ચીનના ઉત્તરપૂર્વીય હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 11 શ્રમિકોના મોત થયા છે. ચીનના સરકારી બ્રોડકાસ્ટર CCTVએ આ સમાચાર આપ્યા છે. CCTVના અહેવાલ મુજબ ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 11 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ ભારત તેમના શ્રમિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં જ એક જોખમભર્યું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સરકારી એજન્સીઓથી લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે શ્રમિકોની સુરક્ષા માટે કોઈ કસર છોડી નહીં. એક દ્રઢ સંકલ્પ કર્યો કે કોઈપણ સંજોગે 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢીને રહેવું છે અને આ સંકલ્પને પૂર્ણ પણ કર્યો. પ્રકૃતિના અઢળક પડકારોની સામે મક્કમતાથી ડગ માંડ્યા અને શ્રમિકોને બચાવ્યા. જ્યારે ચીનમાં કોલસાની એક ખાણમાં બ્લાસ્ટ થઈ જવાથી 11 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
11 Killed in Coal Mine Accident in Northeast #China#QNAhttps://t.co/i8mZ3PisW8 pic.twitter.com/2ZOGLYUey5
— Qatar News Agency (@QNAEnglish) November 29, 2023
પાડોશી દેશ ચીનમાં 11 શ્રમિકોના મોત થયાની ઘટના મંગળવારે (28 નવેમ્બર) બનવા પામી હતી. ઘટના એવી હતી કે તે દિવસે 11 શ્રમિકો કોલસાની ખાણમાં કામ કરી રહ્યા હતા અને અચાનક જ બ્લાસ્ટ થઈ ગયો અને તમામે-તમામ શ્રમિકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો.
આ ખાણનું સંચાલન કરતી શુયાંગયાશાન કોલસા કંપની પર અગાઉ પણ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ ચાલુ વર્ષે પણ તે કંપની પર 10 વખત દંડ ફટકારાયો છે. આમ છતાં તે કંપનીની ખાણોમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા. કંપની વારંવાર સુરક્ષા નિયમોને નેવે મૂકીને કાર્ય કરી હતી છતાં ચીન સરકારે કોઈ સખત પગલાં ભર્યા નહોતા જેનું પરિણામ 11 શ્રમિકોએ ચૂકવ્યું છે. બીજી તરફ ભારત સરકાર તેમના શ્રમિકોને લઈને સતત ચિંતિત રહે છે. ઉત્તરકાશીની ટનલમાં 17 દિવસથી જીવન-મૃત્યુ વચ્ચે અટકી રહેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારે જહેમત બાદ પાર પડ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન
41 શ્રમિકો છેલ્લા 17 દિવસથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયા હતા. દિવાળીના દિવસથી લઈને આજ સુધી તેઓ ટનલના અંધકારમાં રહ્યા હતા. તમામ સરકારી એજન્સીઓએ તનતોડ મહેનત કરીને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ રાખ્યું હતું.
WATCH – CM Pushkar Singh Dhami and Union Minister V.K. Singh meet the workers who have been rescued from inside the Silkyara tunnel.#UttarkashiTunnelRescue #UttarakhandTunnel pic.twitter.com/cKhXyQf9Af
— TIMES NOW (@TimesNow) November 28, 2023
આ ઓપરેશન દરમિયાન પણ ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ક્યારેક ભૂસ્ખલન થાય તો કામ અટકાવવું પડતું હતું તો ક્યારેક કામે લાગેલા મશીનો જ બંધ થઈ જતાં હતા. આ દરમિયાન અમેરિકાથી લાવવામાં આવેલું ઓગર મશીન પણ ટેકનિકલ ખામીના લીધે બંધ થઈ રહ્યું હતું. પણ આખરે તમામ સમસ્યાઓનો મક્કમતાથી સામનો કરીને 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. દેશભરના લોકોની પ્રાર્થના, રેસ્ક્યુ ટીમની મક્કમતા અને સરકારની તમામ મહેમત ફળીભૂત થઈ હતી. 41 શ્રમિકોના પરિવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.