Monday, April 29, 2024
More
    હોમપેજદેશસંસદના બંને ગૃહમાં રામ મંદિર પર પ્રસ્તાવ રજૂ કરશે મોદી સરકાર: બજેટ...

    સંસદના બંને ગૃહમાં રામ મંદિર પર પ્રસ્તાવ રજૂ કરશે મોદી સરકાર: બજેટ સત્રના અંતિમ દિવસે થઈ શકે છે વિશેષ ચર્ચા, PM મોદી પણ સંબોધન કરી શકે

    રામ મંદિર પર પ્રસ્તાવ રજૂ કરતી વખતે વડાપ્રધાન મોદી પણ સંસદને સંબોધિત કરી શકે છે. આ દરમિયાન તેઓ રામ મંદિર અને પ્રાણપ્રતિષ્ઠાને લઈને પણ ચર્ચા શરૂ કઈ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. સાથે જ વડાપ્રધાન રામ મંદિરની સાથે અન્ય અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે.

    - Advertisement -

    બજેટ સત્રના અંતિમ દિવસે કેન્દ્ર સરકાર લોકસભા અને રાજ્યસભામાં રામ મંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરશે. જેની થીમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ રાખવામાં આવી છે. રામ મંદિર પર જે પ્રસ્તાવ લાવવામાં આવશે, તેમાં મંદિર નિર્માણ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે. સાથે જ રામ મંદિરને ભારત, ભારતીયતા, શ્રેષ્ઠ ભારત અને પ્રાચીન સંસ્કૃતિના પ્રતિક તરીકે દર્શાવવામાં આવશે. સાથે ભાજપે બંને ગૃહના સભ્યોને હાજર રહેવા માટે વ્હીપ પણ જારી કર્યું છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, બજેટ સત્રના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી પણ સંબોધન કરી શકે છે. તેઓ રામ મંદિર અને શ્વેતપત્ર પર ચર્ચા કરી શકે છે.

    શનિવારે (10 ફેબ્રુઆરી) કેન્દ્ર સરકાર લોકસભા અને રાજ્યસભામાં રામ મંદિર પર પ્રસ્તાવ રજૂ કરશે. લોકસભામાં આ પ્રસ્તાવ નિયમ 193 હેઠળ લાવવામાં આવશે, જેને ભાજપ સાંસદ સત્યપાલ સિંઘ, પ્રતાપ ચંદ્ર સારંગી અને સંતોષ પાંડે રજૂ કરશે. જ્યારે રાજ્યસભામાં આ પ્રસ્તાવ નિયમ 176 હેઠળ લાવવામાં આવશે અને તેને ભાજપ સાંસદ કે. લક્ષ્મણ, સુધાંશુ ત્રિવેદી અને રાકેશ સિન્હા દ્વારા રજૂ કરવામાં આવશે. આ દરમિયાન બંને ગૃહના સભ્યો વચ્ચે રામ મંદિરને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવશે. આ દરમિયાન અનેકવિધ ચર્ચામાં ફરજિયાત હાજર રહેવા માટે ભાજપે શુક્રવારે (9 ફેબ્રુઆરી) વ્હીપ પણ જારી કર્યું છે.

    PM મોદી કરી શકે છે સંબોધન

    અહેવાલો અનુસાર, રામ મંદિર પર પ્રસ્તાવ રજૂ કરતી વખતે વડાપ્રધાન મોદી પણ સંસદને સંબોધિત કરી શકે છે. આ દરમિયાન તેઓ રામ મંદિર અને પ્રાણપ્રતિષ્ઠાને લઈને પણ ચર્ચા શરૂ કઈ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. સાથે જ વડાપ્રધાન રામ મંદિરની સાથે અન્ય અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. તેઓ સંસદમાં લાવવામાં આવેલા શ્વેતપત્ર પર પણ ચર્ચા કરી શકે છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, બજેટ સત્રનો અંતિમ દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે એપ્રિલ અથવા મે, મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં આ સત્તરમી લોકસભાનું અંતિમ સત્ર ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સરકાર અનેક મુદ્દે ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં