Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'નવી યોજનાથી 50 હજાર લોકો થયા બેરોજગાર': દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોએ LGને...

    ‘નવી યોજનાથી 50 હજાર લોકો થયા બેરોજગાર’: દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોએ LGને લખ્યો પત્ર, કેજરીવાલ સરકારની નવી ઈલેક્ટ્રિક વ્હીકલ સ્કીમને લઈને કરી ફરિયાદ

    દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોએ દિલ્હી LGને અને આમ આદમી પાર્ટી સરકારને પત્ર લખીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ એક નવી યોજનાના કારણે હજારો ડ્રાઈવરો બેરોજગાર થઈ ગયા છે.

    - Advertisement -

    દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોએ ઉપરાજ્યપાલ (LG) અને આમ આદમી પાર્ટી (AAP) સરકારને એક પત્ર લખ્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે બાઈક ટેક્સી માટે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ફરજિયાત કરવાના કારણે લગભગ 50 હજાર ડ્રાઈવરો બેરોજગાર થઈ ગયા છે. દિલ્હી મોટર વ્હીકલ એગ્રીગેટર એન્ડ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર સ્કીમ, 2023 સંબંધિત ફાઈલને દિલ્હીના LGએ વીકે સક્સેના દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પોલિસી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઈને દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને તેમણે દિલ્હી LGને પત્ર લખ્યો છે.

    દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોએ દિલ્હી LGને અને આમ આદમી પાર્ટી સરકારને પત્ર લખીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ એક નવી યોજનાના કારણે હજારો ડ્રાઈવરો બેરોજગાર થઈ ગયા છે. ‘અપના બાઈક ટેક્સી એસોશિએશને’ LG સક્સેનાને લખેલા પત્રમાં કહ્યું છે કે, તેમણે દિલ્હી સરકારને તેમની ફરિયાદ ઉકેલવા માટે ઘણી વખલ અપીલ કરી છે પરંતુ તેમની વાત કોઈ સાંભળી રહ્યું નથી. તેમણે પત્રમાં સરકાર પર આક્ષેપ કર્યો હતો કે દિલ્હી સરકારના કોઈ સત્તાધીશો તેમની ફરિયાદ સાંભળી રહ્યા નથી.

    ‘ઇલેક્ટ્રિક બાઈક ખરીદવાના પૈસા પણ નથી’

    દિલ્હીના બાઈક ટેક્સી ડ્રાઈવરોએ LGને લખેલા પત્રમાં કહેવાયું છે કે, “અમને લાગે છે કે સરકારે એ સમજવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ પેટ્રોલ મોટરસાયકલ ચલાવી રહ્યો છે, તો તે અચાનક ઇલેક્ટ્રિક બાઈક કઈ રીતે લઈ શકે?” પત્રમાં વધુમાં લખાયું છે કે “ન તો બજારમાં ઇલેક્ટ્રિક બાઈક ટેક્સી ઉપલબ્ધ છે અને ન તો અમારી પાસે તેને ખરીદવાના પૈસા છે.” સાથે બાઈક ટેક્સી ડ્રાઈવરોનું કહેવું એવું પણ છે કે માત્ર ઇલેક્ટ્રિક બાઈક ટેક્સીઓને ચલાવવાની મંજૂરી આપવા જેવા કડક પગલાં તેમની આજીવિકા છીનવી લેશે.

    - Advertisement -

    નોંધનીય છે કે ગયા મહિને પણ 1,500થી વધુ બાઈક ટેક્સી ડ્રાઈવરોએ ઉપરાજ્યપાલને પત્ર લખીને માંગણી કરી હતી કે, ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં માટે તેમને એટલી જ સામે મર્યાદા આપવામાં આવે જેટલી આપૂર્તિ સેવામાં અન્યને આપવામાં આવી હતી.

    શું છે આ યોજના?

    ‘દિલ્હી મોટર વ્હીકલ એગ્રીગેટર એન્ડ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર સ્કીમ, 2023’ યોજનાને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે મંજૂરી આપી હતી જે બાદ LGને ફાઈલ મોકલવામાં આવી હતી. હવે LGએ પણ આ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દિલ્હીમાં હવે તમામ બાઈક ટેક્સી ડ્રાઈવરોને માત્ર ઇલેક્ટ્રિક બાઈક ચલાવવાની મંજૂરી આપવમાં આવશે. સાથે તેમણે યોજનામાં સામેલ માર્ગદર્શિકાનું પણ પાલન કરવાનું રહેશે. આ બધા મુદ્દાઓને લઈને હવે બાઈક ટેક્સી ડ્રાઈવરો પણ નારાજ થયા છે.

    યોજનાનો ગત ઓક્ટોબરમાં દિલ્હી સરકારે મંજૂરી આપી હતી અને ફાઇલ દિલ્લી એલજી પાસે મોકલી હતી. તેમણે પણ તાજેતરમાં યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ એગ્રિગેટર્સને બાઇક ટેક્સી તરીકે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાની જ મંજૂરી આપવામાં આવશે.

    સ્કીમ અનુસાર, એગ્રિગેટર્સ માટે નવા ફ્લીટમાં ટૂવ્હીલર વાહનો માટે EVને સામેલ કરવાનું લક્ષ્ય 100 ટકા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે થ્રી વ્હીલર માટે 6 મહિનામાં 10 ટકા ઇવી, 2 વર્ષમાં 50 ટકા અને 4 વર્ષમાં 100 ટકા ઇલેક્ટ્રીક વાહનો સામેલ કરવાનાં રહેશે. આ જ રીતે 4 વ્હીલર વાહનોના ફ્લીટમાં 6 મહિનામાં 5 ટકા, 3 વર્ષમાં 50 ટકા અને 5 વર્ષમાં 100 ટકા EV સામેલ કરવાનું લક્ષ્યાંક છે. બીજી તરફ, જૂના અને નવા તમામ એગ્રિગેટર્સે આખી ફ્લીટને 1 એપ્રિલ 2030 સુધી 100 ટકા EVમાં બદલવાની રહેશે.

    જોકે, ઉલ્લેકનીય છે કે જે વાહનો હાલ એગ્રિગેટર્સની ફ્લીટનો ભાગ છે તે ચાલુ રહી શકશે અને આ નિયમો જે નવાં વાહનો ઉમેરવામાં આવે તેને લાગુ પડશે. જોકે, હાલનાં તમામ ઈંધણથી ચાલતાં વાહનો 1 એપ્રિલ, 2030 સુધીમાં હટાવી દેવાનાં રહેશે. એટલે કે પ્રક્રિયા તબક્કાવાર ચાલશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં