Tuesday, April 23, 2024
More
  હોમપેજક્રાઈમ‘મોદી હવે પંજાબ આવશે તો બચશે નહિ’... આ કેવા 'ખેડૂત' જે PMને...

  ‘મોદી હવે પંજાબ આવશે તો બચશે નહિ’… આ કેવા ‘ખેડૂત’ જે PMને આપી રહ્યા છે ધમકી: આંદોલનની આડમાં થઇ રહ્યું છે ખાલિસ્તાનનું સમર્થન

  ભૂતકાળની બનેલી ઘટનાઓ અને ગુપ્તચર અહેવાલોને જોતા ખેડૂતોના આ આંદોલન અને તેમાં સામેલ અરાજકતા ફેલાવનાર તત્વોના ઈરાદાઓ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે.

  - Advertisement -

  દેશની રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતો હવે પંજાબમાંથી બહાર આવ્યા છે અને શંભુ બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. પ્રશાસન તેમને સમજાવવાનો અને તેમની વાત સાંભળવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ કેટલાક ઉપદ્રવી તત્વો એવા પણ છે જેમનો હેતુ ખેડૂતોના હિતમાં નથી પરંતુ તેમના અંગત એજન્ડાને પાર પાડવાનો છે. તેઓ ખેડૂત આંદોલનના નામે ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે શંભુ બોર્ડર પરથી એક કથિત ખેડૂતનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં ખેડૂત PM નરેન્દ્ર મોદીને ધમકી આપતો જોવા મળી રહ્યો છે.

  આ વિડીયો અજીત અંજુમની ચેનલ પર ઉપલબ્ધ છે. વિડીયોમાં કથિત ખેડૂતની ધમકી 21:37 સેકન્ડ પછી સાંભળી શકાય છે. વિરોધ કરવા નીકળેલો આ ‘ખેડૂત’ કહે છે, “જો મોદી પંજાબ પાછો આવશે, તો અમે તેમને આ ટીયર ગેસના દર્શન કરાવીશું, તેઓ ચિંતા ના કરે. છેલ્લી વખત જ્યારે આવ્યો હતો, ત્યારે ફિરોઝપુરથી ભાગી ગયો હતો. બહાનું બનાવ્યું હતું કે હું બચીને આવી ગયો. પણ જો તે આ વખતે આવશે, તો તે બચશે નહીં.”

  ખેડૂતોના આંદોલનમાં ખાલિસ્તાની તત્વો

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે ભૂતકાળની બનેલી ઘટનાઓ અને ગુપ્તચર અહેવાલોને જોતા ખેડૂતોના આ આંદોલન અને તેમાં સામેલ અરાજકતા ફેલાવનાર તત્વોના ઈરાદાઓ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા એક યુટ્યુબ ચેનલ સત્ય ખબરે ​​12 ફેબ્રુઆરીએ એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં કેટલાક શીખ ખાલિસ્તાનની માંગણી કરતા જોવા મળે છે.

  એક શીખે કહ્યું, “અમે સિંઘુ બોર્ડર પર ઉભા છીએ, જ્યાં તમે લોકોએ બેરિકેડ લગાવી રાખ્યા છે. એક કામ કરો, હરિયાણાની સરહદ હંમેશ માટે બંધ કરો. અમે પાકિસ્તાન સાથેની સરહદ ખોલીશું. તમે લોકોએ અમને ભારતથી અલગ કર્યા છે તો પછી હવે અમે અલગ થઈશું.”

  આ પછી આ લોકોએ કેન્દ્રની મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. કથિત ખેડૂતે વધુમાં કહ્યું કે, “મોદી સરકાર પંજાબને પોતાનું નથી માનતી. જો તેઓ પંજાબને પોતાનું નથી માનતા તો અમને અલગ થઈ જવા દો. અમને અમારો દેશ ખાલિસ્તાન બનાવવા દો. અમે પાકિસ્તાન સાથે જોડાઈ જશું. અમે દિવાલો નથી બનાવી, તમે બનાવી છે. તમે અમને ભારતથી અલગ કર્યા છે. હવે અમે ખાલિસ્તાન બનાવીશું.”

  ખેડૂતોના આંદોલનમાં આવા નિવેદનો આવતા પહેલા ટ્રેક્ટર પર ભિંડરાવાલેના ફોટા સાથેનો ઝંડો પણ જોવા મળ્યો હતો અને હવે પીએમ મોદીને ખુલ્લેઆમ ધમકીઓ મળવા લાગી છે. આ ઉપરાંત ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંઘ પન્નુંએ પણ ખેડૂતોને ઉશ્કેરતો એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેને ખેડૂતોને કહ્યું હતું કે, સરકાર પાસે માંગવાથી કસું નહિ મળે એટલે દિલ્હીને ફતેહ કરો. આ ઉપરાંત ખેડૂતોએ કાઢેલી રેલીમાં ટ્રેક્ટરો પર ખાલિસ્તાન અને ભિંડરાવાલેના ફોટા સાથેના ઝંડા પણ જોવા મળ્યા હતા.

  પંજાબમાં પીએમની સુરક્ષામાં ભંગ થયો હતો

  ધમકીમાં ઉલ્લેખિત પંજાબની ઘટના 5 જાન્યુઆરી, 2022ની છે. તે સમયે, પીએમ મોદીનું વિમાન ભટિંડામાં ઉતર્યું હતું, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત ‘રાષ્ટ્રીય શહીદ સ્મારક’ જવાના હતા. ત્યાં તેમણે ‘રાષ્ટ્રીય શહીદ સ્મારક’ ખાતે શહીદ ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની હતી.

  વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે હવામાન સુધરે ત્યાં સુધી 20 મિનિટ રાહ જોવી પડી હતી. જ્યારે હવામાન અનુકૂળ ન હતું, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વડાપ્રધાન હુસૈનીવાલાની સડક માર્ગે જ જશે. જ્યારે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો.

  પીએમ મોદીનો કાફલો હુસૈનીવાલાથી 30 કિલોમીટર દૂર અટવાયેલો રહ્યો. પીએમ મોદી લગભગ 15-20 મિનિટ સુધી ત્યાં અટક્યા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં આ મોટી ચૂક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સડક યાત્રામાં બે કલાકનો સમય લાગતો હતો, જેના માટે પંજાબના પોલીસ મહાનિરીક્ષક (ડીજીપી)ને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં