Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનઈન્દિરા ગાંધી અને નરગિસ દત્તના નામે હવે નહીં અપાય ફિલ્મ પુરસ્કાર: સરકારે...

    ઈન્દિરા ગાંધી અને નરગિસ દત્તના નામે હવે નહીં અપાય ફિલ્મ પુરસ્કાર: સરકારે નેશનલ એવોર્ડમાં કર્યા ફેરફારો, ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડની રકમ વધારાઈ

    ઈન્દિરા ગાંધી બેસ્ટ ડેબ્યૂ ફિલ્મનું નામ બદલીને 'બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડાયરેક્ટર' કરી દેવામાં આવ્યું છે. જ્યારે નરગિસ દત્તના નામ પર રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપનારી ફીચર ફિલ્મને આપવામાં આવતા પુરસ્કારનું નામ 'બેસ્ટ ફિલ્મ ઓન પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયર્મેન્ટલ વેલ્યુઝ' કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    દેશના ફિલ્મ જગતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે નેશલનલ ફિલ્મ એવોર્ડમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ પૈકી એક ફેરફાર એવો કરવામાં આવ્યો છે કે, હવે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને દિવંગત અભિનેત્રી નરગિસ દત્તના નામથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવશે નહીં. આ ઉપરાંત અનેક પુરસ્કારોને લઈને ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

    હવે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને દિવંગત અભિનેત્રી નરગિસ દત્તના નામે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવશે નહીં. આ અંગેની જાહેરાત મંગળવારે (13 ફેબ્રુઆરી 2024) કરવામાં આવી હતી. આ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે બનાવવામાં આવેલા નિયમો હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણા પુરસ્કારોને એકીકૃત પણ કરવામાં આવ્યા છે. આ સાથે તેમાં આપવામાં આવતી રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

    માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના નિયમો અને કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત આપવામાં આવતી રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ તમામ ફેરફારો એક સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે, જે કોવિડ મહામારી દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા બનાવવામાં આવી હતી. સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ કરેલા ફેરફારો અનુસાર, હવે ઈન્દિરા ગાંધી બેસ્ટ ડેબ્યૂ ફિલ્મનું નામ બદલીને ‘બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડાયરેક્ટર’ કરી દેવામાં આવ્યું છે. જ્યારે નરગિસ દત્તના નામ પર રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપનારી ફીચર ફિલ્મને આપવામાં આવતા પુરસ્કારનું નામ ‘બેસ્ટ ફિલ્મ ઓન પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયર્મેન્ટલ વેલ્યુઝ’ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ફેરફાર

    દેશના સૌથી મોટા ફિલ્મ પુરસ્કાર તરીકે ઓળખાતા દાદા સાહેબ ફાળકે પુરસ્કારમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દાદા સાહેબ ફાળકે માટે રોકડ પુરસ્કાર ₹10 લાખથી વધારીને ₹15 લાખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ શ્રેણીઓમાં સ્વર્ણ કમલ પુરસ્કારો માટે રકમ વધારીને ₹3 લાખ તથા રજત કમલ વિજેતાઓ માટે ₹2 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત પુરસ્કાર માટે જે રકમ અગાઉ નિર્માતા અને નિર્દેશક વચ્ચે વહેચવામાં આવતી હતી તે હવે ફક્ત નિર્દેશક પાસે જ રહેશે. આ તમામ ફેરફાર ઉપરાંત બેસ્ટ ઓડિયોગ્રાફી કે જેમાં ત્રણ સબ-કેટેગરીનો સમાવેશ થતો હતો તે હવે સર્વશ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઈન સ્વરૂપમાં ઓળખાશે.

    આ સિવાય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં અન્ય ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ ફેરફારો કરનાર સમિતિનું નેતૃત્વ માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ નીરજા શેખર કરી રહ્યા છે. તેમની સાથે આ સમિતિમાં ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન, નેશનલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશી અને અન્ય સભ્યો પણ સામેલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં