Tuesday, November 12, 2024
More
    હોમપેજદેશ13 વર્ષની સગીરા, 26 વર્ષની ઉંમરનો પુરુષ... બળાત્કારના આરોપમાં બૉમ્બે હાઈકોર્ટે જામીન...

    13 વર્ષની સગીરા, 26 વર્ષની ઉંમરનો પુરુષ… બળાત્કારના આરોપમાં બૉમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા, કહ્યું- એ પ્રેમ હતો, વાસના નહીં

    સુનાવણી દરમિયાન દલીલ કરવામાં આવી કે, સગીરાએ પોતાની ઈચ્છાથી ઘર છોડ્યું હતું અને શીરીરિકસંબંધ માટે પણ કોઈ બળજબરી કરવામાં આવી ન હતી. બીજી તરફ આ મામલે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, મામલો ગંભીર છે. કારણ કે છોકરી સગીર છે. જેથી તેની શારીરિક સંબંધ માટેની અનુમતિ માન્ય ગણાય નહીં.

    - Advertisement -

    બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક 13 વર્ષીય સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં પકડાયેલા એક વ્યક્તિને જામીન આપ્યા છે. ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે, સગીરા સાથે 26 વર્ષીય વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધ્યા તેનું કારણ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ હતો, વાસના નહીં. બંનેએ પરસ્પર સંમતિથી સંબંધ બાંધ્યા હતા. બીજી તરફ, પ્રોસિક્યુશન તરફથી જામીનના વિરોધમાં દલીલ કરવામાં આવી હતી કે પીડિતા સગીર વયની હોવાના કારણે તેની સહમતિ પ્રાસંગિક નથી.

    આ કેસમાં જસ્ટિસ ઉર્મિલા જોશી ફાલ્કેએ સુનાવણી દરમિયાન કહ્યું કે, જે સમયે ઘટના બની ત્યારે છોકરી સગીર હતી, પણ પોલીસને આપવામાં આવેલ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તેણે પોતાની ઈચ્છાથી માતા-પિતાનું ઘર છોડ્યું હતું. તે આરોપી વ્યક્તિ સાથે પ્રેમસંબંધમાં છે. આ ઉપરાંત ભાગી જવા દરમિયાન તે આરોપી સાથે વિવિધ જગ્યાઓ પર રહી પરંતુ તેણે આ અંગે કોઈપણ ફરિયાદ કરી નથી કે તેને બળજબરીપૂર્વક લઇ જવામાં આવી હોવાનું જણાવ્યું નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે સગીરા પ્રેમસંબંધના કારણે આરોપી સાથે ગઈ હતી. આરોપીની 26 વર્ષની કાચી ઉંમર છે. એવામાં બની શકે કે પ્રેમસંબંધના કારણે તેઓ સાથે થઇ ગયાં હોય.

    કેસની વિગતો એવી છે કે, આરોપી વ્યક્તિ સગીરાના ઘરની બાજુમાં રહેતો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતા 13 વર્ષની હતી. 23 ઓગસ્ટ, 2020ના રોજ સગીરા તેના વિદ્યાર્થીમિત્ર સાથે પુસ્તક લેવાના બહાને ઘરથી નીકળી અને પાછી ફરી નહીં. પરિવારે શોધખોળ કરી પરંતુ ક્યાય તેનો પત્તો લાગ્યો નહીં. ત્યારબાદ પરિવારે અમરાવતી જિલ્લાના અંજનગામમાં સુર્જી પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR દાખલ કરાવી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, સગીરા એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે અને બેંગલોરમાં રહે છે. જે પછી પોલીસે 30 ઓગસ્ટ, 2020ના દિવસે આરોપીની ધરપકડ કરી હતી. છોકરી સગીર વયની હોવાથી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારથી આરોપી પોલીસ કસ્ટડીમાં હતો. સામેના પક્ષે દલીલ કરી કે પીડિતા સગીર વયની હોવાના કારણે તેની સહમતિ હોય કે ન હોય, તેનાથી ફેર પડતો નથી.

    - Advertisement -

    કેસમાં ત્યારબાદ આરોપીના વકીલે કોર્ટમાં એક જામીન અરજી દાખલ કરી હતી જેની સુનાવણી દરમિયાન દલીલ કરવામાં આવી કે, સગીરાએ પોતાની ઈચ્છાથી ઘર છોડ્યું હતું અને શીરીરિકસંબંધ માટે પણ કોઈ બળજબરી કરવામાં આવી ન હતી. બીજી તરફ આ મામલે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, મામલો ગંભીર છે. કારણ કે છોકરી સગીર છે. જેથી તેની શારીરિક સંબંધ માટેની અનુમતિ માન્ય ગણાય નહીં. જોકે, કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, કેસ દાખલ થયો ત્યારથી અત્યાર સુધી કેસમાં કોઈ પ્રગતિ થઇ નથી. જેથી હજી અંતિમ નિર્ણયમાં વાર લાગશે, ત્યાં સુધી આરોપીને કસ્ટડીમાં રાખવાની જરૂર જણાતી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં