Sunday, April 28, 2024
More
    હોમપેજદેશચક્રવાત 'મિચૌંગ'ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100...

    ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

    IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ઉત્તર તટીય રાજ્યો તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે. સુરક્ષિત રહો અને તમામ સાવચેતી રાખો."

    - Advertisement -

    ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના દેખાઈ રહી છે. ચક્રવાત દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે. આ પ્રાકૃતિક હોનારતને ધ્યાને લઈને આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા કાંઠાના રાજ્યોમાં એલર્ટ મૂકવામાં આવ્યું છે.

    ભારતીય હવામાન વિભાગ (IMD)એ વાવાઝોડા મિચૌંગને લઈને એલર્ટ જાહેર જાર્યું છે. IMDએ ગુરુવારે (30 નવેમ્બર) જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર, 5 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાના ત્રાટકવાની સંપૂર્ણ શકયતા છે. આ ઉપરાંત આ વાવાઝોડાની અસર ઓડિશા સુધી પહોંચી શકે છે.

    આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકશે ચક્રવાત

    IMDની આગાહી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ સામે ઝઝૂમી રહેલ તમિલનાડુ પર હવે ચક્રવાતી તોફાનનું જોખમ તોળાઈ રહ્યું છે. ચક્રવાત ‘મિચૌંગ’ 4 કે 5 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતાઓ છે.

    - Advertisement -

    IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઉત્તર તટીય રાજ્યો તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે. સુરક્ષિત રહો અને તમામ સાવચેતી રાખો.”

    ચક્રવાત માટેની તૈયારીઓ

    કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની આગેવાની હેઠળની નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ‘મિચૌંગ ‘ અંગે સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે દિલ્હીમાં એક બેઠક યોજી હતી. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે NCMCને ચક્રવાત મિચૌંગની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે આશ્રયસ્થાનો, વીજ પુરવઠો, દવાઓ અને ઈમરજન્સી સેવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તમામ સ્કૂલ અને કોલેજોને પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

    બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ચક્રવાત, આગળ વધી રહ્યું હોવાથી NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પોંડિચેરી માટે 18 બચાવ ટીમ બનાવવાની સાથે 10 વધારાની ટીમો પણ તૈયાર કરી છે. કોસ્ટ ગાર્ડ, આર્મી, નેવી, રાહત અને બચાવ જહાજો, વિમાનો સહિત કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં