Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વતંત્રતા બાદ પ્રથમવાર રક્ષા નિકાસમાં ભારતે રચ્યો ઇતિહાસ, ₹21000 કરોડના આંકડાને કર્યો...

    સ્વતંત્રતા બાદ પ્રથમવાર રક્ષા નિકાસમાં ભારતે રચ્યો ઇતિહાસ, ₹21000 કરોડના આંકડાને કર્યો પાર: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે PM મોદીએ આપ્યો શ્રેય

    "ભારતીય રક્ષા નિકાસ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગઈ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર ₹21000 કરોડના આંકડાને પાર કર્યો છે! નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ₹21,083 કરોડ થઈ છે, જે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5% વધારે છે."- રાજનાથ સિંઘ

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સંરક્ષણ નિકાસનો નવો કીર્તિસ્તંભ સ્થાપિત થયો છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રક્ષા (સંરક્ષણ) નિકાસ ₹21000 કરોડના આંકડાને વટાવી ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે તેને દેશ માટે મોટી સફળતા ગણાવી છે. તેમણે કહ્યું કે, ભારત પોતાના સંરક્ષણ ઉત્પાદનો 84 દેશોને વેચી રહ્યું છે. માત્ર એક નાણાકીય વર્ષમાં 32.5 ટકાનો વધારો થયો છે.

    રાજનાથ સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “તમને બધાને જણાવતા આનંદ થાય છે કે, ભારતીય રક્ષા નિકાસ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગઈ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર ₹21000 કરોડના આંકડાને પાર કર્યો છે! નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ₹21,083 કરોડ થઈ છે, જે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5% વધારે છે.”

    તેનો તમામ શ્રેય PM મોદીને આપતા, તેમણે બીજી પોસ્ટમાં કહ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, સંરક્ષણ મંત્રાલયે ભારતના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. ખાનગી ક્ષેત્ર અને DPSUs સહિત અમારા સંરક્ષણ ઉદ્યોગોએ તાજેતરના વર્ષોમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. સંરક્ષણ નિકાસમાં એક નવો સીમાચિહ્ન પાર કરવા બદલ તમામ હિતધારકોને અભિનંદન.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને માત્ર સંરક્ષણ નિકાસ વધારવા માટે જ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી, પરંતુ તકનીકી આધુનિકીકરણ માટેની સુવિધાઓ પણ વધારવામાં આવી છે. તેનાથી સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે. લગભગ 50 ભારતીય કંપનીઓએ ભારતની સંરક્ષણ નિકાસની આ સફળતાની ગાથાને અંજામ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

    સંરક્ષણ ઉત્પાદનોમાં ભારતનો દબદબો

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું હતું કે, નવીનતા તેમજ અસરકારકતા અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપીને, આ કંપનીઓએ વિશ્વના મંચ પર પોતાને ભારતના સંરક્ષણ સાધનો અને તકનીકોના વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરી છે. આજે ભારત દુનિયાના ખૂણાના દેશોને સંરક્ષણ ઉત્પાદનો વેચી રહ્યું છે.

    ભારતે જે દેશોને સંરક્ષણ ઉત્પાદનો વેચ્યા છે તેમાં ઈટાલી, માલદીવ્સ, શ્રીલંકા, રશિયા, UAE, પોલેન્ડ, ફિલિપાઈન્સ, સાઉદી અરેબિયા, ઈજિપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ચિલી વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આજે વિશ્વભરના દેશોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનોની માંગ ઝડપથી વધી છે. આ વિશ્વમાં ભારતનું સંરક્ષણ સંશોધનનું વધતું વર્ચસ્વ છે.

    જે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની વધુને વધુ નિકાસ થઈ રહી છે તેમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ, ઓફશોર પેટ્રોલ વ્હીકલ, ALH હેલિકોપ્ટર, SU એવિઓનિક્સ, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, લાઇટ એન્જિનિયરિંગ મિકેનિકલ પાર્ટ્સ, આર્મર MOD અને અન્ય ઘણા સંરક્ષણ સાધનોનો સમાવેશ થાય છે. આ અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને તકનીકોને કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભારતીય ઉત્પાદનોમાં વિશેષ રસ ધરાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં