Saturday, October 5, 2024
More
    હોમપેજદેશ‘આ ભારત છે, પાકિસ્તાન નહીં’: કર્ણાટકમાં ભાજપના વિરોધ બાદ હટાવાયો લીલો ઝંડો,...

    ‘આ ભારત છે, પાકિસ્તાન નહીં’: કર્ણાટકમાં ભાજપના વિરોધ બાદ હટાવાયો લીલો ઝંડો, હનુમાન ધ્વજ ઉતારી દેવાયા બાદ ભગવામય બની JDS પણ

    BJPનું કહેવું છે કે આ લીલો ઝંડો બેંગલુરુના શિવાજી નગરમાં ફરકાવવામાં આવ્યો છે. કર્ણાટકમાં BJPના નેતા અને વિજયપુરાના વિધાનસભાના ધારાસભ્ય બસનગૌડા આર પાટીલ યત્નાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુદ્દો ઉઠાવ્યો છે.

    - Advertisement -

    કર્ણાટકના મંડ્યામાં કોંગ્રેસ સરકારની પોલીસ દ્વારા હનુમાનજીના ધ્વજને હટાવવાનો મામલો હજુ પૂરો થયો ન હતો ત્યાં જ રાજધાની બેંગલુરુમાં લીલો ઝંડો લગાવવાનો મામલો સામે આવ્યો છે. 108 ફૂટ આંજનેય (હનુમાન) ધ્વજ હટાવ્યા બાદ રોષે ભરાયેલા ભાજપે લીલો ઝંડો હટાવવાની માંગ કરી છે. BJPનું કહેવું છે કે આ લીલો ઝંડો બેંગલુરુના શિવાજી નગરમાં ફરકાવવામાં આવ્યો છે. કર્ણાટકમાં BJPના નેતા અને વિજયપુરાના વિધાનસભાના ધારાસભ્ય બસનગૌડા આર પાટીલ યત્નાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મુદ્દો ઉઠાવ્યો છે.

    તેમણે ટ્વીટમાં બેંગલુરુ પોલીસ કમિશનર અને ડીસીપી (ઈસ્ટ)ને ટેગ કરીને પૂછ્યું કે, શું કોઈ પણ સાર્વજનિક જગ્યાએ દુશ્મન દેશના રંગ જેવો ધ્વજ ફરકાવવો એ આપણા ધ્વજ સંહિતા વિરુદ્ધ નથી? તેમણે ધ્વજને તાત્કાલિક હટાવીને ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે શિવાજીનગર પાકિસ્તાનમાં નહીં, ભારતમાં છે. આ તસવીરો વાયરલ થયા બાદ પોલીસ અને બ્રુહદ બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) એક્શનમાં આવી હતી.

    પ્રશાસને જણાવ્યું કે, BBMP કર્મચારીઓની મદદથી ઈસ્લામિક ઝંડાને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક મસ્જિદ સ્ટાફ અને મુસ્લિમ આગેવાનોને પણ જાણ કરવામાં આવી છે. જોકે, કેટલાક મુસ્લિમોએ આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ ધ્વજ ત્યાં છેલ્લાં 30 વર્ષથી લહેરાતો હતો. પરંતુ પોલીસ પ્રશાસનનું કહેવું છે કે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપા-જેડીએસ ગઠબંધન રાજ્યમાં હિંદુ હિતના મુદ્દાઓ પર આક્રમક છે.

    - Advertisement -

    બીજી તરફ મંડ્યાના કરગોડુમાં હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. જેડીએસના નેતાઓએ પણ હવે તેમની પરંપરાગત લીલી શાલને બદલે ભગવા ગમછા પહેરવાનું શરૂ કર્યું છે. BJP-JDSએ કહ્યું છે કે મંડ્યામાં દરેક ઘર પર ભગવો ઝંડો ફરકાવશે, જો કર્ણાટક સરકારમાં હિંમત હોય તો રામભક્તોને રોકે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ પણ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં તેમના સમર્થકોએ ભાજપા સાથે મળીને કામ કરવું જોઈએ. બંને પક્ષો સાથે મળીને લોકસભાની ચૂંટણી પણ લડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં