Monday, May 6, 2024
More
    હોમપેજદેશહરિયાણા: ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકોને નહીં મળે 75 ટકા અનામત, હાઈકોર્ટે રદ કર્યો...

    હરિયાણા: ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકોને નહીં મળે 75 ટકા અનામત, હાઈકોર્ટે રદ કર્યો રાજ્ય સરકારનો કાયદો

    અરજીમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે આ કાયદો ખાનગી ક્ષેત્રોમાં યોગ્યતાના બદલે રહેણાંકના આધારે નોકરીઓ મેળવવાની પદ્ધતિ શરૂ કરવાનો પ્રયાસ છે, અને જો આમ થશે તો હરિયાણામાં રોજગાર ક્ષેત્રોમાં અરાજકતાની સ્થિતિ ઉદ્ભવી શકે છે.

    - Advertisement -

    ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે 75 ટકા અનામતની જોગવાઇ કરતા હરિયાણા સરકારના કાયદાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રદ કરી દીધો છે. એક અરજી દ્વારા કરવામાં આવેલી આ કાયદો રદ કરવાની માંગને ન્યાયાલયે યોગ્ય ઠેરવી હતી અને ‘હરિયાણા રાજ્ય સ્થાનીય ઉમેદવારોના રોજગાર અધિનિયમ 2020’ના વિરુદ્ધમાં નિર્ણય સંભળાવ્યો હતો. અરજદારોનું કહેવું હતું કે હરિયાણામાં સ્થાનિકોને ખાનગી ક્ષેત્રમાં અનામત એ બંધારણીય અનુચ્છેદ 14 અને 19નું ઉલ્લંઘન કરે છે.

    અહેવાલો અનુસાર, આ અરજી ફરીદાબાદ ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી ક્ષેત્રમાં અનામત આપવું યોગ્ય નથી. ખાનગી ક્ષેત્રમાં લોકોની કાર્યકુશળતા અને યોગ્યતાના માપદંડો પર જ કર્મચારીની પસંદગી કરવામાં આવવી જોઈએ. આ કાયદાથી અનેક લોકોના રોજગાર સાથે અન્યાય થઇ શકે તેમ છે. હરિયાણા સરકાર 2020માં ખાનગી ક્ષેત્રોમાં સ્થાનિકો માટે 75% અનામત આપતો કાયદો લાવી હતી.

    આ અરજીમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે આ કાયદો ખાનગી ક્ષેત્રોમાં યોગ્યતાના બદલે રહેણાંકના આધારે નોકરીઓ મેળવવાની પદ્ધતિ શરૂ કરવાનો પ્રયાસ છે, અને જો આમ થશે તો હરિયાણામાં રોજગાર ક્ષેત્રોમાં અરાજકતાની સ્થિતિ ઉદ્ભવી શકે છે. ખાનગી ક્ષેત્રોમાં 75% અનામતને પડકારનાર ફરીદાબાદ ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન દ્વારા તેવી પણ દલીલ આપવામાં આવી હતી કે ભારતના નાગરિકને પોતાનાં શિક્ષણ અને કૌશલ્યના આધારે ભારતના કોઈ પણ ભાગમાં નોકરી મેળવવાનો આધિકાર છે અને આ કાયદો તેનું ઉલ્લંઘન કરે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ મામલે હરિયાણા શ્રમ વિભાગે વર્ષ 2021માં એક નોટિફિકેશન જાહેર કરીને રાજ્યમાં જૂની ખાનગી કંપનીઓમાં હરિયાણાના રહેવાસીઓને 75% અનામત આપવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ અનેક મોટી કંપનીઓ આ નિર્દેશના વિરુદ્ધમાં કોર્ટ સુધી પહોંચી હતી. લાંબી સુનાવણીઓ બાદ અંતે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અરજદારોની વાત માન્ય રાખીને કાયદા પર રોક લગાવી દીધી છે.

    આ કાયદાને રદ કરવાનો નિર્ણય જસ્ટીસ જી.એસ સંધાવાલિયા અને હરપ્રીત કૌર જીવને સંભળાવ્યો હતો. અરજદાર તરફે દલીલ કરનાર વકીલ અક્ષય ભાણેએ જણાવ્યું હતું કે ખંડપીઠે આખા અધિનિયમને જ રદ કરી નાંખ્યો છે. હરિયાણા-પંજાબ હાઈકોર્ટે અરજદારોની તમામ દલીલોને સાંભળ્યા બાદ કાયદાને રદ કરવાના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુનાવણી દરમિયાન કોર્ટ પહેલેથી જ કાયદાના અમલ પર વચગાળાની રોક લગાવી ચૂકી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં