Friday, May 10, 2024
More
    હોમપેજદેશજમ્મુ-કાશ્મીરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 36ના મોત અનેક ઘાયલ: વડાપ્રધાન...

    જમ્મુ-કાશ્મીરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 36ના મોત અનેક ઘાયલ: વડાપ્રધાન મોદીએ જતાવ્યું દુઃખ, મૃતકના પરિવારને 2 લાખનું વળતર

    જમ્મુ-કાશ્મીરમાં આ ભયંકર બસ દુર્ઘટના અસાર ક્ષેત્રમાં ઘટી હતી, આ બસ 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. દુર્ઘટના સ્થળ પર હાજર ડોડાના ડીજી હરવિંદર સિંઘના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત થયેલા લોકોને ડોડાના સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોના સ્થળાંતર કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં ભયંકર બસ દુર્ઘટના સર્જાતા 36 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બસ ખીણમાં ખાબકતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 19 લોકો ઘાયલ થયા છે, જે પૈકીના 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બસ કાશ્મીરના કિશ્તવાડથી જમ્મુ જવા માટે રવાના થઇ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે મૃતકોની સંખ્યા વધી શકે તેવી આશંકાઓ નકારી શકાય નહીં.

    અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આ ભયંકર બસ દુર્ઘટના અસાર ક્ષેત્રમાં ઘટી હતી, આ બસ 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. દુર્ઘટના સ્થળ પર હાજર ડોડાના ડીજી હરવિંદર સિંઘના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત થયેલા લોકોને ડોડાના સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોના સ્થળાંતર કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

    આ ગમખ્વાર અકસ્માત બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઘટનાને લઈને પીએમ ઓફીસના ઓફિસિયલ X એકાઉન્ટ પરથી કહેવામાં આવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે થયેલી બસ દુર્ઘટના દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”

    - Advertisement -

    આ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “આ બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક મૃતકના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવશે, ઉપરાંત પ્રત્યેક ઘાયલને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવશે.”

    નોંધનીય છે કે દુર્ઘટનાગ્રસ્ત આ બસમાં કુલ 55 યાત્રીઓ સવાર હતા. કિશ્તવાડથી જમ્મુ તરફ જઈ રહેલી આ બસનું ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં વળાંક વળતી વખતે સંતુલન બગડતા તે તુંગ્રાલ પાસે ઊંડી ખાઈમાં ખાબકી હતી.

    જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ આ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ડોડાના અસરમાં દુઃખદ બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુથી ખુબ જ દુઃખી છું. શોકમગ્ન પરિવારો પ્રત્યે મારી સંવેદના અને દુર્ઘટનામાં ઈજા પામેલા લોકો ઝડપી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. અસરગ્રસ્ત લોકોએ તમામ પ્રકારની જરૂરિયાત સહાયતા પ્રદાન કરવા માટે જિલ્લા પ્રશાસનને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં