Thursday, September 12, 2024
More
    હોમપેજક્રાઈમદરભંગામાં સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરીને બિહાર પોલીસ શું છુપાવી રહી છે?:...

    દરભંગામાં સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરીને બિહાર પોલીસ શું છુપાવી રહી છે?: સાંસદે કહ્યું- ‘જ્યાં મુસ્લિમો વધુ હોય ત્યાં હિંદુઓ સત્યનારાયણની પૂજા પણ કરી નથી શકતા’

    "શરૂઆતથી જ લાલુ પ્રસાદ યાદવ માટે વિકાસનો કોઈ અર્થ નથી. તે તુષ્ટિકરણ અને માઇ સમીકરણની રાજનીતિ કરી રહ્યા છે. નીતિશ કુમારની પણ આ નીતિ રહી છે. જ્યારે ભાજપ તેમની સાથે હતું, ત્યારે તેઓ ખુલ્લેઆમ તુષ્ટિકરણ કરી શક્યા ન હતા. પરંતુ હવે લાલુ યાદવ સાથે હાથ મિલાવ્યા બાદ તેઓ પણ ખુલ્લેઆમ તુષ્ટિકરણ અને વોટ બેંક બનાવવાના કામમાં લાગી ગયા છે."

    - Advertisement -

    મધુબની હોય કે દરભંગા, કિશનગંજ હોય ​​કે અરરિયા, મિથિલા પ્રદેશમાં જ્યાં પણ મુસ્લિમોની વસ્તી વધુ છે, હિંદુઓ લઘુમતી બની ગયા છે, ત્યાં પૂજા કરવાની પણ છૂટ નથી. ભગવાન સત્યનારાયણની કથા થવા દેવામાં આવતી નથી. લગ્નમાં ઢોલ વગાડવાની છૂટ નથી. એવું કહેવાય છે કે તેઓ મસ્જિદની સામેથી લગ્નના વરઘોડાને પસાર થવા દેશે નહીં.

    બિહારના મધુબનીના સાંસદ અશોક યાદવે મહાદલિત પ્રૌઢ શ્રીકાંત પાસવાનના અંતિમ સંસ્કારમાં એક ખાસ સમુદાયના લોકોના દુષ્કર્મનો ઉલ્લેખ કરતા OpIndia સાથે આ વાત કહી છે. જો કે, આ ઘટના દરભંગા જિલ્લાના કમતૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધરમપુર-માલપટ્ટી ગામની છે. પરંતુ આ વિસ્તાર અશોક યાદવના સંસદીય ક્ષેત્રમાં જ આવે છે. દરભંગા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સાંપ્રદાયિક ઘટનાઓ બની છે.

    કેટલાક તાજેતરના કિસ્સાઓ આ મુજબ છે. 21 જુલાઈના રોજ, બિરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહરમ ધ્વજ લગાવવાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ 23મી જુલાઈના રોજ મોડી રાત્રે મબ્બી પોલીસ સ્ટેશન વિસ્તારના શિવધારા ચોકમાં આ કારણોસર તણાવ સર્જાયો હતો. 23 જુલાઈના રોજ શ્રીકાંત પાસવાનના અંતિમ સંસ્કાર દરમિયાન પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો. 24 જુલાઈના રોજ કમતૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના બરિયોલ ગામમાં મોહર્રમના જુલૂસમાં ડીજે વગાડવાને લઈને હંગામો થયો હતો. 25 જુલાઈના રોજ મણિગાચી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઈજરહાતા ગામમાં મારામારી થઈ હતી. 26 જુલાઈના રોજ સિમરી પોલીસ સ્ટેશન વિસ્તારના બનોલી ગામમાં મોહરમ ઝંડાને લઈને વિવાદ થયો હતો. 27મી જુલાઈના રોજ ભવાનીપુર ભાપુરા વહીવટીતંત્ર અને સિંઘવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થાનિક જનપ્રતિનિધિઓની સક્રિયતાને કારણે મહોરમ ધ્વજ ફરકાવવા પર વિવાદ ટાળવામાં આવ્યો હતો.

    તે બીજી વાત છે કે દરભંગા પોલીસ આ સાંપ્રદાયિક વિવાદોને એવી રજૂ કરી રહી છે કે જાણે તે સામાન્ય ઘટનાઓ હોય. આ પ્રયાસમાં હવે દરભંગા જિલ્લામાં સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પબ્લિક રિલેશન્સે પ્રેસને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાને કારણે સોશિયલ નેટવર્કિંગ સેવાઓ 27 જુલાઈની સાંજથી 30 જુલાઈ 2023ની સાંજ સુધી બંધ રહેશે.

    - Advertisement -

    એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા દ્વારા દરભંગામાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના આધારે, આ સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ Facebook, Twitter, WhatsApp, YouTube પર વીડિયો અપલોડ કરવા સહિતની તમામ સોશિયલ નેટવર્કિંગ સેવાઓ પર લાગુ છે.

    દરભંગામાં સોશિયલ સાઈટ પર પ્રતિબંધ અંગે પ્રશાસન દ્વારા મીડિયામાં નિવેદન જારી કરવામાં આવ્યું છે

    દરભંગા પ્રશાસને ભલે અસામાજિક તત્વો, સાંપ્રદાયિક સૌહાર્દ જેવા સરકારી શબ્દો સાથે આ પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં દરભંગા જિલ્લામાં બનેલી ઘટનાઓ પરથી તમે સમજી શકો છો કે આ સ્થિતિ કેમ આવી છે. તે કયા કારણોસર આવી છે? તે બીજી બાબત છે કે આ ઘટનાઓને રાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ મળી નથી. તેનાથી પણ વધુ ખતરનાક એ છે કે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર એકપક્ષીય રીતે કામ કરે છે, પીડિતો પર દબાણ કરે છે અને મધ્યસ્થીઓને પણ હેરાન કરે છે.

    મૃતદેહ સાથે અમાનવીય વ્યવહાર, હિન્દુઓના ઘર સળગાવવામાં આવ્યાઃ સાંસદ અશોક યાદવ

    શ્રીકાંત પાસવાનના અગ્નિસંસ્કાર દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા, સાંસદ અશોક યાદવે OpIndiaને જણાવ્યું હતું કે સ્મશાનભૂમિ પર હિંદુઓ ઘણી પેઢીઓથી અગ્નિસંસ્કાર કરી રહ્યા છે જેનો મુસ્લિમ સમુદાયે પોતાનો દાવો કરીને વિરોધ કર્યો હતો. સ્મશાનની જમીન નીચી થવાથી તેમાં પાણી આવવા લાગ્યું. તે જગ્યાએ મનરેગામાંથી માટી ભરવાની કામગીરી કરવામાં આવી છે. તેમણે કહ્યું, “મૃતદેહ સાથે ઘૃણાસ્પદ-અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. અગાઉ ક્યારેય આવી ઘટના બની નથી. લાશ ફેંકી દીધી હતી. તેના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અન્ય અમાનવીય વર્તન કરવામાં આવ્યું. હિંદુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા. સ્થાનિક આગેવાનની મોટરસાઇકલ સળગાવી દેવામાં આવી હતી. ટ્રાન્સફોર્મરમાંથી વીજ જોડાણ કાપીને હિંસા કરવામાં આવી હતી.”

    સાંસદના કહેવા પ્રમાણે, “જે પણ થયું તે પ્રશાસનની સામે થયું. પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ વહીવટીતંત્રે આ મામલે દરમિયાનગીરી કરવા સ્થળ પર ગયેલા પ્રમુખ અજય ઝાને ખેંચી લીધા હતા. તેમને જેલમાં મોકલી દીધા. પોલીસ સ્ટેશનમાં લાવી તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા. તેમના માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.” OpIndia સાથેની વાતચીતમાં, તેમણે કહ્યું, “બિહાર સરકારે સ્મશાનની જમીન તાત્કાલિક ઘેરાબંધી કરીને હિંદુઓને સોંપવી જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. જો વહીવટીતંત્ર ગુનેગારો સામે કાર્યવાહી નહીં કરે તો ફરી આવી ઘટના બનવાની આશંકા છે.”

    શ્રીકાંત પાસવાનના મૃતદેહનું શું થયું

    ધરમપુર ગામના 62 વર્ષીય શ્રીકાંત પાસવાન કેન્સરથી પીડિત હતા. તેમનું મૃત્યુ થયું તો પરિવાર અંતિમ સંસ્કાર માટે 23 જુલાઈ 2023 ના રોજ મૃતદેહને સ્મશાન ગૃહમાં લઈ ગયો. આ સ્મશાન માલપટ્ટી ગામની સીમા પર આવેલું છે. માલપટ્ટી ગામના મુસ્લિમોએ સ્મશાન ભૂમિને પોતાની હોવાનો દાવો કરીને અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો હતો. પથ્થરબાજીથી લઈને ઘરો પર હુમલા સુધીની ધમાલ થઇ. મીડિયા રિપોર્ટ દાવા કરાયા કે તે લોકો સળગતી ચિતા ફેંકવાની અને મૃતદેહ પર પેશાબ કરવાની હદ સુધી પહોંચી ગયા. પરંતુ બિહાર પોલીસ આ દાવાઓને નકારી રહી છે. તે આને અંતિમ સંસ્કારને લઈને બે સમુદાયો વચ્ચે સર્જાયેલો વિવાદ ગણાવી રહી છે.

    કમતૌલના એસએચઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે મૃતદેહ સાથે અમાનવીયતાના દાવા ખોટા છે. વિવાદની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ખાડો ખોદીને લાશને ચિતા પર રાખવામાં આવી હતી. વહીવટીતંત્રની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીડિત પરિવારે પણ તેમની ફરિયાદમાં મૃતદેહ સાથે કોઈ અભદ્રતાનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

    સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિવાદની માહિતી મળ્યા બાદ સ્થાનિક આગેવાન અજય ઝા પોલીસ પ્રશાસનની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ બાદમાં મુસ્લિમોના દબાણ હેઠળ તેમને પણ આ કેસમાં ફસાવી દેવા માંઆવ્યા અને ધરપકડ કરવામાં આવી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ બેદારી કારવાં નામના સંગઠને 24 જુલાઈના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારને આ સંબંધમાં પત્ર લખ્યો હતો. મુખિયા અજય કુમાર ઝા પર કાવતરું ઘડવાનો આરોપ લગાવતા, તેમણે કહ્યું હતું કે મુખિયાના માણસો અને પોલીસ માલપટ્ટીમાં બે ડઝનથી વધુ મુસ્લિમોના ઘરોમાં ઘૂસી ગયા હતા.

    ‘બિહારને પણ યુપીના બુલડોઝર મોડલની જરૂર છે’

    તેવી જ રીતે, અન્ય તાજેતરની ઘટનાઓમાં, પોલીસ પર મુસ્લિમોના દબાણ હેઠળ કામ કરવાનો અને હિંદુઓને પણ ફસાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. સાંસદ અશોક યાદવે આને બિહાર સરકારના તુષ્ટિકરણનું પરિણામ ગણાવ્યું છે. તેમણે OpIndiaને કહ્યું, “શરૂઆતથી જ લાલુ પ્રસાદ યાદવ માટે વિકાસનો કોઈ અર્થ નથી. તે તુષ્ટિકરણ અને માઇ સમીકરણની રાજનીતિ કરી રહ્યા છે. નીતિશ કુમારની પણ આ નીતિ રહી છે. જ્યારે ભાજપ તેમની સાથે હતું, ત્યારે તેઓ ખુલ્લેઆમ તુષ્ટિકરણ કરી શક્યા ન હતા. પરંતુ હવે લાલુ યાદવ સાથે હાથ મિલાવ્યા બાદ તેઓ પણ ખુલ્લેઆમ તુષ્ટિકરણ અને વોટ બેંક બનાવવાના કામમાં લાગી ગયા છે. આ જ કારણ છે કે બિહારમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ પણ સુરક્ષિત અનુભવે છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે બતાવ્યું છે કે તેનો ઉપાય કેવી રીતે કરી શકાય. જો આવી ઘટના યુપીમાં બની હોત તો અત્યાર સુધી બુલડોઝર ચાલ્યું હોત. હવે બિહારમાં પણ આવી જ સરકારની જરૂર છે.”

    એક રસપ્રદ તથ્ય એ છે કે અશોક યાદવ સરકાર અને વહીવટી સ્તરે જે તુષ્ટિકરણની વાત કરી રહ્યા છે તે દરભંગા પોલીસના ટ્વિટર હેન્ડલ પર પણ જોવા મળે છે. પોલીસે મહાદલિત શ્રીકાંત પાસવાનના અંતિમ સંસ્કાર વખતે હંગામો મચાવનારા લોકોના નામ જાહેર કર્યા નથી. વિરોધ કરી રહેલા લોકોની ઓળખ ‘અન્ય સમુદાય’ તરીકે સોશિયલ મીડિયામાં જણાવવામાં આવી છે. પરંતુ આ જ પોલીસે બહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલિત યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપી મનીષ કુમાર સિંહનું નામ-સરનામું અને ફોટો પણ સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધો છે.

    એક કેસમાં તમામ આરોપીઓના નામ અને સરનામા, બીજામાં માત્ર ‘અન્ય સમુદાય’

    શું સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આ તુષ્ટિકરણને છુપાવવાના હેતુથી આવ્યો છે? દરભંગાનું પોલીસ-પ્રશાસન જ આનો વધુ સારો જવાબ આપી શકે છે. પરંતુ હાલમાં તે આ સવાલોના જવાબ આપી નથી રહી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં