Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડના CM સોરેનના નજીકના IAS અને તેમના અંગત લોકોને ત્યાં EDના દરોડા;...

  ઝારખંડના CM સોરેનના નજીકના IAS અને તેમના અંગત લોકોને ત્યાં EDના દરોડા; 25 કરોડ રોકડા મળી આવ્યા સસરાની ધરપકડ

  ઝારખંડના એક ઉચ્ચ અધિકારીના ઘેર અને અન્ય સ્થાનોએ EDએ દરોડા પાડતા કરોડોની બેહિસાબી રકમ હાથમાં આવી છે અને કહેવાય છે કે આ અધિકારીના સંપર્ક હજી પણ ઉપર સુધી છે.

  - Advertisement -
  IAS પૂજા તેના પતિ સાથે અને હેમંત સોરેન, તસ્વીર સાભાર Opindia Hindi

  ઝારખંડના મુખ્યમંત્રીના ખાસ તેમજ ખાણ ખનીજ તથા ભૂવિજ્ઞાન વિભાગના સચિવ અને ઝારખંડ રાજ્ય ખનીજ નિગમ લીમીટેડના પ્રબંધ નિદેશક IAS પૂજા સિંઘલ ઝા અને તેમના લગભગ 20 જેટલાં અંગત લોકોના ત્યાં ED એ દરોડા પાડયા હતા.

  આ દરોડામાં એજેન્સીને લગભગ 25 કરોડ મળ્યા હતાં, પૈસા ગણવા મશીન મંગાવવું પડ્યું હતું. સમાચાર એ પણ છે કે પુજાના ઘરેથી 25 કરોડ રોકડા ઝડપાયા છે. તો બીજી તરફ અન્ય મીડિયા રીપોર્ટ મુજબ પુજાના CA ના ત્યાંથી પણ 17 કરોડ રૂપિયા રોકડા જપ્ત થયા હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, સાથેજ સોરેન ના અંગત ગણાતા કારોબારી અમિત અગ્રવાલના ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

  સસરા કામેશ્વર ઝાની ધરપકડ

  - Advertisement -

  આ ઉપરાંત IAS અધિકારી પુજાના પતિ અભિષેક ઝા અને સસરા ના બિહાર સ્થિત મુજફ્ફરપુર અને મધુબનીના ઠેકાણાઓ પર પણ દરોડા પડ્યા હતા. મળતી માહિતી મુજબ ઝારખંડ કેડરની આ IAS અધિકારીના સસરા કામેશ્વર ઝાની મધુબની સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરાઈ છે, ઝા પહેલા દરભંગાના જનસંપર્ક વિભાગના અધિકારી રહી ચુક્યા છે, અને પૂજાનાં બીજા પતિ અભિષેકના પિતા છે.

  પતિ અભિષેક ઝા ના ઠેકાણાઓ પર પણ દરોડા

  પ્રવર્તન નીદેશાલય (ED)ની ટીમે એક સાથે ઝારખંડના રાંચી, ધનબાદ,ખુંટી,જયપુર,ફરીદાબાદ,ગુરુગ્રામ, કલકત્તા, મુજફ્ફરપુર, દરભંગા, મધુબની, અને દિલ્હી NCRમાં દરોડા પડ્યા છે. પૂજા સિંઘલે IAS પતિ રાહુલ પુરવાર સાથે છુટાછેડા બાદ કારોબારી અભિષેક ઝા સાથે લગ્ન કર્યા છે. ED એ અભિષેક ઝા ના રાંચી સ્થિત કાંકે રોડના ચાંદની ચોક્માવેલા પંચવટી રેસીડેન્સી, લાલપુરના હરિઓમ ટાવર સ્થિત નવી બિલ્ડીંગ અને બરીયાતુના પલ્સ હોસ્પીટલમાં પણ દરોડા પડયા હતા.

  ED એ મનરેગા ભ્રષ્ટાચારના સંબંધિત એક મામલામાં આ દરોડા પડયા હતા,ED એ ઝારખંડ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ઝારખંડના ખુંટી જીલ્લામાં મનરેગામાં 18.06 કરોડનો ભ્રષ્ટાચાર થયો તે સમયે ત્યાંના ડેપ્યુટી કમિશ્નર પૂજા સિંઘલ હતા. આ જ મામલે ત્યાના જુનીયર એન્જીનીયર રામ વિનોદ પ્રસાદ સિન્હાની પહેલાજ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેણે ED ને જાણકારી આપી હતી કે ભ્રષ્ટાચારમાં કમીશનની રકમ ડેપ્યુટી કમિશ્નર કચેરી સુધી પહોંચતી હતી.

  અહીને નોંધનીય છે કે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ સલાહકાર રાજીવ કુમારે પૂજા સિંઘલના વિરુદ્ધમાં આવક કરતા વધુની સંપત્તિને લઈને EDને ફરિયાદ પણ સોંપી હતી. ફેબ્રુઆરી 2022મા મોકલેલી પોતાની ફરિયાદમાં રાજીવે આરોપ લગાવ્યા હતા કે પૂજા પોતાની મન મરજીથી રેતી ખનનના કોન્ટ્રાકટ પોતાના પસંદના કોન્ટ્રાકટરને આપતી રહી છે.

  જયારે CM પાસે પૂજાની હાજરીમાં ફરિયાદીએ લાંચ લેવામાં જણાવ્યું પૂજાનું નામ

  પૂજા સિંઘલ પર અવારનવાર લાંચખોરીના આરોપો લગતા રહ્યા છે. એક વાર તો તેની સામેજ એક વ્યક્તિએ તેનું નામ લઇ લીધું હતું. સોરેન પહેલા રાજ્યમાં રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી, તે સમયે રઘુવર દાસ સુચના ભવનમાં જનસંવાદનું આયોજન કરીને સામાન્ય લોકોને મળી રહ્યા હતા, તે દરમ્યાન ધનબાદનો એક વ્યક્તિ તેમને મળવા આવ્યો હતો.

  ધનબાદથી આવેલા તે વ્યક્તિએ રઘુવર દાસને જણાવ્યું કે “ધનબાદ માર્કેટિંગ બોર્ડમાં તેની દુકાન છે, અને ત્યાનો અધિકારી તેની પાસે પૈસા માંગે છે. તે અધિકારી કહે છે કે રાંચીમાં કોઈ મેડમ છે પૂજા સિંઘલ, તેમની પાસે પણ પૈસા પહોંચાડવા પડે છે.” ફરિયાદી જયારે આ કહી રહ્યો હતો ત્યારે પૂજા સિંઘલ રઘુવર દસ સાથે ત્યાજ હાજર હતી. ફરિયાદીના મોઢે પોતાનું નામ સાંભળીને તે હેબતાઈ ગઈ હતી, અને શરમજનક પરિસ્થિતિમાં મૂકી ગઈ હતી, પૂજા તે સમયે કૃષિ સચિવ હતી.

  પૂજા સિંઘલપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

  પૂજા સિંઘલ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો છે, તેના પર રાજ્યના ચતરા, ખુંટી, અને પલામુ જીલ્લામાં ડેપ્યુટી કમિશ્નર રહેવા દરમ્યાન નાણાકીય અનિયમિતતાના આરોપો લાગેલા છે. ખુન્ટીમાં મનરેગા યોજનામાં 18.06કરોડનો ભ્રષ્ટાચાર થયો ત્યારે પણ ત્યાં પૂજા ઉપાયુક્ત હતી. તો બીજી તરફ ચતરામાં પણ ઓગસ્ટ 2007 થી 2008 દરમ્યાન પૂજા સિંઘલની નિયુક્તિ બાદ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ છે.

  પલામુમાં ઉપાયુક્ત રહેવા દરમ્યાન પૂજાએ લગભગ 83 એકર જમીન એક ખાનગી કંપનીને ખાનન કરવા ટ્રાન્સફર કરી દીધી હતી. પૂજા સિંઘલ ઉપર મુખ્યમંત્રી હેમંત સોરેન, તેના ભાઈ અને નજીકના લોકોને કોડીઓના ભાવમાં ખાણ ખનન માટે આપવાના આરોપ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં