Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજયારે અવધના નવાબને હરાવીને રાજા દેવીબખ્શ સિંઘે અયોધ્યામાં બનાવ્યો રામ ચબુતરો: મૌલવીના...

    જયારે અવધના નવાબને હરાવીને રાજા દેવીબખ્શ સિંઘે અયોધ્યામાં બનાવ્યો રામ ચબુતરો: મૌલવીના એલાન પર થયો હતો હિંદુઓનો નરસંહાર, રાજા જયદત્ત સિંઘ પણ થયા હતા બલિદાન

    મૌલવી આમિર અલી કોઈપણ સંજોગોમાં આ પૂજા બંધ કરાવવા માંગતો હતો. તેમની સાથે કેટલાક અન્ય મુસ્લિમ જમીનદારો પણ અયોધ્યા તરફ આગળ વધ્યા. અહીં રાજા દેવીબખ્શ સિંઘ અંગ્રેજો સામે લડતાં લડતાં નેપાળ સરહદ તરફ તરાઈ સુધી ચાલ્યા ગયા હતા.

    - Advertisement -

    22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા તેમના જન્મસ્થળ પર બની રહેલા ભવ્ય મંદિરમાં કરવામાં આવી હતી. દુનિયાભરના હિંદુઓ આ વાતથી ખુશ છે. તે રામ ભક્તોની આત્માને પણ શાંતિ મળી રહી હશે, જેઓ મુઘલોના સમયથી લઈને મુલાયમ સિંઘ યાદવ સુધીમાં મંદિર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી. ઑપઇન્ડિયાની ટીમે પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં દુનિયાને આવા અનેક બલિદાનીઓ અને ઘટનાઓથી વાકેફ કર્યા હતા, જેને લોકો કાં તો ભૂલી ગયા હતા અથવા ડાબેરી ઇતિહાસકારોએ તેમને ષડયંત્ર રચીને યથા યોગ્ય સ્થાન ન આપ્યું. આ અહેવાલમાં અમે જણાવીશું કેવી રીતે અવધ નવાબને હરાવીને રાજા દેવીબખ્શ સિંઘે અયોધ્યામાં બનાવેલા રામ ચબુતરાને તોડવા હિંદુઓનો નરસંહાર થયો હતો અને મહારાજે બલિદાન આપ્યું હતું.

    જ્યારે ઑપઇન્ડિયાએ અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારમાં તેના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન રામજન્મભૂમિ અને સંબંધિત બાબતોની તપાસ શરૂ કરી, ત્યારે અમને આવી ઘણી માહિતી મળી, જેની લોકોને ખબર જ ન હતી. ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમને મુઘલોની ક્રૂરતા વિશે ઘણી માહિતી મળી. જેમાં ગોંડા નરેશ રાજા દેવીબખ્શ સિંહ અને ભીટીના રાજા જયદત્ત સિંહના બલિદાન, તેમજ મૌલાના આમિર અલી દ્વારા છેડવામાં આવેલા જેહાદ અને 1850ની આસપાસ અયોધ્યામાં થયેલા અભૂતપૂર્વ રમખાણોનો સમાવેશ થાય છે.

    રાજા દેવીબખ્શે બ્રિટીશ કાળમાં છેડ્યું હતું યુદ્ધ

    આ પહેલાના અહેવાલમાં અમે આપને ભીટી નરેશ મહતાબ સિંઘની વાત કરી હતી, જેમણે રામજન્મભૂમિની રક્ષામાં પોતાના 80 હજાર સૈનિકો સાથે પ્રાણોનું બલિદાન આપ્યું હતું. એ અહેવાલમાં અમે એમ પણ જણાવ્યું હતું કે મીરબાકીએ રાજા મહતાબ સિંઘ અને તેમના સૈનિકોના લોહીમાંથી ગારો બનાવીને મસ્જિદનો પાયો નાખ્યો હતો. અમે રાજા મહતાબ સિંઘ વિશે વધુ માહિતી એકઠી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના બાદની પેઢીઓએ પણ રામજન્મભૂમિના રક્ષણમાં વીરગતિ વહોરી છે.

    - Advertisement -

    ભીટી નરેશ રાજા મહતાબ સિંઘ રામ મંદિરને બચાવતી વખતે 1527-28ની આસપાસ બલિદાન થયા હતા. રાજા મહેતાબ સિંઘની વીરગતિના લગભગ 300 વર્ષ બાદ રામજન્મભૂમિની રક્ષા કરતા સમયે તેમના જ વંશજ રાજા જયદત્ત સિંઘે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. આ યુદ્ધ 1847 અને 1857ની વચ્ચે થયું હતું. આ દરમિયાન ગોંડાના રાજા દેવીબખ્શ સિંઘ પણ રામ મંદિર માટે લડ્યા અને ત્યાં રામ ચબૂતરાનું નિર્માણ કર્યું.

    ઑપઇન્ડિયાએ દેવીબખ્શના સેનાપતી ગુલાબ સિંઘ બિસેનની 5મી પેઢીના વંશજ જિતેન્દ્ર સિંઘ બિસેન સાથે વાત કરી હતી. જિતેન્દ્ર સિંઘ બિસેનના જણાવ્યા અનુસાર તે તમામ લડવૈયાઓ બ્રિટિશ સૈન્યમાં જોડાઈ ગયા હતા, જે એક સમયે મુઘલ સૈન્ય માટે માર-કાટ કરતા હતા. મુઘલોની નબળાઈને પારખીને, વિવાદિત ઢાંચા પર તે સમયના ગોંડા રાજા દેવીબખ્શ સિંઘે હુમલો કર્યો હતો. આ સમય સુધીમાં રામજન્મભૂમિ સંપૂર્ણપણે મુઘલોના કબજામાં આવી ગઈ હતી.

    જો કે રામભક્તો છૂટાછવાયા હુમલાઓ ચાલુ રાખી રહ્યા હતા અને જન્મભૂમિ પર કબજો જમાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. આ દરમિયાન નવાબ વાજિદ અલી શાહ અવધની ગાદી પર બેઠો હતો. રાજા દેવીબખ્શ સિંઘના હુમલાથી વાજિદ અલી અને તેની સેના પરાજિત થઇ. આખરે રાજા દેવીબખ્શ સિંઘની સેનાએ રામજન્મભૂમિમાં પ્રવેશવાનો માર્ગ બનાવી લીધો. આ સાથે વિવાદિત માળખાની નજીક વિજય ચિહ્નના રૂપમાં રામ ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

    જેહાદ માટે નીકળ્યો હતો મૌલવી અમીર અલી

    જિતેન્દ્ર સિંઘ વધુમાં જણાવે છે કે રામ ચબૂતરાના નિર્માણ અને વાજિદ અલી શાહની હારની માહિતી મળતા જ આસપાસના મુસ્લિમ જમીનદારો ગુસ્સે થઇ ગયા હતા. તેમાંથી એક હતા અમેઠીના મૌલવી આમિર અલી. આમિર અલી તેની સાથે મુઘલોની ટુકડી સાથે અયોધ્યા કૂચ કરી ગયો. તે રામજન્મભૂમિમાંથી હિંદુઓને સંપૂર્ણપણે હાંકી કાઢીને અયોધ્યામાં રામ ચબુતરાને તોડવા માંગતો હતો. આ સમય સુધીમાં હિંદુઓએ પણ રામજન્મભૂમિ પર પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું.

    મૌલવી આમિર અલી કોઈપણ સંજોગોમાં આ પૂજા બંધ કરાવવા માંગતો હતો. તેમની સાથે કેટલાક અન્ય મુસ્લિમ જમીનદારો પણ અયોધ્યા તરફ આગળ વધ્યા. અહીં રાજા દેવીબખ્શ સિંઘ અંગ્રેજો સામે લડતાં લડતાં નેપાળ સરહદ તરફ તરાઈ સુધી ચાલ્યા ગયા હતા. તેઓ જીવનભર અંગ્રેજોના હાથમાં ન આવ્યા અને તેમણે નેપાળના સરહદી વિસ્તારોમાં રહીને યુદ્ધ લડતાં-લડતા અંતિમ શ્વાસ લીધા હતા.

    બ્રિટિશરોએ તેમના ઠેકાણાઓ અને સાથીઓને શોધવાનું અને તેમને ખતમ કરવાનું શરૂ કર્યું હતું. આજે પણ ગોંડામાં એક ક્રાંતિ ઉપવન પાર્ક છે, જેનું નામ રાજા દેવીખ્શ સિંઘના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ઉદ્યાનમાં તેમનું અને અન્ય યોદ્ધાઓનું સ્મારક છે જેમણે 1857ના વિપ્લવમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ સ્મારકમાં જિતેન્દ્ર સિંઘ બિસેનના પૂર્વજ ગુલાબ સિંઘનું નામ પણ લખવામાં આવ્યું છે.

    જીતેન્દ્ર સિંઘ બિસેન બાદમાં હિંદુ મહાસભામાં જોડાયા હતા અને અયોધ્યામાં રામ મંદિર માટે લડ્યા હતા. રામલલા વિરાજમાનનો કેસ હિંદુ મહાસભાએ લડ્યો હતો. જિતેન્દ્ર સિંઘ બિસેન આને પોતાનું સૌભાગ્ય ગણાવે છે કે તેમણે પોતાના પૂર્વજોએ પ્રગટાવેલી અલખનું સમાપન તો જોયુ જ, પરંતુ પોતાના પૂર્વજોની જેમ તેમાં પણ સહયોગ આપ્યો હતો.

    રાજા જયદત્તના વંશજ પ્રણવ પ્રતાપ સિંઘ ઑપઇન્ડિયાને જણાવે છે કે જ્યારે મુઘલ રજવાડાઓ અને મૌલવીઓની સેના અયોધ્યા તરફ આગળ વધી ત્યારે આસપાસના હિંદુ રાજાઓએ આ વિશે માહિતી મળતા જ એક થવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ અયોધ્યા ધર્મક્ષેત્રથી દૂર ઘેરો ઘાલ્યો હતો. આ સમયગાળો 1850 ની આસપાસ હોવાનું કહેવાય છે. ત્યાં સુધીમાં બ્રિટિશરોએ ભારત પર સંપૂર્ણપણે આધિપત્ય જમાવી દીધું હતું.

    મૌલવી આમિર અલીએ રૌનાહી પાસે આ ઘેરાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અહીં મીરબાકી સામે સહુથી પહેલા બાથ ભીડીને વીરગતિ વહોરનાર ભીટી નરેશ રાજા મહતાબ સિંઘના વંશજ રાજા જયદત્ત સિંઘે મોર્ચો સંભાળ્યો હતો. રાજા જયદત્ત સિંઘે આમીર અલીનો બહાદુરીથી સામનો કર્યો અને યુદ્ધ મેદાનમાં વીરગતિને પ્રાપ્ત થયા. એવું કહેવામાં આવે છે કે તે વખતે અયોધ્યામાં રામ ચબુતરાને તોડવા આવેલો આમિર અલી પણ તેની સેના સાથે માર્યો ગયો હતો.

    રાજા જયદત્તની વીરતા પર આજે પણ અવધ ક્ષેત્રમાં લોક ગીતો ગાવામાં આવે છે. કવિન્દ્ર લક્ષ્મણ દાસે લખ્યું છે કે-

    अवध विगारन हेतु जब, जवन जुरे चहुँ आय।
    छोड़ि यात्रा कर लियो, कीन्हों समर सुभाय।
    कुश पैंती सब छाँड़ि लिए, खड्ग भवानी दत्त।
    अली अमारे सो भिरयो, समर सूर जयदत्त।

    અર્થાત- જયારે અયોધ્યાને ધ્વસ્ત કરવા હેતુ ટોળા એકઠા થયા હતા, ત્યારે હિંદુ રાજા તીર્થયાત્રા વગેરે ત્યજીને યુધ્ધના મેદાનમાં ઉતરી પડ્યા હતા. હાથમાં લીધેલી પૂજા-પાઠની સામગ્રી એક તરફ રાખીને ત્યારે સમ્રાટોએ તલવારો ઉઠાવી લીધી હતી. તેમના જ એક યોદ્ધ જયદત્ત હતા, જે આમીર આલી સામે લડ્યા હતા અને વીરગતિ પામ્યા હતા.

    બહાર લડી રહી હતી સેનાઓ, અંદર ચાલી રહ્યા હતા રમખાણો

    ફૈઝાબાદ ગેઝેટિયર અનુસાર ક્ષત્રિય રાજાઓની સેના જ્યારે મુસ્લિમ જમીનદારો અને મૌલવીઓ સાથે લડી રહી હતી, તે જ સમયે ફૈઝાબાદ શહેર અને રામ મંદિરની આસપાસ અને તેની આસપાસ હિંદુ-મુસ્લિમો વચ્ચે રમખાણો થયા હતા. ઇતિહાસકાર કનિંગહામ જણાવે છે કે તે સમયે અવધ વિસ્તારમાં આટલો મોટો રમખાણ ક્યારેય થયો ન હતો. આ તોફાનમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    કટ્ટરપંથી મુસ્લિમો કોઈ પણ સંજોગોમાં રામ ચબૂતરા તોડવા માટે તત્પર હતા. સાથે જ દરેક પરિસ્થિતિમાં જન્મસ્થળ પર પોતાના પૂજાસ્થળની રક્ષા કરવામાં હિંદુ પક્ષ લાગી ગયો હતો. રમખાણો દરમિયાન મુસ્લિમોએ હિંદુ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને નિશાન બનાવ્યા હતા, જ્યારે હિંદુઓએ મુસ્લિમ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સ્પર્શ પણ કર્યો ન હતો. રમખાણોમાં અયોધ્યાના સંતોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. હિંસાનો આ સમયગાળો 1853થી 1859 સુધી ચાલ્યો હતો.

    તે સમયે અંગ્રેજો 1857ની ક્રાંતિને દબાવવામાં લાગ્યા હતા અને આ બાબતથી દૂર રહ્યા. જ્યારે તેમણે રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા સંગ્રામને દબાવ્યો, ત્યારે તેમણે અયોધ્યામાં દખલ કરવાનું શરૂ કર્યું. ત્યારે તત્કાલીન બ્રિટિશ અધિકારીઓએ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જન્મસ્થળની આસપાસ બ્રિટિશ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અંતે રામ ચબૂતરાને રાજાઓના બલિદાનથી બચાવી લેવામાં આવ્યા અને હિંદુ જનતાએ ત્યાં પૂજા-પાઠ ચાલુ રહ્યો.

    આગામી રિપોર્ટમાં ઑપઇન્ડિયા આપને જણાવશે કે ભીટી રાજા મહતાબ સિંઘ દ્વારા રામ મંદિરની રક્ષા માટે કરવામાં આવેલા પહેલા બલિદાનથી ગુસ્સે થયા બાદ કેવી રીતે મુઘલ સેનાએ તેમના રાજ્યમાં અત્યાચાર કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં