Tuesday, April 16, 2024
More
  હોમપેજદેશરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે ભાડે લાવેલા વાહનોનું લાખોનું ચુકવણું બાકી:...

  રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે ભાડે લાવેલા વાહનોનું લાખોનું ચુકવણું બાકી: માલિકો અને ડ્રાઇવરો રસ્તે ઉતર્યા, નોંધાવી ફરિયાદ, કહ્યું- તે ચોર છે, માદર₹#@$

  ઉત્તર પ્રદેશના બુલંદશહરના કેટલાક ટ્રાન્સપોર્ટ વેપારીઓ અને ડ્રાઈવરોએ આરોપ લગાવ્યો છે કે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પોતાના વાહનો ભાડે આપ્યા હતા. યાત્રા પૂર્ણ થયાને આટલો સમય વીતવા છતાં તેમનું લાખો રૂપિયાનું વળતર નથી આપવામાં આવી રહ્યું.

  - Advertisement -

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના નામે એક કાર્યક્રમ કર્યો હતો. આ અંતર્ગત રાહુલ ગાંધીએ મણીપુરથી મહારાષ્ટ્ર સુધી ‘ભારત જોડો યાત્રા’ની થીમ પર જ એક યાત્રા કરી. મહારાષ્ટ્રમાં આ યાત્રાનું સમાપન પણ થઈ ગયું. પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જે લોકોએ પોતાના વાહનો ભાડે આપ્યા હતા, તે લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોપ છે કે કોંગ્રેસે તેમના વાહનો તો બાંધ્યા, પરંતુ ભારત જોડો ન્યાય યાત્રાના આટલો સમય થયા બાદ પણ તેમના વાહનોની બાકી નીકળતી લાખો રૂપિયાની ચુકવણી નથી કરવામાં આવી.

  મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના બુલંદશહરના કેટલાક ટ્રાન્સપોર્ટ વેપારીઓ અને ડ્રાઈવરોએ આરોપ લગાવ્યો છે કે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પોતાના વાહનો ભાડે આપ્યા હતા. યાત્રા પૂર્ણ થયાને આટલો સમય વીતવા છતાં તેમનું લાખો રૂપિયાનું વળતર નથી આપવામાં આવી રહ્યું. આટલું જ નહીં, પીડિતોનો દાવો છે કે પોતાના બાકી નીકળતા પૈસા માંગવા પર તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ મામલે હવે તમામ વાહન માલિકોએ બુલંદશહેર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

  આ તમામ ફરિયાદીઓનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં વાહનોના માલિકો પોતાની વ્યથા ઠાલવતા નજરે પડી રહ્યા છે. પોતાને પડી રહેલી તકલીફો વિશે એક વ્યક્તિ કહે છે કે, “અમે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં અમારા વહન લઈને ગયા હતા. અમને અમારું વળતર નથી આપવામાં આવ્યું. પેમેન્ટ ન મળવાના કારણે અમારે રસ્તા પર આવવું પડ્યું અને બધાને જોડવા પડ્યા છે. અમને પેમેન્ટ મળવું જોઈએ, જો અમને પેમેન્ટ નહીં મળે તો અમે ન્યાયિક લડત આપીશું.” આ દરમિયાન તેમને પૂછવામાં આવે છે કે તેમનું કેટલું પેમેન્ટ બાકી છે? તેના પર તે વ્યક્તિ કહે છે કે, “મારા 1 લાખ રૂપિયા બાકી છે.”

  - Advertisement -

  ઘરેથી ઉઠાવીને મારી નાખીશું તેવી ધમકી આપી- ફરિયાદ કરનાર વાહન માલિક

  આ વિડીયોમાં જ અન્ય એક મોટી સિંઘ નામના વ્યક્તિ પણ પોતાની વ્યથા ઠાલવતા નજરે પડી રહ્યા છે. તેઓ કહે છે કે, “મારી ગાડી ભારત જોડો ન્યાય યાત્રામાં ગઈ હતી, અમને હજુ સુધી તેનું પેમેન્ટ નથી ચુકવવામાં આવ્યું અને તે કારણે અમે અહીં એકઠા થયા છીએ. મારા આ વખતના અને પાછલી વખતના 3,50,000 બાકી છે. દિલ્હી-હરદ્વાર ટ્રાન્સપોર્ટવાળા મનોજ સિંઘ મારફતે અમારા વહન ગયા હતા. તેઓ કહે છે કે અમારી પાસે કોઈ પાસીં નથી, જેને લેવાના હશે તે લઇ લેશે. તેઓ કહે છે કે તમારામાં એટલી ત્રેવડ હોય તો તમારા ડબ્બા (કન્ટેનર) લઈ જાઓ. અમને ધમકી આપી છે કે ઘરેથી ઉઠાવીને મારી નાંખીશું. મરવી નાખીશું, તું ઓળખતો નથી અમે કોણ છીએ. અમને અમારું પેમેન્ટ નહીં આપે તો અમે કોર્ટ મારફતે પૈસા લઈશું.”

  ચોર છે આ માદર₹#@$- પૈસાની ઉઘરાણી કરી રહેલા દિનેશ

  આ વિડીયોમાં જ અન્ય એક દિનેશ નામના વ્યક્તિ તો પોતાના પૈસા ન મળવાથી એટલા ઉકળેલા નજરે પડ્યા છે કે તેમણે પોતાના નિવેદનમાં ચોર અને માદર₹#@$ જેવા શબ્દોનો ઉપયોગ કરી દીધો. તેઓ કહે છે કે, “અરે આ લોકો પેમેન્ટ નથી આપી રહ્યા યાત્રા કરીને આવ્યા રાહુલ ગાંધીની, ચોર છે માદર₹#@$, ત્રણ મહિના થવા છતાં પૈસા નથી આપી રહ્યા. ” અન્ય એક સત્યેન્દ્ર નામના વ્યક્તિ પણ આ વિડીયોમાં વ્યથા ઠાલવતા નજરે પડી રહ્યા છે. તેઓ કહે છે કે, “મારું પણ એક લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી છે. પૈસા માંગવા પર આ લોકો કહે છે કે કન્ટેનર લઈ જાઓ અને પૈસા લઈ જાઓ, પૈસાના નામે તેઓ ચેક આપે છે અને ચેક પણ બાઉન્સ થશે. અમે કોર્ટથી લડીને પેમેન્ટ લઈશું.”

  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રામાં તેમના અને અન્ય નેતાઓ માટે રોકાવવા માટે ખાસ પ્રકારના ટ્રેલર કન્ટેનર બનાવ્યા હતા. તેની અંદર એર કંડીશનર સહિત પલંગ, બાથરૂમ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. જેમ-જેમ આ યાત્રા આગળ વધતી, તેમ-તેમ આ ખાસ કન્ટેનર આગલા પડાવ પર પહોંચીને યાત્રાની રાહ જોતા. રાહુલ ગાંધી સહિતના નેતાઓ તેમાં રાત્રી રોકાણ કરતા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં