Friday, May 10, 2024
More
    હોમપેજદેશ'કાર્યક્રમ વોટબેન્ક માટે, ભગવાન રામજીના..': JDUના નેતાનું વાક્ય પૂર્ણ થતાં પહેલાં જ...

    ‘કાર્યક્રમ વોટબેન્ક માટે, ભગવાન રામજીના..’: JDUના નેતાનું વાક્ય પૂર્ણ થતાં પહેલાં જ ધડામ દઈને તૂટી પડ્યો મંચ, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર ઉઠાવી રહ્યા હતા સવાલ

    બિહારના ગયા જિલ્લામાં સ્વતંત્રતા સેનાની અબ્દુલ કયુમ અન્સારીની પુણ્યતિથિનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં JDUના નેતાઓ પણ સામેલ થયા હતા. કાર્યક્રમ દરમિયાન એક નેતા પોતાનું ભાષણ આપી રહ્યા હતા. જેમાં આ ઘટના બની.

    - Advertisement -

    અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. કરોડો રામભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. રામભક્તોના આ ઉત્સાહ વચ્ચે વિપક્ષી નેતાઓના વિવાદિત નિવેદનો અને ટીકાઓ પણ સામે આવી રહ્યાં છે. તે જ અનુક્રમે બિહારના ગયા જિલ્લામાં સ્વતંત્રતા સેનાનીની પુણ્યતિથિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં JDUના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન એક નેતા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ટીકા કરે છે, જેવું જ તેઓ ટિપ્પણી કરવા માટે ભગવાન રામનું નામ લે છે કે મંચ તૂટી પડે છે. બધા નેતાઓ નીચે પડી જાય છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    બિહારના ગયા જિલ્લામાં સ્વતંત્રતા સેનાની અબ્દુલ કયુમ અન્સારીની પુણ્યતિથિનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં JDUના નેતાઓ પણ સામેલ થયા હતા. કાર્યક્રમ દરમિયાન એક નેતા પોતાનું ભાષણ આપી રહ્યા હતા. ભાષણની શરૂઆતમાં જ નેતાએ રામ મંદિરને લઈને ભાજપ સરકાર અને પાર્ટી પર નિશાન સાધ્યું હતું. જેવુ તેમણે ટીકા કરતાં કહ્યું કે, “ભગવાન રામજીના..” તેવો જ એકાકેક મંચ તૂટી પડ્યો અને બધા નેતા જમીન પર પડ્યા. જે બાદ અમુક નેતાઓ ઘાયલ પણ થયા હોવાનું સામે આવ્યું છે. મંચ પર પૂર્વ રાજ્યસભા સાંસદ અને JDUના મોટા નેતા ડૉ. અલી અનવર અન્સારી પણ બેઠા હતા. મંચ તૂટી પડવાથી તેમને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

    નેતાએ રામ મંદિર પર કરી ટીકા, તૂટી પડ્યો મંચ

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર ઘટના બિહારના ઉત્તરી વિસ્તારના ગયા જિલ્લામાં સ્થિત ડિહુરી ગામની છે. અહીં ગુરુવારે (18 જાન્યુઆરી) સ્વતંત્રતા સેનાની અબ્દુલ કયુમ અન્સારીની પુણ્યતિથિ પર શોકસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકર્મમાં JDUના નેતાઓ પણ ઉપસ્થિત હતા. મંચ પર ડૉ. અલી અનવર અન્સારી, ધારાસભ્ય અજય યાદવ સહિતના અન્ય સ્થાનિક નેતાઓ પણ હાજર હતા.

    - Advertisement -

    કાર્યક્રમ દરમિયાન ઘણા સ્થાનિક નેતાઓએ શોકસભાને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એ જ અનુક્રમે JDUના પ્રખંડ પ્રવક્તા રામદેવ કેવટને મંચ પર બોલાવવામાં આવ્યા અને કાર્યક્રમ અનુરૂપ તેમને ભાષણ આપવાનું કહેવામાં આવ્યું. કેવટે ભાષણમાં રામ મંદિરના મુદ્દે ટીકા કરવાની શરૂ કરી. તેમણે પ્રશ્ન કર્યો કે, “રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કેમ? આ વોટબેન્ક માટે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જો એવું નથી તો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન રામજીના જન્મદિવસ..” કેવટ હજુ વાક્ય પૂર્ણ ના કરી શક્યા એ પહેલાં જ મંચ તૂટી પડ્યો.

    જોકે, મંચ તૂટયા બાદ તાત્કાલિક ધોરણે બીજા મંચની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કાર્યક્રમને ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ધારાસભ્યએ મુસ્લિમોને આગ્રહ કર્યો કે, જે દિવસે તેઓ મત આપવા જાય તે દિવસે તેઓ પોતાને સાચા મુસલમાન સમજે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં