Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે હિંદુ દુકાનદાર સાથે 'હનુમાન ચાલીસા' વગાડવા બદલ થઈ હતી મારપીટ, હવે...

    જે હિંદુ દુકાનદાર સાથે ‘હનુમાન ચાલીસા’ વગાડવા બદલ થઈ હતી મારપીટ, હવે કર્ણાટક પોલીસે તેમની સામે જ નોંધી FIR

    આરોપીની અમ્મી મહજ બિને 18 માર્ચના રોજ પીડિત મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે, મુકેશે તેના દીકરા સુલેમાન અને તેના મિત્રો પર મસ્જિદમાં નમાજના સમયે મોટા અવાજે 'સંગીત' વગાડવાને લઈને પૂછપરછ દરમિયાન હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    કર્ણાટકમાં એક હિંદુ દુકાનદાર સાથે ‘હનુમાન ચાલીસા’ વગાડવા પર મારપીટ કરવામાં આવી હતી. તે કેસમાં હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કર્ણાટક પોલીસે દુકાનદાર મુકેશ વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલે આરોપી સુલેમાનની અમ્મી મહજબિનની ફરિયાદના આધારે કર્ણાટક પોલીસે 27 માર્ચના રોજ મુકેશ વિરુદ્ધ હાલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે.

    રિપોર્ટ્સ અનુસાર, મહજબિને 18 માર્ચના રોજ પીડિત મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે, મુકેશે તેના દીકરા સુલેમાન અને તેના મિત્રો પર મસ્જિદમાં નમાજના સમયે મોટા અવાજે ‘સંગીત’ વગાડવાને લઈને પૂછપરછ દરમિયાન હુમલો કરી દીધો હતો. આ ફરિયાદના આધારે પોલીસે નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ દાખલ કર્યો હતો અને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ કોર્ટના નિર્દેશના આધારે મુકેશ વિરુદ્ધ 27 માર્ચ, 2024ના રોજ FIR નોંધવામાં આવી હતી.

    ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ, FIRમાં જણાવાયું છે કે, સુલેમાન અને તેના મિત્રોએ મોટા અવાજ પર સંગીતને લઈને મુકેશની પૂછપરછ કરી હતી. કારણ કે, તેનાથી રમઝાનની નમાજ પઢી રહેલા 3000 લોકોને અસર થઈ રહી હતી. જે બાદ ફરિયાદમાં એવું કહેવાયું છે કે, દુકાનદાર મુકેશે સુલેમાન અને તેના મિત્રો સાથે મારપીટ કરી હતી અને અપશબ્દો કહ્યા હતા. જોકે, હાલાસુરુ ગેટ પોલીસે જણાવ્યું છે કે, મુકેશને પૂછપરછ માટે હજુ સુધી બોલાવવામાં આવ્યો નથી.

    - Advertisement -

    મુકેશ વિરુદ્ધ IPCની કલમ, 223 (ઈજા પહોંચાડવી), કલમ 504 (શાંતિભંગના હેતુથી ઈરાદાપૂર્વક અપમાન કરવું) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસ વિશે અપડેટ શેર કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, સુલેમાન, શાહનવાઝ, રોહિત, દાનિશ, તરુણા અને અન્ય આરોપીઓને થોડા દિવસો પહેલાં જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

    વાયરલ વિડીયોથી સામે આવી હતી ઘટના

    આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી, જ્યારે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બદમાશોનું એક ટોળું સિદ્દનાગલીમાં એક હિંદુ દુકાનદાર સાથે મારપીટ કરતું જોવા મળ્યું હતું. પીડિત મુકેશે બાદમાં ખુલાસો કર્યો હતો કે, આરોપીઓએ ‘હનુમાન ચાલીસા’ વગાડવાને લઈને તેમના પર હુમલો ર્ક્યો હતો. જોકે, પોલીસે સતત એવું કહ્યું હતું કે, આ મામલે કોઈ કોમ્યુનલ એન્ગલ નથી. 17 માર્ચના રોજ તેમણે આ મામલે FIR દાખલ કરી હતી.

    ઘટના બાદ ભાજપના નેતાઓએ આ મામલે સખત કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હમલાવરોના નમાજના સમયના દાવાને લઈને મુકેશે જણાવ્યું હતું કે, તેમણે તે લોકોને સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા કે, અજાનને હજુ વાર છે. પરંતુ તે લોકોએ તેની વાત માની નહીં અને મુકેશનું ગળું પડકી લીધું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પ્રતિકાર માટે દુકાનની બહાર નીકળ્યા તો આરોપીઓને તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને ચાકુથી મારવાની ધમકી પણ આપી હતી.

    રાજ્યમાં કોંગ્રેસ સરકારની ટીકા કરતાં, ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર હેઠળ ઈરાદાપૂર્વક આ રીતે FIR નોંધવામાં આવી હતી કે, તેનાથી મુખ્ય મુદ્દો જ દૂર થઈ જતો હતો. તેમણે કહ્યું કે, જો લોકોએ આ મામલે હસ્તક્ષેપ ના કર્યો હોત તો હનુમાન ચાલીસાનો એન્ગલ FIRમાં સામેલ થયો ના હોત, જેનાથી તે માત્ર એક ડમી FIR બની હોત. જે બાદ 19 માર્ચના રોજ ઘણા ભાજપ નેતાઓ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પીડિત મુકેશ સાથે એકતા વ્યક્ત કરવા માટે સેન્ટ્રલ બેંગ્લોરના નાગરથપેટે વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાક્રમ બાદ જ આરોપી સુલેમાનની અમ્મીએ હિંદુ દુકાનદાર પર હુમલો કરવાનો આરોપ લગાવતી વળતી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે જ કર્ણાટક પોલીસે FIR નોંધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં