Monday, April 29, 2024
More
    હોમપેજદેશકેરળ: કોચીની CUSAT યુનિવર્સિટીના કોન્સર્ટ દરમિયાન મચી નાસભાગ, 4નાં મોત, 60ને ઈજા;...

    કેરળ: કોચીની CUSAT યુનિવર્સિટીના કોન્સર્ટ દરમિયાન મચી નાસભાગ, 4નાં મોત, 60ને ઈજા; પોલીસે જણાવ્યું શું બન્યું હતું

    કોન્સર્ટ માટે પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને તેના આધારે જ પ્રવેશ આપવામાં આવતો હતો. સાંજે 5:30 વાગ્યે ગેટ ખુલ્યા હતા અને 7:30 વાગ્યે બંધ થવાના હતા. પરંતુ 7 વાગ્યે અચાનક ભારે વરસાદ શરૂ થઈ જવાથી જેઓ બહાર હતા તેઓ પણ ઓડિટોરિયમમાં જવા માટે ભાગવા માંડ્યા હતા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ.

    - Advertisement -

    કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે (25 નવેમ્બર) એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ મચી જવાના કારણે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 60થી વધુને ઈજા પહોંચી હતી. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો બીજી તરફ પોલીસે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

    ઘટના CUSAT (કોચિન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) કેમ્પસમાં બની હતી. અહીં ત્રણ દિવસ માટે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે અહીં પ્લેબેક સિંગર નિકિતા ગાંધીની કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. દરમ્યાન, કોન્સર્ટ શરૂ થવા પહેલાં અચાનક વરસાદ પડતાં નાસભાગ મચી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

    2500 વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હાજર હતા

    આ કોન્સર્ટ માટે પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને તેના આધારે જ પ્રવેશ આપવામાં આવતો હતો. સાંજે 5:30 વાગ્યે ગેટ ખુલ્યા હતા અને 7:30 વાગ્યે બંધ થવાના હતા. પરંતુ 7 વાગ્યે અચાનક ભારે વરસાદ શરૂ થઈ જવાથી જેઓ બહાર હતા તેઓ પણ ઓડિટોરિયમમાં જવા માટે ભાગવા માંડ્યા હતા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ. આમાં એવા લોકો પણ આવી ગયા જેમની પાસે પાસ ન હતા અને બહારથી ઇવેન્ટ જોવા માટે આવ્યા હતા. 

    - Advertisement -

    યુનિવર્સિટીના VCના જણાવ્યા અનુસાર, ઇવેન્ટમાં સંસ્થાના લગભગ 2500 વિદ્યાર્થીઓ હાજર હતા. તે સિવાય સ્થાનિકો અને આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તેમણે કહ્યું કે, કાર્યક્રમને લઈને યુનિવર્સિટીએ પોલીસને જાણ કરી હતી પરંતુ કોચીમાં જવાહરલાલ નહેરુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઈન્ડિયન સુપર લીગની મેચ હોવાના કારણે મોટાભાગની પોલીસફોર્સ ત્યાં વ્યસ્ત હતી. 

    એક જ એન્ટ્રી-એક્સિટ પોઈન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટનો પણ અભાવ

    પ્રાથમિક અનુમાન એવું છે કે, ઓડિટોરિયમમાં એક જ એન્ટ્રી-એક્સિટ પોઈન્ટ હોવાના કારણે નાસભાગ મચી ગઈ હતી. એકસાથે ઘણા લોકોએ એક જ ગેટથી અંદર ઘૂસવાના પ્રયાસ કર્યા અને તેમાં ઘણાને ઈજા પહોંચી હતી. બીજી તરફ, જાણવા મળ્યું છે કે ક્રાઉડ મેનેજમેન્ટ કોલેજના જ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું, જેમણે કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પોલીસ અધિકારીઓ કે સુરક્ષાકર્મીઓ ત્યાં હાજર હતા કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

    પોલીસે શું કહ્યું?

    આ મામલે કેરળના ADGP અજીતકુમારે જણાવ્યું કે, “સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ દ્વારા એક કોલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રિતોને કાળી ટીશર્ટ પહેરીને આવવા માટે કહેવામાં આવ્યું હતું….અચાનક વરસાદના કારણે લોકોએ અંદર જવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે અમુક લોકો દાદર પર પડી ગયા અને લોકો તેમની ઉપરથી ચાલી ગયા…ચાર વ્યક્તિઓને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તે સિવાય અન્ય 46 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં