Friday, May 3, 2024
More
    હોમપેજદેશવહેલી સવારે મહારાષ્ટ્ર-કર્ણાટકમાં ત્રાટકી NIAની ટીમો, ISIS આતંકી ષડ્યંત્ર મામલે કાર્યવાહી: 44...

    વહેલી સવારે મહારાષ્ટ્ર-કર્ણાટકમાં ત્રાટકી NIAની ટીમો, ISIS આતંકી ષડ્યંત્ર મામલે કાર્યવાહી: 44 સ્થળોએ દરોડા, 13 આતંકવાદીઓની ધરપકડ

    આ મામલે 13 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, તેમની ઓળખ હજુ સુધી સામે આવી શકી નથી. આ તમામ કુખ્યાત આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવતા હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    ISIS આતંકી ષડયંત્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIAએ વહેલી સવારે મોટી કાર્યવાહી કરી છે. દેશભરમાં 41 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એજન્સીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં અમુક ઠેકાણે દરોડા પાડ્યા હતા અને સંદિગ્ધોની ધરપકડ કરી લીધી હતી. 

    ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય એજન્સીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં કુલ 44 ઠેકાણાં પર રેડ પાડી હતી. આ દરમિયાન બંને રાજ્યોની સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી. દરમ્યાન, મહારાષ્ટ્રના થાણેનાં 31 સ્થળો, થાણે શહેરમાં 9, ભાયંદરમાં 1 અને કર્ણાટકમાં 1 સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. 

    આ મામલે 13 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, તેમની ઓળખ હજુ સુધી સામે આવી શકી નથી. આ તમામ કુખ્યાત આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવતા હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં NIAનાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું કે, તેમણે આ કેસમાં આંતરરાષ્ટ્રીય જોડાણો સાથેનાં એક મોટા ષડયંત્રને શોધી કાઢ્યું છે અને તેમાં સરહદપારના ISIS હેન્ડલરોની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે. તપાસમાં સામે આવ્યું કે દેશમાં એવા વ્યક્તિઓનું એક નેટવર્ક બની રહ્યું હતું જેઓ ભારતમાં ISISની કટ્ટરપંથી વિચારધારાનો ફેલાવો કરવા માંગતા હતા. આ આતંકવાદીઓ ISISના ખલીફાને વફાદાર રહેવાના શપથ લીધા હતા અને અહીં રહીને IED બનાવતા હતા, જેનો ઉપયોગ ભારતમાં બૉમ્બ બ્લાસ્ટ કરવા માટે કરી શકાય. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહારાષ્ટ્રના પુણેમાંથી ISISનું એક મોડ્યુલ પકડાયું હતું, જે મામલે અત્યાર સુધી અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ગત મહિને એજન્સીએ 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમની ઉપર આરોપ છે કે તેઓ આતંકવાદી તરીકેની તાલીમ મેળવવા માટે ગયા હતા અને IED પ્લાન્ટ કર્યા હતા. આ ઉપરાંત, તેમની ઉપર આતંકી સંગઠન માટે ભંડોળ એકઠું કરવાનો પણ આરોપ છે. 

    આરોપીઓમાં 2 મધ્ય પ્રદેશના અને 5 મહારાષ્ટ્રના હતા. તેમનાં નામ મોહમ્મદ ઇમરાન, મોહમ્મદ યાકુબ સાકી, અબ્દુલ કાદિર, નસીરુદ્દીન કાઝી, ઝુલ્ફીકાર અલી, શામિલ શાકિબ અને આકીફ અતીક તરીકે થઈ હતી. આ જ કેસમાં ઓક્ટોબરમાં આતંકવાદી શાહનવાઝ પણ પકડાયો હતો. જ્યારે કેસનો માસ્ટરમાઇન્ડ ઝુલ્ફીકાર પણ પકડાઈ ગયો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં