Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણસનાતનને રોગ ગણાવનાર ઉદયનિધિ સ્ટાલિનના પુતળામાં ઘુસાડ્યો વાંસ, ગળામાં ચપ્પલોનો હાર: હજારીબાગમાં...

    સનાતનને રોગ ગણાવનાર ઉદયનિધિ સ્ટાલિનના પુતળામાં ઘુસાડ્યો વાંસ, ગળામાં ચપ્પલોનો હાર: હજારીબાગમાં સનાતની યુવકો રસ્તે ઉતર્યા, ઉત્તરાખંડમાં પણ ફરિયાદ

    સ્ટાલિનના પૂતળાને હવામાં ઉછાળતા અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, "જુઓ તેના પછવાડે કેવી રીતે વાંસ ઘુસાડવામાં આવી રહ્યો છે. સત્ય સનાતન ધર્મ પર જો તમે હુમલો કરશો અને અમારા ધર્મને ભૂંસી નાખવાની વાત કરશો તો તમારા પછવાડે આ રીતે જ વાંસ ઘુસેડીશું."

    - Advertisement -

    સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને DMK નેતા ઉદયનિધિ વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એ જ ઉપક્રમમાં ઝારખંડમાં આવેલા હજારીબાગમાં સોમવાર (4 સપ્ટેમ્બર 2023) ના રોજ હિંદુ સંગઠનોએ ઉદયનિધિના પૂતળાને સળગાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદયનિધિના પૂતળાના પછવાડે વાંસ ઘૂસેડવામાં આવ્યો હતો. તેમજ પૂતળા પર ચપ્પલ વરસાવવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં પણ ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝારખંડમાં આવેલા હજારીબાગ જિલ્લાના બાબૂ ગામમાં આ વિરોધ પ્રદર્શન થયું હતું. ઘણા હિંદુ યુવાનો સ્ટાલિનના પૂતળા સાથે સરઘસ કાઢીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન એક યુવક સ્ટાલિનનું મુખોટું પહેરીને ચાલી રહ્યો હતો. તેના ગળામાં ચપ્પલોની માળા હતી. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ઉદયનિધિના પૂતળાને પછવાડે વાંસ ઘૂસાડી રાખ્યો હતો. થોડો સમય સૂત્રોચ્ચાર કર્યા પછી, સ્ટાલિનના પૂતળાને ચપ્પલ અને થપ્પડ મારવામાં આવ્યા. એ પછી તેને આગમાં હોમી દેવાયું. પ્રદર્શનકારીઓએ કહ્યું કે કરોડો વર્ષોથી સનાતનને કોઈ ભૂંસી નથી શક્યું, પરંતુ તેને ભૂંસવાની ચેષ્ટા કરવાવાળા પોતે ભૂંસાઈ ગયા છે.

    પ્રદર્શનમાં સામેલ એક વ્યક્તિએ સ્ટાલિનને બે કોડીનો નેતા ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આવા નિવેદનો ભૂલથી નહીં પણ સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે. સ્ટાલિનના પૂતળાને હવામાં ઉછાળતા અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, “જુઓ તેના પછવાડે કેવી રીતે વાંસ ઘુસાડવામાં આવી રહ્યો છે. સત્ય સનાતન ધર્મ પર જો તમે હુમલો કરશો અને અમારા ધર્મને ભૂંસી નાખવાની વાત કરશો તો તમારા પછવાડે આ રીતે જ વાંસ ઘુસેડીશું.” તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં પણ ફરિયાદ દાખલ

    ઝારખંડ સિવાય ઉત્તરાખંડમાં પણ ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મંગળવાર (5 સપ્ટેમ્બર, 2023)ના રોજ દેવભૂમિ રક્ષા અભિયાન સંગઠને ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના નહેરુ કોલોની પોલીસ સ્ટેશનમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ કરવા ગયેલા અનિલ હિંદુ સનાતનીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમનું અભિયાન ચાલુ રહેશે.

    પ્રદર્શનકારીઓએ કહ્યું કે, “જે નેતાએ સનાતન ધર્મ પર ટિપ્પણી કરી છે તે પોતાના પિતાના નામવાળા કોલમમાં અજ્ઞાત લખે છે.” અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, “સનાતન ધર્મથી જ તું પેદા થયો છે. પોતાના બાપ અને દાદાને પૂછી લે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં