Sunday, October 6, 2024
More
    હોમપેજદેશLOC પાર કરીને ઉરીમાં પ્રવેશવા મથતા હતા ત્રણ આતંકવાદીઓ, સેનાએ ઠાર કર્યા:...

    LOC પાર કરીને ઉરીમાં પ્રવેશવા મથતા હતા ત્રણ આતંકવાદીઓ, સેનાએ ઠાર કર્યા: અનંતનાગમાં સતત ચોથા દિવસે ઓપરેશન ચાલુ

    આ અથડામણમાં ભારતીય સેનાએ એક બાદ એક ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાંથી 2 આતંકવાદીઓની લાશ સેના દ્વારા મેળવી લેવામાં આવી છે, જ્યારે ત્રીજા આતંકવાદીની લાશ પાકિસ્તાન પોસ્ટ તરફથી સતત ચાલી રહેલા ફાયરિંગના કારણે હજુ સુધી રિકવર કરી શકાઈ નથી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર આજે ચોથા દિવસે પણ ચાલુ છે. આ એનકાઉન્ટર દરમિયાન ભારતીય સેનાના 4 બહાદુર યોદ્ધાઓ વીરગતિ પામ્યા છે. અનંતનાગ એન્કાઉન્ટર વચ્ચે સેનાને બારામુલાના ઉરી સેક્ટરમાં મોટી સફળતા મળી છે. LOC ક્રોસ કરીને પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહેલા 3 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે.

    મળતી માહિતી અનુસાર, શનિવારે (16 સ્પ્ટેમ્બર, 2023) સવારે 9 વાગ્યાના આરસમાં સેનાને બારામુલા ખાતે LOC પાસે સંદિગ્ધ આતંકવાદીઓની ગતિવિધિઓ વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ તરત જ ભારતીય સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસે ઓપરેશન શરૂ કરી દીધું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો અને બીજી તરફ પાકિસ્તાની ચેકપોસ્ટ તરફથી પણ ફાયરિંગ કરીને આતંકવાદીઓને કવર આપવામાં આવી રહ્યું હતું.

    આ અથડામણમાં ભારતીય સેનાએ એક બાદ એમ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાંથી 2 આતંકવાદીઓની લાશ સેના દ્વારા મેળવી લેવામાં આવી છે, જ્યારે ત્રીજા આતંકવાદીની લાશ પાકિસ્તાન પોસ્ટ તરફથી સતત ચાલી રહેલા ફાયરિંગના કારણે હજુ સુધી રિકવર કરવામાં આવી નથી. બારામુલામાં હજુ પણ સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સાથે જ ત્રીજા આતંકવાદીની લાશનો કબજો મેળવવાના પ્રયત્નો હાલ ચાલુ છે.

    - Advertisement -

    સેનાને બારામુલામાં મોટી સફળતા મળવા બાબતે અને સુરક્ષા દળોએ LOC ક્રોસ કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાની માહિતી ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા આપવામાં આવી હતી. ચિનાર કોર્પ્સના આધિકારિક X (પહેલાંનું ટ્વિટર) પર માહિતી આપતાં લખવામાં આવ્યું હતું કે, “અહીં 3 આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ સંયુક્ત ઓપરેશન ચલાવીને તેમને ઘેરી લીધા હતા. 3 પૈકીના 2 આતંકવાદીઓને ત્યાં જ ઠાર મારવામાં આવ્યા હતા, જયારે 3જો આતંકવાદી પણ મોતને ભેટ્યો છે. પાકિસ્તાન તરફથી સતત ગોળીબારના કારણે તેનો મૃતદેહ કબજે નથી કરી શકાયો.

    તો બીજી તરફ ઘાટીના અનંતનાગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી સતત અથડામણ ચાલુ છે. ગત 12 સપ્ટેમ્બર 2023ના રોજ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જે બાદ સતત બીજા દિવસે ચાલેલા ઓપરેશન દરમિયાન દરમિયાન થયેલા એનકાઉન્ટરમાં 19 રાષ્ટ્રીય રાયફલના કમાન્ડિંગ ઓફિસર મનપ્રીતસિંઘ, મેજર આશિષ ધૌંચક અને જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ વીરગતિ પામ્યા હતા. આ ઓપરેશનમાં અન્ય એક જવાન ઘાયલ અવસ્થામાં ગાયબ થઇ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે ગાયબ જવાનનો મૃતદેહ મળી આવતાં બલિદાનીઓનો આંકડો 4એ પહોંચો હતો.

    હાલ સંપૂર્ણ ખીણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરી દેવામાં આવ્યું છે. હાલ આતંકવાદીઓને પકડવા માટે ચાલી રહેલા ઓપરેશનનું નેતૃત્વ ચિનાર કોર્પ્સના જનરલ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ અને વિક્ટર ફોર્સ યુનિટના GOC મેજર જનરલ બલબીરસિંઘ કરી રહ્યા છે. સેના જલદીથી જ આતંકવાદીઓને શોધી કાઢીને ઠાર કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં