Sunday, April 28, 2024
More
    હોમપેજદેશભાણીનાં લગ્નમાં 1 કરોડ 1 લાખનું મામેરૂ, મામાએ પિતા વગરની દીકરી પર...

    ભાણીનાં લગ્નમાં 1 કરોડ 1 લાખનું મામેરૂ, મામાએ પિતા વગરની દીકરી પર વરસાવ્યો પ્રેમ: રૂપિયાનો ઢગલો કર્યો, લોકો ગણતા રહી ગયા

    સતબીરે પોતાની બહેનના ઘરે 500-500ની નોટના બંડલોનો ઢગલો કરી દીધો હતો. મામાએ મામેરું ભરતી વખતે રૂપિયાનો ઢગલો કર્યો હતો, જે જોઈને બે ઘડી લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મામેરા દરમિયાન રોકડ અને ઘરેણાં આપતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

    - Advertisement -

    હરિયાણાના રેવાડી શહેરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ શહેરના એક વ્યક્તિએ પોતાની ભાણીના લગ્નમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ મામેરું આપીને એવો દાખલો બેસાડયો છે કે તેની માત્ર પાડોશમાં જ નહિ પરંતુ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. મામાએ પિતા વગરની ભાણીના ઘરે રૂપિયાનો ઢગલો કરી દીધો. તેમણે 1 કરોડ, 1 લાખ, 11 હજાર, 101 રૂપિયા રોકડા મામેરા તરીકે આપ્યા છે. વાત એટલે જ નથી અટકતી. તેમણે કરોડો રૂપિયાના ઘરેણા પણ આપ્યા હતા. આ બધી વસ્તુ જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ સોશિયલ મીડિયામાં આ મામેરાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    હરિયાણાના રેવાડીમાં દિલ્હી-જયપુર હાઈવે નજીક આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. પરંતુ તે લાંબા સમયથી રેવાડી શહેરના ગઢી બોલની રોડ પર પદયાવાસ પાસે તેમના પરિવાર સાથે રહે છે. સતબીરની એકમાત્ર બહેનના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. આ પછી, સતબીર તેમની બહેનને મદદ કરવામાં ક્યારેય પીછેહઠ નથી કરી, તેમની એક જ ભાણી છે. તેમની ભાણીના લગ્ન પહેલાં સતબીર એક મામા તરીકે મામેરાની વિધિ કરવા માટે ગામના વરિષ્ઠ લોકો સાથે તેમની બહેનના ઘરે પહોંચ્યા હતા.

    મામેરામાં નોટોનો ઢગલો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

    સાંજના સમયે જ્યારે મામેરાની વિધિ શરૂ થઈ ત્યારે ત્યાં રહેલા બધા જ લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. સતબીરે પોતાની બહેનના ઘરે 500-500ની નોટના બંડલોનો ઢગલો કરી દીધો હતો. મામાએ મામેરું ભરતી વખતે રૂપિયાનો ઢગલો કર્યો હતો, જે જોઈને બે ઘડી લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મામેરા દરમિયાન રોકડ અને ઘરેણાં આપતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત મામાએ તેમની લાડકવાયી ભાણીને કાર ગિફ્ટ કરી હોવાનું પણ સામે આવ્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે સતબીરનો પોતાનો ક્રેનનો વ્યવસાય છે. તે ગામમાં જ તેમના પરિવાર સાથે રહે છે. તેમની પાસે પૈતૃક જમીન પણ સારા પ્રમાણમાં છે. તેમના બનેવીનું અવસાન થયા બાદ તેઓ તેમની બહેન અને ભાણીને મદદ કરતાં આવ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે તેમની બહેનની દીકરીના લગ્ન આવ્યા ત્યારે તેમણે મામેરાના રૂપમાં એવો દાખલો બેસાડી દીધો કે હવે આખા દેશમાં તેની ચર્ચા થઈ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં