Monday, April 29, 2024
More
    હોમપેજદેશજેમણે શોધેલી શિલાથી બની હતી રામલલાની પ્રતિમા, તેમને ફટકારાયો હતો ₹80,000નો દંડ:...

    જેમણે શોધેલી શિલાથી બની હતી રામલલાની પ્રતિમા, તેમને ફટકારાયો હતો ₹80,000નો દંડ: જાણ થતાં જ હિંદુઓએ 4 ગણો ફાળો એકત્ર કરી દીધો, ભાજપ MP પણ મદદે આવ્યા

    રામદાસ નામના દલિત ખેડૂતે શ્રીનિવાસ નટરાજનને પોતાના ખેતરમાંથી મોટી-મોટી પાષાણ શિલા હટાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ પાષણ શિલાને ત્રણ ભાગમાં તોડવામાં આવી હતી અને તે ત્રણ પૈકી એક ટુકડાને શિલ્પકાર અરુણ યોગીરાજે ભગવાનનો વિગ્રહ બનાવવા માટે પસંદ કર્યો હતો.

    - Advertisement -

    અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલી ભગવાનની અદ્ભુત પ્રતિમા પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. પરંતુ આ વિગ્રહનિર્માણ માટે શિલા શોધનાર શ્રીનિવાસ નટરાજન પર સંકટનાં વાદળ ઘેરાયાં હતાં. રામલલાની મૂર્તિ માટે શિલા શોધનાર કર્ણાટકના શ્રીનિવાસ નટરાજન પર ₹80,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની ભરપાઈ કરવા માટે તેમણે પત્નીનાં ઘરેણાં ગીરવી મૂકવાં પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ જેવા આ સમાચાર સામે આવ્યા કે હિંદુ સમાજ અને ભાજપના સાંસદ તેમની વ્હારે આવ્યા અને દંડ કરતાં ચાર ગણો ફાળો એકત્ર કરી નાખ્યો હતો.

    શ્રીનિવાસ નટરાજન એક સ્થાનિક ખાણમાં કોન્ટ્રાક્ટર છે અને રામદાસ નામના ખેડૂતે તેમને પોતાના ખેતરમાંથી મોટી-મોટી પાષાણ શિલા હટાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ પાષણ શિલાને ત્રણ ભાગમાં તોડવામાં આવી હતી અને તે ત્રણ પૈકી એક ટુકડાને શિલ્પકાર અરુણ યોગીરાજે ભગવાનનો વિગ્રહ બનાવવા માટે પસંદ કર્યો હતો. જોકે શ્રીનિવાસ નટરાજન આ શિલા અરુણ યોગીરાજને સોંપે તે પહેલાં જ કોઈએ બાતમી આપીને ખાણ-ખનિજ વિભાગને તેની ફરિયાદ કરી દીધી હતી.

    પ્રશાસને ફટકારેલો દંડ ભરવા પત્નીનાં ઘરેણાં ગિરવી મૂક્યાં

    પ્રશાસને શ્રીનિવાસ નટરાજન પર ગેરકાયદેસર ખનન કરવાના આરોપ લગાવીને તેમની ઉપર ₹80,000નો દંડ ફટકાર્યો હતો. નટરાજન પાસે એટલા રૂપિયા જ નહતા કે તેઓ આ દંડની રકમ ભરપાઈ કરી શકે. કાયદાકીય આંટીઘૂંટીથી બચવા તેમણે મજબુર થઈને પોતાની પત્નીનાં ઘરેણાં ગિરવી મૂકવાં પડ્યાં. ઘરેણા ગિરવી મૂકીને ઉધાર લઈને નટરાજન શ્રીનિવાસે પ્રશાસને ફટકારેલો દંડ ભરપાઈ કર્યો. તેમણે કહ્યું કે, તેમણે માત્ર શિલાને સાફ કરી હતી અને તેમ છતાં પ્રશાસને તેમના પર ગેરકાયદેસર ખનનનો આરોપ લગાવીને દંડ ફટકારી દીધો.

    - Advertisement -

    ઘટનાની માહિતી મળતાં જ અનેક લોકોએ મદદ કરી, 4 ગણો ફાળો મળ્યો

    ઉલ્લેખનીય છે કે નટરાજન સાથે બનેલી ઘટનાની જાણ થતાં જ અનેક હિંદુઓ તેમની મદદે દોડી આવ્યા હતા. ભાજપના એક સાંસદ સહિત અનેક લોકોએ નાણાકીય મદદ માટે ફાળો આપતાં તેમને દંડ કરતાં 4 ગણી વધારે રકમ મળી છે. ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાએ પણ 80,000ની મદદ કરવાની ઘોષણા કરી છે. આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ ભાજપ સાંસદ પ્રતાપ સિમ્હાનો સંપર્ક કર્યો હતો.

    BJP સાંસદે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “દંડ ફટકારવાની માહિતી મળ્યા બાદ અનેક લોકોએ કોન્ટ્રાક્ટર શ્રીનિવાસ નટરાજનની મદદ કરી છે. અત્યાર સુધીમાં લગભગ ₹4થી 5 લાખ ભેગા થઇ ચૂક્યા છે. કન્નડ ભાષા માટે કામ કરી રહેલી એક સંથાએ પણ તેમને બિરદાવ્યા છે. લોકોએ આપેલા નાણાંથી તેમના નુકસાનની ભરપાઈ થઇ ગઈ છે.”

    ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાએ વધુમાં જણવ્યું કે, “રામલલાની મૂર્તિ માટે શિલા શોધનાર શ્રીનિવાસ નટરાજન પર તંત્રે ₹80,000નો દંડ ફટકાર્યો હોવાની જાણ થતાં જ લોકો તેમની મદદ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ તેમને ₹80,000ની મદદ કરવાની છે અને આગામી એક-બે દિવસમાં તેમને તેમની રકમ પહોંચાડી દેવામાં આવશે.” અત્યાર સુધીમાં હિંદુઓ અને ભાજપ દ્વારા કરવામાં આવેલી સહાયતાથી શ્રીનિવાસ નટરાજને ભરેલા ₹80,000 કરતાં ચાર ગણી વધુ મદદ તેમને મળી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં