Wednesday, September 18, 2024
More
    હોમપેજક્રાઈમ‘મને ઈચ્છા મૃત્યુ આપો’: કોર્ટમાં મહિલા જજનું શોષણ થતાં CJIને પત્ર લખીને...

    ‘મને ઈચ્છા મૃત્યુ આપો’: કોર્ટમાં મહિલા જજનું શોષણ થતાં CJIને પત્ર લખીને જણાવી આપવીતી, અલાહાબાદ હાઈકોર્ટ પાસે રિપોર્ટ મંગાયો

    મહિલા જજે બારાબંકીના જિલ્લા જજ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેઓ જયારે બારાબંકી જિલ્લામાં પોસ્ટીંગ પર હતા ત્યારે ત્યાંના જજ દ્વારા તેમના ઉપર શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. UPના બાંદા જિલ્લામાં કાર્યરત મહિલા જજ દ્વારા CJI પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. મહિલા જજે પોતાને ન્યાય ન મળતાં CJIને પત્ર લખી સમગ્ર આપવીતી જણાવી હતી અને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. ત્યારે હવે CJI દ્વારા આ મામલે અલાહાબાદ હાઈકોર્ટ પાસેથી સમગ્ર કેસનો રિપોર્ટ મંગાવાયો છે.

    મળતી માહિતી મુજબ આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલા જજ દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને (CJI) લખવામાં આવેલ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ પત્રમાં મહિલા જજ દ્વારા પોતાની સાથે થઇ રહેલા શોષણ અને અન્યાય માટે ન્યાય સાથે ઈચ્છા મૃત્યુની વાત કરવામાં આવી હતી. મહિલા જજે બારાબંકીમાં પોતાના પોસ્ટિંગ દરમિયાન જિલ્લા જજ દ્વારા કરવામાં આવેલી શારીરિક અને માનસિક હેરાનગતિની ફરિયાદ કરી હતી.  

    મહિલા જજે બારાબંકીના જિલ્લા જજ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેઓ જયારે બારાબંકી જિલ્લામાં પોસ્ટીંગ પર હતા ત્યારે ત્યાંના જજ દ્વારા તેમના ઉપર શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું. મહિલા જજ પાસે અભદ્ર માંગણી સાથે રાત્રે તેમને મળવા માટે દબાણ કરવામાં આવતું અને આ વિષયે મહિલા જજે અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયની અરજી કરી હતી. પરંતુ તેમને ત્યાંથી ન્યાય મળ્યો ન હતો અને અંતે મહિલા જજે કંટાળીને CJIને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાની સાથે થયેલા ઉત્પીડન અંગેની માહિતી આપી હતી અને ઈચ્છા મૃત્યુની માંગ કરી.

    - Advertisement -

    પત્રની શરૂઆતમાં મહિલા જજ પોતાની સાથે થયેલા અન્યાયની વિગત લખી અંતે પત્રમાં લખ્યું, “હું ભારતની દરેક કામ કરતી મહિલાઓને કહેવા માંગીશ કે તમારે તમારી સાથે થતા અત્યાચાર સાથે જીવતા શીખી લેવું પડશે. આ જ સત્ય છે.” આગળ લખ્યું, “મને ન્યાય માટે ફક્ત 8 સેકંડ મળી. હું મારા માટે નિષ્પક્ષ તપાસ પણ ન કરાવી શકી. જો કોઈ મહિલા સિસ્ટમ સામે લડવાનું વિચારે તો આ ખોટું છે. મને એક જજ તરીકે આ અનુભવ થયો છે.”

    ત્યારે આ સમગ્ર મામલે હવે CJIએ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અતુલ એમ કુરહેકરને અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસન પાસેથી આ ઘટનાની સ્ટેટસ રિપોર્ટ માંગવા કહ્યું છે. જેમાં સેક્રેટરી જનરલ અતુલ કુરહેકર દ્વારા હવે અલ્હાબાદ હાઇકોર્ટ પાસે મહિલા જજ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો મંગાવવામાં આવી છે. સાથે આ મામલે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.   

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં