રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે મંદિર નિર્માણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનારા તમામ રામભક્તોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે. રામ જન્મભૂમિ માટે પ્રાણ અર્પણ કરનારા કારસેવકોથી લઈને રામ માટે કઠોર સંકલ્પ લેનારા રામભક્તોને સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તેવા જ એક રામભક્ત છે મધ્ય પ્રદેશના મૌની બાબા. તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેઓ મૌનવ્રત ધારણ કરશે. છેલ્લા 40 વર્ષોથી તેઓ સંકલ્પનું પાલન કરતા હતા. જે હવે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે પૂર્ણ થશે અને ‘જય શ્રીરામ’ના ઉદઘોષ સાથે વ્રત તોડવામાં આવશે.
VIDEO | Madhya Pradesh’s ‘Moni Baba’ (silent saint) took a vow in 1984 to not utter a single word till Ram Lalla sat on his throne in Ayodhya. As the Pran Pratishtha for the Ram Temple in Ayodhya draws closer, he has decided to break his silence by chanting the name of Lord Ram… pic.twitter.com/aFgRgWXoJ1
— Press Trust of India (@PTI_News) January 11, 2024
22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં આરાધ્ય પ્રભુ શ્રીરામ બિરાજમાન થશે અને એ સાથે જ મધ્ય પ્રદેશના મૌની બાબા 40 વર્ષના પોતાના પ્રણને પણ પૂર્ણ કરશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે મૌની બાબા સંકલ્પ પૂર્ણ કરશે. મધ્ય પ્રદેશના દતિયાના રહેવાસી મૌની બાબાએ વર્ષ 1984માં સંકલ્પ લીધો હતો કે, જ્યાં સુધી અયોધ્યામાં રામલલા સિંહાસન પર બિરાજમાન નહીં થાય ત્યાં સુધી તેઓ મુખમાંથી એકપણ શબ્દનું ઉચ્ચારણ નહીં કરે અને મૌનવ્રત ધારણ કરશે. મૌની બાબા 10 વર્ષના હતા ત્યારથી તેમણે આ નિયમ લીધો હતો, એટલે જ લોકો તેમને મૌની બાબા તરીકે ઓળખે છે. તેમનું મૂળ નામ મોહન ગોપાલ દાસ છે એન તેઓ કારસેવા પણ કરી ચૂક્યા છે. જ્યારે હવે 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામ મંદિરમાં બિરાજીત થવા જઈ રહ્યા છે ત્યારે મૌની બાબાએ રામ નામનો જાપ કરીને મૌનવ્રત તોડવાનો નિર્ણય લીધો છે. હાલમાં બાબા એક સ્લેટ પર લખીને પોતાની વાતોને વ્યક્ત કરે છે.
અન્ન ગ્રહણ ના કરવાનો પણ લીધો હતો સંકલ્પ
મધ્ય પ્રદેશના મૌની બાબાએ માત્ર મૌનવ્રતનો સંકલ્પ જ નહોતો લીધો સાથે તેમણે 1980માં અન્ન ગ્રહણ ના કરવાનો પણ નિયમ લીધો હતો. એ ઉપરાંત તેમણે પગરખાં ના પહેરવાનો પણ સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી રામ મંદિર બની ના જાય ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે અને પગરખાં નહીં પહેરે. તેઓ 44 વર્ષથી ફળાહાર કરીને જીવન ચલાવી રહ્યા છે. અન્ન ગ્રહણ ના કરવાના સંકલ્પ બાદ તેમણે 1984માં મૌનવ્રત લેવાનો સંકલ્પ લીધો હતો. મૌનવ્રત ધારણ કર્યાને 40 વર્ષ થયા છે, હવે રામ મંદિર અયોધ્યા જઈને મૌની બાબા પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા માંગે છે. નોંધનીય છે કે, મૌની બાબા અયોધ્યા રામ જન્મભૂમિ પર બનેલા વિવાદિત બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડનારા કારસેવકો સાથે મેદાનમાં હતા.