મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દ્વારા હનુમાનજીના આકારવાળી કેક કાપવાનો વિવાદ હજુ શમ્યો નથી કે કોંગ્રેસ નેતા જીતુ પટવારીના સમર્થકોએ ત્રિરંગાની કેક કાપીને નવા વિવાદને જન્મ આપ્યો છે. ભારત જોડો યાત્રાની તૈયારીઓ માટે શનિવારે સાંજે શહેરમાં પહોંચેલા જીતુ પટવારીના જન્મદિવસની કોંગ્રેસના નેતાઓએ એક ઢાબામાં ઉજવણી કરી હતી.
ઈન્દોર જિલ્લાના રાઉથી કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટવારી પણ ચર્ચામાં આવ્યા છે. તેમનો જન્મદિવસ 19 નવેમ્બર શનિવારે હતો. આ પ્રસંગે તેમના સમર્થકોએ ત્રિરંગાની કેક બનાવી હતી. જીતુ પટવારીએ આ કેક કાપીને નવા વિવાદને જન્મ આપ્યો છે. આ કેક જીતુ પટવારીએ શનિવારે સાંજે એક ઢાબામાં કાપી હતી. તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારીઓમાં સામેલ થવા ગયા હતા.
कांग्रेस विधायक जीतू पटवारी का समर्थकों के साथ तिरंगे जैसा केक काटने का वीडियो सामने आया है. बीते शनिवार विधायक बुरहानपुर पहुंचे थे. यहां समर्थकों ने तिरंगे के आकार और रंग वाला केक काटकर उनका जन्मदिन मनाया. #Mppolitics @INCMP @BJP4MP @jitupatwari @OfficeOfKNath pic.twitter.com/kpdOELJDUs
— Mahesh Amrawanshi (@MaheshAmravans1) November 21, 2022
આ દરમિયાન ત્રિરંગાના આકાર અને રંગની કેક કાપવામાં આવી હતી. કેસરી રંગ કેકની ટોચ પર દેખાય છે, મધ્યમાં સફેદ અને તળિયે લીલો. ત્યાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અજય રઘુવંશી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જન્મદિવસનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કમલનાથે મંદિર આકારની ભગવાન હનુમાનની છબી વાળી કેક કાપી
આ પહેલા પણ કમલનાથની કેક કાપવાને લઈને વિવાદ થયો હતો. કેક વિવાદને લઈને ભાજપ સતત કમલનાથ અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતું હતું, પરંતુ જ્યારે ભોપાલમાં કેક કાપવાના મુદ્દે કમલનાથને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, “ભાજપ પાસે મુદ્દાઓની કોઈ કમી નથી, જનતા બધું જાણે છે જે વીડિયોમાં છે. આ બધી ફાલતુ વાતો છે, હું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી.” કમલનાથે આ મુદ્દે વધુ કંઈ કહ્યું નથી. જણાવી દઈએ કે આ મુદ્દે ભાજપ સતત કમલનાથને નિશાન બનાવી રહી છે.
#KamalNath cuts a temple-shaped cake with pic of lord Hanuman, #BJP says 'insulting Hindus'
— TIMES NOW (@TimesNow) November 17, 2022
READ MORE: https://t.co/bBJTLOGvB4 pic.twitter.com/JFvQdGUgR4
પૂર્વ સીએમ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથના મંદિર આકારની બર્થડે કેકને લઈને મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના ભાજપના નેતાઓ બાદ હવે ગૃહમંત્રી ડૉ.નરોત્તમ મિશ્રાએ શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે “સનાતની હોવાનો દાવો કરનારા ચૂંટાયેલા હિંદુ કમલનાથજીએ ભગવાન હનુમાનજીના ફોટા સાથે મંદિરની પ્રતિકૃતિ સાથે જન્મદિવસની કેક કાપીને હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર કર્યો છે. કમલનાથજીનું આ કાર્ય મને મોહમ્મદ ગૌરી અને મહેમૂદ ગઝનવીની યાદ અપાવે છે જેમણે મંદિરોનો નાશ કર્યો હતો.”
કોંગ્રેસ દ્વારા ગુરુવારે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પરથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દો બળજબરીથી ઉઠાવવામાં આવી રહ્યો છે.