Monday, July 22, 2024
More
  હોમપેજદેશતવાંગમાં થયેલ ઘર્ષણ બાદ થયેલ વાટાઘાટોમાં ભારત અને ચીન લદ્દાખમાં LAC ખાતે...

  તવાંગમાં થયેલ ઘર્ષણ બાદ થયેલ વાટાઘાટોમાં ભારત અને ચીન લદ્દાખમાં LAC ખાતે સ્થિરતા પર સંમત થયા: બંને દેશોએ આપ્યું સંયુક્ત નિવેદન

  ગુરુવારે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે વાટાઘાટો 'નિખાલસ અને ઊંડાણપૂર્વક' હતી અને 'બાકીના મુદ્દાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે બંને દેશોના નેતાઓ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને અનુરૂપ' હતી.

  - Advertisement -

  અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં ફેલાતા ભારત-ચીન સરહદી તણાવની પૃષ્ઠભૂમિમાં, બંને પક્ષોના વરિષ્ઠ લશ્કરી કમાન્ડરોએ આ અઠવાડિયે વાટાઘાટો કરી હતી. યાંગત્સે ખાતે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર અથડામણમાં ઘણા ભારતીય અને ચીની સૈનિકો ઘાયલ થયાના 11 દિવસ પછી, 20 ડિસેમ્બરે બંને દેશોના કોર્પ્સ કમાન્ડરોએ ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર ચીનની બાજુએ વાટાઘાટો કરી હતી, જે અરુણાચલ પ્રદેશમાં તવાંગ નજીક સ્થિત છે.

  ગુરુવારે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બંને પક્ષો મંગળવારની બેઠકમાં એલએસીના ‘પશ્ચિમ સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા’ જાળવવા માટે સંમત થયા હતા. “બંને પક્ષો નજીકના સંપર્કમાં રહેવા અને સૈન્ય અને રાજદ્વારી માર્ગો દ્વારા સંવાદ જાળવવા અને બાકીના મુદ્દાઓના પરસ્પર સ્વીકાર્ય નિરાકરણ માટે વહેલામાં વહેલી તકે કામ કરવા સંમત થયા,” નિવેદનમાં કહેવામાં આવ્યું.

  “જૂલાઇ 17, 2022ના રોજની છેલ્લી મીટિંગ પછી થયેલી પ્રગતિના આધારે, બંને પક્ષોએ ખુલ્લા અને રચનાત્મક રીતે પશ્ચિમી ક્ષેત્રમાં LAC સાથે સંબંધિત મુદ્દાઓના નિરાકરણ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું… વચગાળામાં, બંને પક્ષો પશ્ચિમી ક્ષેત્રમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે સંમત થયા હતા,” સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

  - Advertisement -

  કોર્પ્સ કમાન્ડર સ્તરની મીટિંગનો 17મો રાઉન્ડ 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર યાંગત્સે વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે તાજેતરની અથડામણ પછી ગોઠવાયો હતો. સેનાના જણાવ્યા અનુસાર અથડામણમાં બંને પક્ષના કેટલાય ભારતીય અને ચીની સૈનિકો ઘાયલ થયા છે.

  તવાંગમાં PLAનું ઘુષણખોરી અને ભારતીય સેનાનો પલટવાર

  9 ડિસેમ્બરનું ઘર્ષણ, જે 15 જૂન, 2020 ના રોજ પૂર્વી લદ્દાખમાં લોહિયાળ ગલવાન ખીણ અથડામણ પછીની પ્રથમ મોટી ઘટના છે, જ્યારે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના 300-400 સૈનિકોએ તવાંગ સેક્ટરમાં LAC માં ઘૂસણખોરી કરી હતી. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકોએ “મક્કમ અને નિશ્ચિત રીતે” જવાબ આપ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ઓછામાં ઓછા છ ઘાયલ ભારતીય સૈનિકોને ગુવાહાટીની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બાદમાં સંસદમાં જણાવ્યું હતું કે “ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સૈનિકોએ તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં એલએસીનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો હતો અને એકતરફી રીતે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ચીનના પ્રયાસનો અમારા સૈનિકોએ મક્કમતાથી અને નિશ્ચિતપણે સામનો કર્યો હતો”.

  “ભારતીય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપને લીધે, PLA સૈનિકો તેમના સ્થાનો પર પાછા ફર્યા. ઘટનાના પડઘારુપે તરીકે, આ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર 2022 ના રોજ તેમના સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ યોજી હતી.” સિંહે લોકસભામાં કહ્યું.

  મંત્રીએ કહ્યું, “હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે આપણા દળો આપણી સરહદોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેને પડકારવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તૈયાર છે,” તેમણે ઉમેર્યું હતું કે ભારત તરફથી કોઈ મૃત્યુ અથવા ગંભીર ઈજાના અહેવાલ નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં