને ચેતવણી આપવામાં આવી હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ વિદ્યાર્થી સંગઠનો અને હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત અનેક હિંદુ સંગઠનોએ સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓના સમર્થનમાં દેખાવો કર્યા હતા અને સ્કૂલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ મામલે મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનો વિરોધ પ્રદર્શન માટે પહોંચતાની સાથે સ્કૂલ બેકફૂટ પર આવી ગઈ હતી અને ખુલાસો આપવાની વાત કરી હતી. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સ્કૂલનો દાવો છે કે ધાર્મિક નારા લગાવવા બદલ કોઈ પણ વિદ્યાર્થીને હાંકી કાઢવામાં આવ્યો નથી. શાળાનો તેવો પણ દાવો છે કે આવી કોઈ ઘટના બની જ નથી. આ મામલે ઉગ્ર વિરોધ બાદ જિલ્લા પ્રશાસને તપાસ સમિતિની રચના કરી છે અને એક અઠવાડિયામાં વાસ્તવિકતા સામે લાવવાની વાત કરી છે.

    ઝાંસીમાં મિશનરી સ્કૂલે જય શ્રીરામ કહેવા પર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાના મામલે હેડ ટીચર અનુજ કેરકેટ્ટા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે. ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે વાત કરવાની ના પાડી દીધી હતી.

    જો કે આ જ શાળામાં ભણાવતા એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, સ્કૂલ દ્વારા ભલે આરોપોનું ખંડન કરવામાં આવ્યું હોય, પરંતુ બાળકોને જય શ્રીરામ કહેવા બદલ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પહેલા ગાઝિયાબાદથી પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓને જય શ્રીરામ કહેતા અટકાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં