Sunday, September 15, 2024
More
    હોમપેજદેશવિશ્વની સૌથી નાની ગાય, વેદો અને મહર્ષિ વિશ્વામિત્ર સાથે જોડાયેલો છે ઇતિહાસ:...

    વિશ્વની સૌથી નાની ગાય, વેદો અને મહર્ષિ વિશ્વામિત્ર સાથે જોડાયેલો છે ઇતિહાસ: PM મોદીના કારણે આવી ચર્ચામાં- જાણો તેના વિશે બધું જ

    વડાપ્રધાન મોદી સાથે જોવા મળેલી પુન્ગનૂરજાતીની ગાય પૌરાણિક ઈતિહાસ ધરાવે છે. આ ગાયોનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે. આ ગાયનો ઉપયોગ હિંદુ ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો માટે પણ કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, પુન્ગનૂર ગાયની લોકપ્રિયતા વધી રહી છે.

    - Advertisement -

    પુન્ગનૂર ગાય, વિશ્વની સહુથી નાની ગાય પૈકીની એક ગાય. તેનું દૂધ અમૃત સમાન હોય છે. વડાપ્રધાન મોદી આ પુન્ગનૂર ગાય સાથે અનેક વાર નજરે પડ્યા છે સાવ એટલું જ નથી, પ્રધાનમંત્રી આવાસમાં આ વિશેષ ગાયોને પાળવામાં આવી છે. ખાસ વાત તે છે કે પુન્ગનૂર ગાયનું અસ્તિત્વ વૈદિક કાળથી છે. મહર્ષિ વિશ્વામિત્ર સાથે પણ આ પુન્ગનૂર ગાયની પૌરાણિક ગાથા જોડાયેલી છે. વર્તમાન સમયમાં આ ગયોની સંખ્યા ખૂબ જ ઓછી છે, પરંતુ તે વિશ્વની સહુથી મોંઘી ગાયમાંની એક છે. 2.5 ફૂટની આ ગાયની કિંમત લાખોમાં હોય છે,

    પુન્ગનૂર ગાયના દૂધમાં સૌથી વધુ ફેટ

    આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં જોવા મળતી પુન્ગનૂર ગાય ખૂબ જ અનોખી છે. તેને ‘મધર ઓફ ઓલ કાઉઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુન્ગનૂર ગાય એક નાના કદની ગાય છે, પરંતુ તે ખૂબ જ મજબૂત અને રોગ પ્રતિરોધક હોય છે. આ ગાયોનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો વધુ માત્રામાં હોય છે. ખાસ વાત એ છે કે સામાન્ય ગાયના દૂધમાં માત્ર 3-4 ટકા ફેટ જ જોવા મળે છે, પરંતુ પુન્ગનૂર ગાયના દૂધમાં 8 ટકા સુધી ફેટ જોવા મળે છે.

    વડાપ્રધાન મોદી સાથે જોવા મળેલી પુન્ગનૂર જાતીની ગાય પૌરાણિક ઈતિહાસ ધરાવે છે. આ ગાયોનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે. આ ગાયનો ઉપયોગ હિંદુ ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો માટે પણ કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, પુન્ગનૂર ગાયની લોકપ્રિયતા વધી રહી છે. ચિત્તૂર જિલ્લાના પુન્ગનૂર ખાતે જોવા મળતી આ ગાયની ઓળખ સાથે પુન્ગનૂરનું નામ જોડવામાં આવ્યું છે. ભારતના અન્ય રાજ્યોમાં પણ પુન્ગનૂર ગાયને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ પરથી આવતી તસવીરોમાં પણ પુન્ગનૂર ગાય જોવા મળી રહી છે.

    - Advertisement -

    શહેરોના ઘરમાં પાળવા માટે બદલાવ

    આમ તો સામાન્ય પુન્ગનૂર ગાયની લંબાઈ 3થી 5 ફૂટ જેટલી હોય છે. પુન્ગનૂર ગાયનું મહત્તમ વજન 150 થી 200 કિલો સુધી હોઈ શકે છે. પુન્ગનૂરની પૂંછડી એટલી લાંબી હોય છે કે તે છેક જમીનને અડી જાય. થે જ પુંગનૂરના કાન બહાર અને પાછળની તરફ ઊભા રહે છે. તેમની કમરના ભાગમાં એક નાનો વળાંક પણ જોવા મળે છે.

    આંધ્રપ્રદેશના કાકીનાડાના વૈદ્ય કૃષ્ણમ રાજુએ 15 વર્ષ પહેલાં આ ગાયની નસલ સુધારવાનું કામ હાથમાં લીધું હતું. પોતાની મહેનત અને પ્રયત્નોથી તેમણે આ ગાયની લંબાઈ 2-3 ફૂટ સુધી સીમિત કરવામાં સફળતા મેળવી છે. એક મીડિયા રિપોર્ટમાં તેમણે દાવો કર્યો છે કે, પુન્ગનૂર ગાયને પહેલા બ્રહ્મા ગાય કહેવામાં આવતી હતી, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ધીરે ધીરે તેની ઉંચાઇ વધતી ગઇ.

    વૈદ્ય કૃષ્ણમ રાજુએ કહ્યું કે તેમણે ક્યાંકથી પુન્ગનૂર ગાયના સંવર્ધન માટે નંદીનું સિમન મેળવ્યું હતું. આ પછી ઘણા વર્ષો સુધી કૃત્રિમ ગર્ભાધાન દ્વારા 2 ફૂટ સુધીની ગાયો તૈયાર કરવામાં સફળતા મળી હતી. તેમણે કહ્યું કે આ ગાય રોજ 3 લીટર સુધી દૂધ આપી શકે છે. શહેરોમાં વધુમાં વધુ લોકો આ ગાયને પાળી શકે તે માટે આ નાનકડી ગાયની નસલ તૈયાર કરવામાં આવી છે. ડૉક્ટર કૃષ્ણમ રાજુ પુન્ગનૂર દ્વારા દેશના એ લોકોને ગૌપાલન શીખવી રહ્યા છે, જેઓ જગ્યા કે ઘાસચારાના અભાવે ગાયો પાળવા નથી માંગતા.

    આ ગાયની કિંમત પણ ચોંકાવનારી

    સામાન્ય ગાય કરતા પુન્ગનૂર ગાયની કિંમત ઘણી વધારે છે. તેની કિંમત ₹1 લાખથી લઈને ₹10લાખ સુધીની હોય છે. જો તેની તમે જોડી લેવા માંગતા હો, તો કિંમત થોડી વધારે હોઈ શકે છે. જો કે ડૉ.કૃષ્ણમ રાજુનો દાવો છે કે તેમણે પૈસા માટે એક પણ ગાય વેચી નથી, પરંતુ જે લોકોએ તેમની પાસેથી ગાય લીધી હતી તેમણે પોતાના સ્તરે સંવર્ધન કરીને તેને વેચી દીધી હશે. તેમણે અત્યાર સુધી આ ગાયો દરેકને મફતમાં આપી છે. તેમનો અંદાજ છે કે દેશમાં આવી ગાયોની સંખ્યા માત્ર 300-500 છે.

    આમ તો, 500 સુધીની સંખ્યા મિનિએચર પુન્ગનૂરની છે. જેની લંબાઈ ટૂંકી હોય છે. મૂળ પુન્ગનૂર, જેની લંબાઈ 3 થી 5 ફૂટ સુધીની છે, વર્ષ 2019 ના આંકડા અનુસાર, તેમની સંખ્યા 13 હજારથી થોડી વધારે છે.

    રાજુનો દાવો છે કે ઘણા વિદેશીઓએ તેમની પાસેથી આ ગાય ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે અત્યાર સુધી કોઇ વિદેશીને આ ગાય આપી નથી.

    આંધ્રપ્રદેશ સરકારે શરૂ કર્યું સંરક્ષણ

    આંધ્રપ્રદેશ સરકાર પણ પુન્ગનૂર ગાયને બચાવવા અને તેમની સંખ્યા વધારવા માટે કામ કરી રહી છે. રાજ્ય સરકારે મિશન પુન્ગનૂર શરૂ કર્યું છે, જે અંતર્ગત 5 વર્ષ માટે લગભગ 70 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. આ યોજના પર કડપ્પા જિલ્લામાં શ્રી વેંકટેશ્વર પશુચિકિત્સા વિશ્વવિદ્યાલય કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આશા છે કે આગામી સમયમાં જેમ જેમ પુન્ગનૂર ગાયની લોકપ્રિયતા વધશે, તેમ તેમ તેની સંખ્યામાં પણ વધારો થશે અને તે થોડા વર્ષોમાં બધા માટે સુલભ પણ થઈ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં