Thursday, May 9, 2024
More
    હોમપેજદેશPM મોદીને સનાતનનો સાથ યથાવત: મહાવીર જયંતિ પર 'જૈન સમાજ, મોદી કા...

    PM મોદીને સનાતનનો સાથ યથાવત: મહાવીર જયંતિ પર ‘જૈન સમાજ, મોદી કા પરિવાર’ના ગૂંજ્યા નારા, મુનિઓએ આપ્યા ‘વિજયી ભવ’ના આશીર્વાદ

    PM મોદીએ જૈન સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે, “આજે દેશની નવી પેઢીએ માન્યું છે કે આપણી ઓળખ એ જ આપણું સ્વાભિમાન છે. જ્યારે રાષ્ટ્રમાં આ સ્વાભિમાનનો ભાવ જાગે છે, ત્યારે તેને રોકવો અશક્ય બની જાય છે. ભારતની પ્રગતિ તેનો પુરાવો છે."

    - Advertisement -

    દેશભરમાં 21 એપ્રિલે ભગવાન મહાવીરની જયંતિ ઉજવવામાં આવી હતી. મહાવીર જયંતિ પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપમ ખાતે પણ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં PM મોદી પણ સામેલ થયા હતા. ભગવાન મહાવીરની 2500મી જયંતિ પર PM મોદીએ જૈન સમાજના યોગદાનને યાદ કર્યું હતું. હજારો જૈન અનુયાયીઓની હાજરીમાં જૈન મુનિઓએ PM મોદીને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન એક મુનિએ ‘જૈન સમાજ, મોદી કા પરિવાર’ જેવા નારા લગાવતા વડાપ્રધાનને ‘વિજયી ભવ’ના આશીર્વાદ પણ આપી દીધા હતા.

    રવિવારે (21 એપ્રિલ, 2024) મહાવીર જયંતિ પર દિલ્હીમાં PM મોદીએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ‘જૈન સમાજ, મોદી કા પરિવાર’ જેવા નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાને આ દરમિયાન એક સ્મારક ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ લૉન્ચ કર્યો હતો. તેમણે ભગવાન મહાવીરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને જૈન સમાજ સાથેના તેમના જોડાણ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે જૈન સમાજને સંબોધિત પણ કર્યો હતો. હજારોની સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ ત્યાં હાજર રહ્યા હતા.

    ભગવાન મહાવીરના 2550મા નિર્વાણ મહોત્સવને એક દુર્લભ પ્રસંગ ગણાવતા PM મોદીએ કહ્યું કે, “આવા પ્રસંગો વિશેષ સંયોગો પણ ઉમેરે છે, આ તે સમય છે જ્યારે ભારત અમૃતકાલના પ્રારંભિક તબક્કામાં છે.” વડાપ્રધાને કહ્યું કે, “દેશ સ્વતંત્રતાની શતાબ્દીને સુવર્ણ સદી બનાવવા માટે કામ કરી રહ્યો છે.” વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ભારત માત્ર વિશ્વની સૌથી પ્રાચીન જીવંત સંસ્કૃતિ જ નથી પરંતુ માનવતા માટે સુરક્ષિત આશ્રયસ્થાન પણ છે.”

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન સમાજને સંબોધિત કરતા કહ્યું હતું કે, “આજે દેશની નવી પેઢીએ માન્યું છે કે આપણી ઓળખ એ જ આપણું સ્વાભિમાન છે. જ્યારે રાષ્ટ્રમાં આ સ્વાભિમાનનો ભાવ જાગે છે, ત્યારે તેને રોકવો અશક્ય બની જાય છે. ભારતની પ્રગતિ તેનો પુરાવો છે. આપણે ક્યારેય અન્ય દેશોને જીતવા માટે આક્રમણ કરવા નથી આવ્યા, આપણે આપણી જાતને સુધારીને આપણી ખામીઓને દૂર કરી છે. તેથી જ મુશ્કેલ સમય આવે છે અને દરેક તબક્કામાં કોઈને કોઈ ઋષિ આપણા માર્ગદર્શન માટે પ્રગટ થયા છે. મહાન સભ્યતાઓ ખતમ થઈ ગઈ, પરંતુ ભારતે પોતાનો માર્ગ શોધી જ કાઢ્યો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં