Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશમુલાયમ સરકારમાં ‘રામભક્તિ’ હતી ગુનો? સજા ભોગવનાર કારસેવકે બતાવ્યો જેલવાળો ‘કાગળ’, ઑપઇન્ડિયાને જણાવી...

    મુલાયમ સરકારમાં ‘રામભક્તિ’ હતી ગુનો? સજા ભોગવનાર કારસેવકે બતાવ્યો જેલવાળો ‘કાગળ’, ઑપઇન્ડિયાને જણાવી આપવીતી

    મનોજ કુમાર અગ્રવાલને જેલ મોકલતી વખતે એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે તેમનો ગુનો શું છે અને કઈ કલમ હેઠળ તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રમાણપત્ર પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી ‘રામભક્તિ’ના કારણે થઈ હતી.

    - Advertisement -

    રામ મંદિર આંદોલન દરમિયાન અનેક એવા કારસેવક હતા, જેમણે પ્રાણોની આહૂતિ આપી દીધી. દેશ હવે તેમનાથી અજાણ નથી. આ બલિદાની હુતાત્માઓનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે. આ બધાની વચ્ચે અમે એક એવા કારસેવકની વાત તમારી સમક્ષ મૂકી રહ્યા છે, જેઓ જેલ ગયા હતા અને તેમનો ગુનો હતો- ‘રામભક્તિ.’

    આ વાત વર્ષ 1990ની છે. સમગ્ર દેશમાંથી લોકો કારસેવા માટે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. અલીગઢના લોકોમાં પણ રામભક્તિની લહેર હતી. તે સમયે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંઘ યાદવની સરકાર હતી. એ જ સરકાર, જે રામભક્તોને રોકવા માટે અનેક તિકડમ અપનાવી ચૂકી હતી. તેમાંથી જ એક હતું- રામભક્તિ ચાલાન. મોટાભાગના વાચકોએ કદાચ પહેલાં સાંભળ્યું પણ ન હોય, પણ આ વાસ્તવિકતા છે. 

    શું હતું આ ‘રામભક્તિ ચાલાન’?

    કારસેવા કરવા માટે હજારો-લાખો લોકો તે સમયે અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા હતા. જેમને ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં રોકવામાં આવી રહ્યા હતા, જેથી તેઓ અયોધ્યા ન પહોંચી શકે. તે સમયે અલીગઢમાં કારસેવકોની ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવી રહ્યા હતા. આ જ કારસેવકોમાંથી એક છે- મનોજ કુમાર અગ્રવાલ. તેઓ ત્યારે માત્ર 23 વર્ષના હતા. તેઓ અયોધ્યા તરફ જઈ રહ્યા હતા ત્યારે અલીગઢ રેલવે સ્ટેશનથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    - Advertisement -

    મનોજ કુમાર અગ્રવાલને જેલ મોકલતી વખતે એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે તેમનો ગુનો શું છે અને કઈ કલમ હેઠળ તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રમાણપત્ર પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી ‘રામભક્તિ’ના કારણે થઈ હતી. તેમની ઉપર કલમ 107/116 લગાવવામાં આવી હતી અને આગળ હિન્દીમાં લખવામાં આવ્યું હતું- ‘રામભક્ત ચાલાની.’ 

    ઑપઇન્ડિયા સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં રામભક્ત મનોજ કુમાર અગ્રવાલ જણાવે છે કે, તેમના જેવા સેંકડો લોકોને અલીગઢ જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ રોકી દેવામાં આવ્યા હતા. જોકે, અલીગઢ જ એવી જગ્યા હતી જ્યાં ર્લોકોને ‘રામભક્ત ચાલાની’વાળા કાગળ પકડાવવામાં આવ્યા હતા. મનોજ કહે છે કે, “અમારા જેવા જીવિત કારસેવકોનો ગુનો એ હતો કે અમે રામભક્તિમાં લીન હતા. અમારા કાગળ આ જ જણાવે છે.”

    જેલના દિવસો યાદ કરીને તેઓ કહે છે કે, “અલીગઢ જેલમાં ભજન થતાં હતાં. શાખાઓ લાગતી હતી. તે સમયે અલીગઢના જેલર એસડી અવસ્થી હતા. સર્ટિફિકેટમાં તેમની જ સહી જોવા મળે છે. જોકે, તેઓ રામભક્તો પ્રત્યે નરમાશ રાખતા હતા. જેલમાં શાંતિ હતી. સેંકડો લોકો બંધ હતા અને તેમને મળવા માટે પરિવારના લોકો આવતા રહેતા હતા, પણ બહાર મુલાયમ સરકારનો આતંક હતો.”

    મુલાયમ સરકારમાં મુઘલ કાળ જેવો માહોલ 

    મનોજ અગ્રવાલનું કહેવું છે કે, તે સમયે સમગ્ર ઉત્તર પ્રદેશમાં રામભક્તો પર દમન કરવામાં આવતું હતું. તેમણે કહ્યું, “અમને રામભક્તિના ગુનાવાળા સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. સર્ટિફિકેટ બનાવનારાઓએ તો વધુ દૂરનું વિચાર્યું નહીં પરંતુ સત્ય તો એ જ હતું કે તે સમયે કેસરી પટ્ટો લગાવીને કોઇ બહાર નીકળે તો તેની ધરપકડ કરી લેવામાં આવતી હતી.”

    મુલાયમ યાદવની સરકારમાં રામભક્તિમાં લીન હિંદુઓને કઈ રીતે પ્રતાડિત કરવામાં આવતા તે જણાવતાં તેઓ કહે છે કે, “જો કોઇ વ્યક્તિ તિલક લગાવીને નીકળતો તો પોલીસ તેની ધરપકડ કરી લેતી. લોકો પોલીસ સામે રામ-રામ કહેતાં પણ ડરતા હતા. તે સમયે મુઘલકાળ જેવો માહોલ બની ગયો હતો.”

    નિર્ણય વ્યક્તિગત હોય શકે, હજુ પણ કોર્ટમાં પડકારી શકાય 

    ‘રામભક્તિ’વાળાં સર્ટિફિકેટને લઈને ઑપઇન્ડિયાએ ઉત્તર પ્રદેશ પોલીસના નિવૃત્ત DSP અવિનાશ ગૌતમ સાથે વાતચીત કરી. તેમણે અમને જણાવ્યું કે, “પોલીસના નિયમો અનુસાર તો રામભક્તિના નામે ચાલાન કરવાની કોઇ જોગવાઈ નથી. તોપણ કોઇ અધિકારી દ્વારા આ કરવામાં આવ્યું હોય તો સંભવતઃ તેમનો વ્યક્તિગત નિર્ણય હોય શકે છે.” 

    બીજી તરફ, મુરાદાબાદ સેશન્સ કોર્ટના એડવોકેટ અનુજ બિશ્નોઈએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “આ નિયમાનુસાર થયેલી કાર્યવાહી નથી પરંતુ સરકારની બળજબરી છે. તેને ‘મિસયુઝ ઑફ પાવર’ કહેવાશે, કારણ કે આવી કોઇ જોગવાઈ છે જ નહીં. પીડિત ઇચ્છે તો આ કાર્યવાહી હજુ પણ કોર્ટમાં પડકારી શકાય તેમ છે.”

    મનોજ અગ્રવાલે ત્યારના અને અત્યારના માહોલને લઈને કહ્યું કે, દરેક તરફ આતંક હતો. તે સમયની સરકાર દમન કરતી હતી, પણ હવે એક રામભક્ત જ ઉત્તર પ્રદેશ ચલાવે છે. તેમણે જણાવ્યું કે, આજે (3 જાન્યુઆરી, 2024) અલીગઢના DIG ઑફિસથી 2 પોલીસકર્મીઓ આવ્યા હતા અને પૂછ્યું કે શું તેમને કોઇ પણ પ્રકારની સુરક્ષાની જરૂર છે કે કેમ?

    મનોજ અગ્રવાલે કહ્યું કે, આનાથી સમજી શકાય તેમ છે કે ત્યારના માહોલ અને અત્યારના માહોલમાં શું અંતર છે. બીજી તરફ, આ મામલો એ પણ દર્શાવે છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ યાદવની સરકાર રામભક્તોને કેટલી નફરત કરતી હતી!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં