Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્રેનનાં ભાડાંમાં 25 ટકા સુધી થશે ઘટાડો, 'વંદે ભારત'ની મુસાફરી પણ સસ્તી...

    ટ્રેનનાં ભાડાંમાં 25 ટકા સુધી થશે ઘટાડો, ‘વંદે ભારત’ની મુસાફરી પણ સસ્તી થશે: મોદી સરકારની યાત્રીઓને ભેટ, AC ટિકિટ પર વિશેષ રાહત

    નક્કી કરાયેલા નવા ભાડાનું તાત્કાલિક પાલન કરવા પણ સરકાર દ્વારા જણાવાયું છે. જોકે, પહેલાથી જ બુક કરેલી ટિકિટ પર કોઈ રિફન્ડ આપવામાં આવશે નહીં.

    - Advertisement -

    ભારતીય રેલ્વેએ ભાડાં ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અન્ય તમામ ટ્રેનોની સાથોસાથ ભારતીય રેલવે દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં પણ ઘટાડો કર્યો છે. ભાડામાં લાગુ કરવામાં આવતા નવા દરો વર્તમાન દરો કરતાં 25% ઓછા હશે. આ જાહેરાત શનિવારે (8 જુલાઈ, 2023) કરવામાં આવી હતી.

    મીડિયા અહેવાલો અનુસાર, રેલ્વે બોર્ડે વિવિધ ઝોનને એવી ટ્રેનોમાં ભાડા ઘટાડવાનો આદેશ આપ્યો છે જેમાં છેલ્લા 30 દિવસમાં 50% કરતાં ઓછા મુસાફરોએ મુસાફરી કરી હોય. કેટલાક સમયથી ચર્ચા ચાલતી હતી કે રેલવે વંદે ભારત જેવી કેટલીક અન્ય ટ્રેનોનાં ભાડાંની સમીક્ષા કરી રહ્યું છે અને ખાસ કરીને ટૂંકા અંતરની ટ્રેનોનાં ભાડાંમાં રાહત આપવામાં આવશે. જોકે આ સ્કીમ હોલિડે સ્પેશિયલ ટ્રેનો માટે લાગુ થશે નહીં. નક્કી કરાયેલા નવા ભાડાનું તાત્કાલિક પાલન કરવા પણ સરકાર દ્વારા જણાવાયું છે. જોકે, પહેલાથી જ બુક કરેલી ટિકિટ પર કોઈ રિફન્ડ આપવામાં આવશે નહીં.

    જે નવાં ભાડાં નક્કી કરવામાં આવ્યાં છે તે અન્ય ટ્રાન્સપોર્ટ સુવિધાના ભાડાંની આસપાસ જ રાખવામાં આવશે. આ ડિસ્કાઉન્ટની મહત્તમ મર્યાદા 25% હશે જે મૂળ ભાડા પર લાગુ થશે. આ સિવાય રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ અને GST વગેરેના દરો પહેલાંની જેમ જ રહેશે. ઉલ્લેખનીય છે કે રેલવે બોર્ડ લાંબા સમયથી ટૂંકા અંતરની ટ્રેનોમાં ખાલી બેઠકોની સમીક્ષા કરી રહ્યું હતું. દરમ્યાન જાણવા મળ્યું કે વંદે ભારત જેવી ટ્રેનોનું ભાડું એ જ અંતર પર ચાલતી બસો અથવા અન્ય સંસાધનોની સરખામણીએ ઘણું વધારે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, ઘણા મુસાફરોએ ટ્વિટ કરીને મંત્રાલયને ફરિયાદો અને સૂચનો પણ મોકલ્યા હતા. આખરે લાંબા મંથન બાદ રેલવે બોર્ડે વંદે ભારત ટ્રેન સહીત દરેક ટ્રેનોનાં ભાડાંમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં