Friday, May 3, 2024
More
    હોમપેજદેશ'દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો હક': આજે મનમોહનસિંઘની વાત નકારી રહેલી કોંગ્રેસ...

    ‘દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો હક’: આજે મનમોહનસિંઘની વાત નકારી રહેલી કોંગ્રેસ એક સમયે મુસ્લિમોને 15% આરક્ષણ આપવા માંગતી હતી, ધર્માંતરણ બાદ પણ ચાલુ રાખવું હતું રિઝર્વેશન

    જનસભા સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 2024 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલું ઘોષણાપત્ર માઓવાદી વિચારધારાવાળુ છે. તે સંપત્તિના ભાગલા કરવાની વાત કરે છે. તેનાથી મહિલાઓના ઘરેણા સુદ્ધાનો સરવે કરવામાં આવશે અને તેને જપ્ત કરી લેવામાં આવશે અને તેના ભાગલા પાડી દેવામાં આવશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (21 એપ્રિલ 2024) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજસ્થાનમાં એક વિશાળ જનસભા સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ લોકોની સંપત્તિ છીનવીને ભાગલા પાડવા માંગે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ તે પહેલા જ દર્શાવી ચુકી છે કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો હક છે.

    જનસભા સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 2024 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલું ઘોષણાપત્ર માઓવાદી વિચારધારાવાળુ છે. તે સંપત્તિના ભાગલા કરવાની વાત કરે છે. તેનાથી મહિલાઓના ઘરેણા સુદ્ધાનો સરવે કરવામાં આવશે અને તેને જપ્ત કરી લેવામાં આવશે અને તેના ભાગલા પાડી દેવામાં આવશે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આ સંપત્તિ તેવા લોકો વચ્ચે વેચી દેવામાં આવશે, જેમના માટે કોંગ્રેસ તેવું માને છે કે દેશના સંસાધનો પર તેમનો પહેલો અધિકાર છે. વડાપ્રધાને કહ્યું કે લોકો પાસેથી જપ્ત કરેલી સંપત્તિ ઘુસણખોરો અને વધુબ બાળકોવાળા લોકો વચ્ચે વેચી દેવામાં આવશે.

    વાસ્તવમાં વડાપ્રધાન મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના 2006ના નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે. મનમોહન સિંઘે આ વાત 9 ડિસેમ્બર 2006ના રોજ એક સરકારી કાર્યક્રમમાં કહી હતી. જ્યારે પીએમ મોદીએ સંપત્તિ વહેંચવાના કોંગ્રેસના વચનની સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો તો કોંગ્રેસે તેને નકારવાનો પ્રયત્ન કર્યો.

    - Advertisement -

    કોંગ્રેસે આ વાતને ખોટી સાબિત કરવા માટે એક વિડીયો શેર કર્યો છે. જો કે, કોંગ્રેસ આમાં અસફળ નીવડી. ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના નિવેદનનો તે ભાગ શેર કર્યો છે. આ નિવેદનમાં મનમોહન સિંઘ સ્પષ્ટ રીતે આ જ વાત કહે છે. નિવેદનની લેખિત નકલ વડાપ્રધાન કાર્યાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

    તેના પર લખવામાં આવ્યુ છે કે, “આપણે લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો માટે યોજનાઓ બનાવવી જોઈએ, જેથી તેઓ આપણા વિકાસનાં ફળમાંથી સમાન લાભ મેળવી શકે. સંસાધનો પર તેમનો પ્રથમ અધિકાર હોય”

    આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે પીએમ મનમોહન સિંઘ મુસ્લિમોને સંસાધનો પર પ્રથમ અધિકાર આપવાની વાત કરી રહ્યા હતા. તે મુજબ કોંગ્રેસનો દાવો નિષ્ફળ જાય છે. આ નિવેદનમાં વડાપ્રધાન મનમોહન સિંઘે દેશના અન્ય વર્ગો વિશે પણ વાત કરી હતી.

    આ નિવેદન બાદ દેશમાં ભારે હોબાળો મચ્યો હતો. જેના કારણે પીએમઓએ 10 ડિસેમ્બર, 2006ના રોજ સ્પષ્ટતા જારી કરવી પડી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મનમોહન સિંઘ માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ અન્ય વર્ગોના સશક્તિકરણની વાત કરી રહ્યા છે.

    મનમોહન સિંઘના નિવેદન ઉપરાંત પણ ઘણુબધું કહી રહી હતી કોંગ્રેસ

    દેશના સંસાધનો પર અધિકારોના નિવેદન પર ફરી વિવાદ થયા બાદ કોંગ્રેસ વધુ ઘેરાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે મનમોહન સિંઘના નિવેદન પહેલા જ કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરવાની કોશિશ કરી રહી હતી. આ આરોપ પત્રકાર દિલીપ મંડલે લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ સરકાર રંગનાથ મિશ્રા આયોગના રિપોર્ટને ટાંકીને દલિતોના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવા માંગતી હતી અને ધર્મ પરિવર્તનને પણ પ્રોત્સાહન આપવા માંગતી હતી.

    વાસ્તવમાં 2007માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંગનાથ મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલા આયોગે પોતાના રીપોર્ટમાં એવી હિમાયત કરી હતી કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં પણ જાતિઓનું અસ્તિત્વ છે. આયોગે કહ્યું હતું કે, હાલમાં ભારતીય બંધારણ મુજબ જે પણ દલિત ખ્રિસ્તી ધર્મ કે ઈસ્લામ ધર્મ અંગીકાર કરે છે તેને અનામતનો લાભ મળતો નથી. આયોગે કહ્યું હતું કે આ બંધારણીય પ્રતિબંધને હટાવી દેવો જોઈએ. ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં માનનારા આવા દલિતોને પણ હિંદુ કે શીખ દલિતોની જેમ જ અનામત આપવી જોઈએ.

    આયોગે એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે એક વખત કોઈ વ્યક્તિને દલિત માનવામાં આવે તો પછી તે કોઈ પણ ધર્મને અનુસરે, તેને દલિત તરીકે અનામત ન લેવી જોઈએ. આયોગે ધર્માંતરણ કરનારાઓને અનામતના લાભના ઇનકારને બંધારણની વિરુદ્ધ ગણાવ્યો હતો.

    નોંધપાત્ર વાત એ છે કે, લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે જાતિપ્રથા માત્ર હિંદુઓમાં જ અસ્તિત્વમાં છે અને આવા અનામતનો લાભ હિંદુ દલિતોને પણ મળવો જોઈએ. ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં કોઈ જાતિ પ્રથા નથી તેથી જ્યારે કોઈ વ્યક્તિ આ ધર્મોમાં જાય છે ત્યારે તે જાતિના બંધનમાંથી બહાર નીકળી જાય છે.

    આ ઉપરાંત આયોગે મુસ્લિમોને અલગથી અનામત આપવાની પણ હિમાયત કરી હતી. રંગનાથ મિશ્રા આયોગે કહ્યું હતું કે સરકારી નોકરીઓમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું અથવા નહિવત છે, તેથી તેમને વિશેષ અનામત આપવી જોઈએ.

    આયોગે કહ્યું હતું કે લઘુમતીઓને પછાત ગણીને સરકારી નોકરીઓમાં 15 ટકા અનામત આપવી જોઈએ. આ 15 ટકામાંથી 10 ટકા મુસ્લિમો માટે જ હોવા જોઈએ કારણ કે તેઓ કુલ લઘુમતીઓના 73 ટકા છે. રંગનાથ મિશ્રાના આયોગે કહ્યું હતું કે જો આવું ન હોય તો ઓબીસી અનામતનો 8.2 ટકા હિસ્સો લઘુમતીઓને આપવો જોઈએ, તેમાંથી 6 ટકા અનામત માત્ર મુસ્લિમો માટે જ હોવી જોઈએ.

    રંગનાથ મિશ્રા આયોગે કરેલી આ ભલામણો તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો. આ અહેવાલમાં પૃષ્ઠ ક્રમાંક 145-160 વચ્ચેના વાંચી શકાય છે. જો કે કોંગ્રેસ સરકાર રંગનાથ મિશ્રાની ભલામણોનો અમલ કરી શકી નહોતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં