Sunday, October 13, 2024
More
    હોમપેજદેશ'જેમણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તેમની પાસે જ ભરપાઈ કરાવીશું': હલ્દ્વાની...

    ‘જેમણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તેમની પાસે જ ભરપાઈ કરાવીશું’: હલ્દ્વાની પહોંચેલા CM ધામીનું એલાન, DGPએ કહ્યું- આરોપીઓ વિરુદ્ધ NSA લગાવાશે

    ઉત્તરાખંડ પોલીસે પણ આ મામલે કડક નીતિ અપનાવી છે. ડીજીપી અભિનવ કુમારે આ મામલે જણાવ્યું હતું કે, "હલ્દ્વાનીમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. બનભૂલપુરાઅ પોલીસ સ્ટેશનમાં આગ લગાવનાર અને તોડફોડ કરનાર ઉપદ્રવીઓ વિરુદ્ધ NSA લગાવવામાં આવશે.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કટ્ટરપંથી ઇસ્લામી ટોળાએ કરેલી હિંસામાં 300થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 200થી વધુ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ હિંસા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી ઈજાગ્રસ્તોની મુલાકાતે હલ્દ્વાની પહોંચ્યા હતા. દવાખાને પહોંચીને તેમણે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત લઈને તેમની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી લીધી હતી. આ દરમિયાન તેમણે રમખાણ કરનાર અરાજક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.

    મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી દ્વારા હલ્દ્વાની હિંસા પર જણાવવામાં આવ્યું હતું કે, “પ્રશાસન દ્વારા ન્યાયાલયના નિર્દેશ પર અતિક્રમણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અનેક સ્થાનો પર અતિક્રમણ હટાવવામાં આવ્યું છે, ગઈકાલે જયારે પોલીસ અને પ્રશાસનની ટીમ અતિક્રમણ હટાવવા ગઈ ત્યારે ત્યાં સુનિયોજિત રીતે પેટ્રોલ બોમ્બ, કટ્ટા, પથ્થર દ્વારા ટીમ પર હુમલો થયો, આગચંપી થઇ. જેમણે ઉત્તરાખંડનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આખી ઘટનાના CCTV કાઢવામાં આવી રહ્યા છે. જે લોકોએ સરકારી અને પ્રાઈવેટ સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે તેની ભરપાઈ તેમની પાસે જ કરાવવામાં આવશે. જે લોકો ઘાયલ થયા છે અમે તેમની સાથે છીએ. જેમણે આ કામ કર્યું છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    જવાબદારો વિરુદ્ધ NSA અંતર્ગત કાર્યવાહી થશે

    બીજી તરફ ઉત્તરાખંડ પોલીસે પણ આ મામલે કડક નીતિ અપનાવી છે. ડીજીપી અભિનવ કુમારે આ મામલે જણાવ્યું હતું કે, “હલ્દ્વાનીમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. બનભૂલપુરાઅ પોલીસ સ્ટેશનમાં આગ લગાવનાર અને તોડફોડ કરનાર ઉપદ્રવીઓ વિરુદ્ધ NSA લગાવવામાં આવશે. 24 કલાકમાં શહેરની સ્થિતિ સામાન્ય કરી દેવામાં આવશે.”

    - Advertisement -

    આ મામલે નૈનીતાલના SSP પ્રહલાદ મીણાએ પણ કહ્યું હતું કે, “હલ્દ્વાનીમાં સ્થિતિ નિયંત્રણમાં છે, સ્થાનિક પોલીસ સહિત CAPF પણ ખડકી દેવામાં આવી છે. અમે FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. CCTV તપાસવામાં આવી રહ્યા છે અને પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. હાલ અહીં કુલ 1200 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.”

    ઉલ્લખનીય છે કે, હલ્દ્વાનીના બનભૂલાપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી મદરેસા અને મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જે પછી મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં કટ્ટર મુસ્લિમ ટોળા દ્વારા પોલીસ સ્ટેશનની આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓ બાદ સ્થિતિ હિંસક બનતાં પ્રશાસને કર્ફ્યું જાહેર કર્યો હતો. સાથે જ CM ધામીએ તોફાનીઓએ જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં