Friday, April 26, 2024
More
    હોમપેજદેશકેરળમાં પુત્ર અને પુત્રી સમાન નથી?: મૌલવીઓના દબાણ હેઠળ ડાબેરી સરકારે યોજના...

    કેરળમાં પુત્ર અને પુત્રી સમાન નથી?: મૌલવીઓના દબાણ હેઠળ ડાબેરી સરકારે યોજના બદલવી પડી, મુસ્લિમ સંગઠનોએ ટાંક્યું શરિયા કાનૂન

    હકીકતમાં, 'કુડુમ્બશ્રી યોજના' સાથે સંકળાયેલી મહિલાઓ દ્વારા લેવામાં આવેલા આ શપથના એક ભાગમાં કહ્યું હતું કે, "અમે અમારા પુત્ર અને પુત્રીઓને સંપત્તિમાં સમાન અધિકાર આપીશું."

    - Advertisement -

    કેરળ સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે ચલાવવામાં આવી રહેલી યોજના ‘કુડુમ્બશ્રી’ને લઈને વિવાદ થયો છે. હકીકતમાં, ‘કુડુમ્બશ્રી યોજના’ હેઠળ, સ્વયંસેવક સહાય જૂથે તેના સ્વયંસેવકોને પુત્ર અને પુત્રીઓને સમાન અધિકાર આપતા શપથ લેવા કહ્યું હતું. પરંતુ, મૌલવીઓએ આ શપથનો વિરોધ કરતા કહ્યું કે તે શરિયા (ઇસ્લામિક કાયદા) વિરુદ્ધ છે. આ પછી હવે રાજ્ય સરકારે આ શપથ પર પ્રતિબંધ મૂક્યો છે.

    મીડિયા અહેવાલો અનુસાર, કેરળના મુસ્લિમોના સંગઠન સમસ્ત કેરળ જામ-ઇયુતુલ કુતબા સમિતિએ ‘કુડુમ્બશ્રી યોજના’ હેઠળ કામ કરતી મહિલાઓના શપથ લેવાનો વિરોધ કરતા કહ્યું છે કે “તે શરિયા (ઇસ્લામિક કાયદા) વિરુદ્ધ છે.” ઉપરાંત, મૌલવીઓનું કહેવું છે કે આ શપથ દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં મદદ કરી રહી હતી.

    હકીકતમાં, ‘કુડુમ્બશ્રી યોજના’ સાથે સંકળાયેલી મહિલાઓ દ્વારા લેવામાં આવેલા શપથના એક ભાગમાં કહ્યું હતું કે, “અમે અમારા પુત્ર અને પુત્રીઓને સંપત્તિમાં સમાન અધિકાર આપીશું.” શપથના આ ભાગને લઈને ‘સમસ્થ કેરળ જામ-ઈયુતુલ કુતબા કમિટિ’એ કહ્યું છે કે ‘કુડુમ્બશ્રી યોજના’ સાથે જોડાયેલી મહિલાઓએ આ શપથ ન લેવા જોઈએ.

    - Advertisement -

    મુસ્લિમ સંગઠન સમસ્ત કેરળ જામ-ઈયુતુલ કુતબા કમિટીના નેતા નઝર ફૈઝી કુડથાઈએ ફેસબુક પર વિરોધ કરતી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે, “આ શપથ બંધારણની વિરુદ્ધ છે. કુરાન અનુસાર, એક પુરૂષ પાસે બે સ્ત્રીઓ સાથે મિલકતમાં સમાન હિસ્સો છે અને સ્ત્રીને પિતાની મિલકતમાંથી પુરૂષને મળેલી મિલકતનો અડધો ભાગ જ આપવામાં આવે છે.”

    ફૈઝીએ એમ પણ કહ્યું, “લિંગ સમાનતાના નામે સરકાર ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં દખલ કરી રહી છે. આવા પગલાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના કેન્દ્રના પગલામાં મદદ કરશે.” ફૈઝી કુદથાઈના આ નિવેદન બાદ જમાત-એ-ઈસ્લામી સહિત અન્ય ઘણા મુસ્લિમ સંગઠનોએ પણ તેમનું સમર્થન કર્યું છે.

    “અમને શપથ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે થોડા સમય પછી બીજી શપથ ઉપલબ્ધ કરાવવામાં આવશે,” કુડુમ્બશ્રી મિશનના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

    જો કે આ મામલે વિરોધ પક્ષોએ કેરળ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું, “સરકારે કટ્ટરવાદી શક્તિઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સબરીમાલા ચળવળને પગલે સરકાર દ્વારા રચાયેલ પુનરુત્થાન ચળવળ અને માનવ સાંકળ ક્યાં છે? હજારો શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે બે મહિલા કાર્યકરોને મંદિરમાં પ્રવેશવામાં પણ મદદ કરી હતી. આ વખતે તાકાત કેમ ઓછી પડે છે?” ભાજપ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં ગણવેશ દાખલ કરવાનું સરકારનું પગલું પણ આ દળોના રોષથી ડરીને પાછું ખેંચવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં