Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહરિયાણાઃ વિદ્યાર્થી તિલક કરીને શાળાએ પહોંચ્યા તો શિક્ષકે એસિડથી સાફ કરવાની ધમકી...

    હરિયાણાઃ વિદ્યાર્થી તિલક કરીને શાળાએ પહોંચ્યા તો શિક્ષકે એસિડથી સાફ કરવાની ધમકી આપી, વાલીઓએ કર્યો હંગામો

    ભરત અને સુશિલે જણાવ્યું કે બુધવારે જ્યારે તેમના બાળકો તિલક લગાવીને પહોંચ્યા તો શિક્ષકે ધમકી આપી કે જો તેઓ હવે પછી તિલક લગાવીને આવશે  તો એસિડથી સાફ કરી દેશે. વિદ્યાર્થીઓએ આ વાત તેમના વાલીઓને જણાવી હતી. આ પછી ગુરુવારે મા ભારતી જન જાગૃતિ ફાઉન્ડેશનના સભ્યો સાથે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.

    - Advertisement -

    હરિયાણાના યમુનાનગરમાં એક શાળામાં કેટલાક બાળકો તિલક લગાવીને પહોંચ્યા તો તેમના શિક્ષકે ધમકી આપી હતી કે જો તેઓ ફરી તિલક લગાવીને આવશે તો તેઓ એસિડથી તેને સાફ કરી નાંખશે. વિદ્યાર્થીઓએ આ વાત વાલીઓને જણાવ્યા બાદ વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને વિરોધ કર્યો હતો.

    હરિયાણાની DAV પબ્લિક સ્કૂલમાં શિખા રાખીને અને તિલક લગાવીને વિદ્યાર્થીઓ આવ્યા તો શિક્ષકે એસિડથી ભૂંસી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપનાર શિક્ષક સામે વાલીઓએ ગુરુવારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં સ્કૂલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી લેતા મામલો શાંત પડ્યો હતો. માતા-પિતા ભરત ત્યાગી અને સુશીલ ત્યાગીએ જણાવ્યું કે તેમના બાળકો 11 અને 12માં અભ્યાસ કરે છે. શાળાના શિક્ષકો તેમના બાળકોને વેણી બાંધવા અને તિલક લગાવવા માટે હેરાન કરે છે.

    ભરત અને સુશિલે જણાવ્યું કે બુધવારે જ્યારે તેમના બાળકો તિલક લગાવીને પહોંચ્યા તો શિક્ષકે ધમકી આપી કે જો તેઓ હવે પછી તિલક લગાવીને આવશે  તો એસિડથી સાફ કરી દેશે. વિદ્યાર્થીઓએ આ વાત તેમના વાલીઓને જણાવી હતી. આ પછી ગુરુવારે મા ભારતી જન જાગૃતિ ફાઉન્ડેશનના સભ્યો સાથે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.

    - Advertisement -

    લોકોએ વિરોધ શરૂ કર્યા પછી પ્રિન્સિપાલે લોકોને ચર્ચા માટે પોતાની ઓફિસમાં બોલાવ્યા. અહીં લોકોએ કહ્યું કે શિખા રાખવી એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. શાળાએ ભૂલનો સ્વીકાર કરીને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન નહીં કરવાની ખાતરી આપી હતી, જેના આધારે મામલો થાળે પડ્યો હતો.

    મા ભારતી જન જાગૃતિ ફાઉન્ડેશનના બાલ કૃષ્ણએ જણાવ્યું હતું કે લોકો બાળકોને શાળાએ મોકલે છે જેથી તેઓ સંસ્કારી બને અને તેમની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા રહે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિથી વાકેફ કરવાની અને તેને અનુસરવા માટે પ્રેરિત કરવાની જવાબદારી શાળાઓની બની જાય છે, પરંતુ શાળામાં તેનાથી વિપરીત કામ થઈ રહ્યું છે.

    જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ કૌશિકે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ધર્મ અને પરંપરાનું પાલન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈ વિદ્યાર્થી યુનિફોર્મની સાથે તિલક લગાવીને આવે તો તે ખોટું નથી, પરંતુ તેમની પાસે આવા કેસની કોઈ ફરિયાદ નથી. જો ફરિયાદ આવશે તો તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં