Wednesday, September 11, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'કબ્રિસ્તાન કે મજાર નહીં, આ મહાભારત કાલીન લાક્ષાગૃહ છે': 53 વર્ષ બાદ...

    ‘કબ્રિસ્તાન કે મજાર નહીં, આ મહાભારત કાલીન લાક્ષાગૃહ છે’: 53 વર્ષ બાદ કોર્ટના ચુકાદામાં હિંદુ પક્ષની મોટી જીત, જ્ઞાનવાપી પછી વધુ એક સ્થળ હિંદુઓને સોંપાયું

    બાગપતના બરનાવામાં લાક્ષાગૃહના ટેકરાની ઓળખ થઈ છે. 1953માં ખોદકામ દરમિયાન અહીંથી લગભગ 4500 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો પણ મળી આવ્યા હતા.

    - Advertisement -

    ઐતિહાસિક હિંદુ ગ્રંથ મહાભારતમાં જે લાક્ષાગૃહનું વર્ણન આવે છે તે હાલમાં ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થિત છે. આ એ જ લાક્ષાગૃહ છે, જે પાંડવોને મારવાના કાવતરાના ભાગરૂપે દુર્યોધને બનાવ્યું હતું. હવે મુસ્લિમ પક્ષ તરફથી 1970થી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, જે ટેકરા પર લાક્ષાગૃહ હોવાનું જણાઈ આવે છે, ત્યાં બકરુદ્દીનની મજાર અને કબ્રિસ્તાન છે. જ્યારે હવે કોર્ટે મુસ્લિમ પક્ષના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને સંપૂર્ણ જમીન અને મજાર પણ હિંદુઓને સોંપી દીધી છે. કોર્ટના ચુકાદામાં એવું પણ કહેવાયું છે કે, “આ કોઈ મજાર કે કબ્રિસ્તાન નથી, આ મહાભારત કાળનું લાક્ષાગૃહ છે.”

    મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, બકરુદ્દીનની કથિત મજારની આસપાસ કબ્રિસ્તાન પણ છે. તેમનો દાવો હતો કે, આ જમીન મુસ્લિમ વક્ફ બોર્ડની છે. આ કેસ છેલ્લા 53 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે આ મામલે નિર્ણય આવી ગયો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે, આ લાક્ષાગૃહ જ છે. મજાર કે કબ્રિસ્તાન નહીં. કોર્ટના ચુકાદામાં 100 વીઘાં જમીન અને મજાર હિંદુઓને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. હિંદુ પક્ષના વકીલ રણવીર સિંઘે જણાવ્યું છે કે, મુસ્લિમ પક્ષ 100 વીઘાં જમીનને કબ્રિસ્તાન અને મજાર કહીને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. રણવીર સિંઘે આ અંગેના તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત કાળનો છે. આ ટેકરા પર સંસ્કૃત પાઠશાળા અને મહાભારત કાળના અવશેષો પણ મોજૂદ છે.

    1970માં મુસ્લિમ વક્ફ બોર્ડે ઠોક્યો હતો દાવો

    આ કેસ બાગપતના ADJ કોર્ટમાં ચાલી રહ્યો હતો. બાગપતના બરનાવામાં લાક્ષાગૃહના ટેકરાની ઓળખ થઈ છે. 1953માં ખોદકામ દરમિયાન અહીંથી લગભગ 4500 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો પણ મળી આવ્યા હતા. તેથી હવે આ સ્થળની ઓળખ દુર્યોધને બનાવેલા લાક્ષાગૃહથી થાય છે. આ સ્થળ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના કબજામાં છે. જોકે, વર્ષ 1970માં ઉત્તર પ્રદેશ વક્ફ બોર્ડે આ જગ્યા પર પોતાનો દાવો ઠોક્યો હતો. વક્ફ બોર્ડ વતી, મુકીમ ખાને લાક્ષાગૃહ ટેકરાને બદરુદ્દીન શાહની મજાર અને તેની આસપાસના વિસ્તારને કબ્રિસ્તાન ગણાવ્યો હતો અને તેના પર માલિકીનો દાવો કરતો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મુકીમ ખાને બ્રહ્મચારી કૃષ્ણદત્તને પ્રતિવાદી બનાવ્યા હતા.

    - Advertisement -

    મુકીમ ખાને કહ્યું હતું કે, આ જમીન વક્ફ બોર્ડના રેકોર્ડમાં છે, જેમાં શેખ બદરુદ્દીનની મજાર અને એક મોટું કબ્રિસ્તાન મોજૂદ છે. જ્યારે પ્રતિવાદી પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે, આ પાંડવોનું લાક્ષાગૃહ છે. અહીં મહાભારત સમયની એક સુરંગ, પૌરાણિક દિવાલો અને એક પ્રાચીન ટેકરો મોજૂદ છે. પુરાતત્વ વિભાગે અહીંથી મહત્વની પ્રાચીન વસ્તુઓ પણ મેળવી છે. હવે આ મામલે કોર્ટનો નિર્ણય આવી ગયો છે. પરંતુ કોર્ટનો નિર્ણય સાંભળવા માટે હવે આ દુનિયામાં ના તો મુકીમ ખાન રહ્યા છે અને ના તો બ્રહ્મચારી કૃષ્ણદત્ત રહ્યા છે. આ કેસ 53 વર્ષથી ચાલી રહ્યો હતો. વર્ષ 1970માં આ કેસ તત્કાલીન મેરઠ જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં સિવિલ જજ જુનિયર ડિવીઝન પ્રથમ સમક્ષ ચાલી રહ્યો હતો.

    નોંધનીય છે કે, આ ટેકરો તે જ લાક્ષાગૃહ છે, જ્યાં પાંડવોને જીવતા સળગાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કૌરવોએ પાંડવોને મારવા માટે આ લાક્ષાગૃહની યોજના બનાવી હતી અને તેમાં આગ લગાવી દીધી હતી, પરંતુ પાંડવો એક સુરંગની મદદથી બહાર નીકળી ગયા હતા. આ સુરંગ બરનાવામાં આજે પણ મોજૂદ છે. અહિયાં ASI દિલ્હી દ્વારા 2018માં ટ્રેંચ લગાવીને ટેકરાનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત યુગના માટીકામ અને પુરાવા પણ મળ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં