Thursday, October 10, 2024
More
    હોમપેજદેશમોહરમનું જુલુસ જોવા ગઈ હતી સગીરા, મોહમ્મદ અશફાક અને મો. મુમતાઝે ઉપાડી...

    મોહરમનું જુલુસ જોવા ગઈ હતી સગીરા, મોહમ્મદ અશફાક અને મો. મુમતાઝે ઉપાડી લઇ જઈને ગેંગરેપ કર્યો: પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ધરપકડ

    પીડિત સગીરા તાજિયાનો જુલુસ જોવા માટે ઘરની નજીકમાં ગઈ હતી, આ દરમિયાન 2 યુવકો ત્યાં આવી પહોંચ્યા હતાં. તેઓ સગીરાને ઉઠાવી નજીકના ખેતરમાં લઇ ગયા હતા. ત્યારબાદ બંનેએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

    - Advertisement -

    બિહારના અરરિયા ખાતે તાજિયા જુલુસ જોવા ગયેલી 17 વર્ષની સગીરા સાથે 2 યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતા પોતાના ઘર પાસે મોહરમના તાજિયા નીકળતા તે જોવા માટે બહાર ગઈ હતી, એટલામાં 2 યુવકો પણ ત્યાં આવી પહોંચ્યા. બંને તેને ઉઠાવી ખેતરમાં લઇ ગયા અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓની ઓળખ મોહમ્મદ અશફાક અને મોહમ્મદ મુમતાઝ તરીકે થઇ છે. આ બંને આરોપીઓ સામે પોલીસે પોક્સો સહિતના ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    રિપોર્ટ્સ મુજબ, બિહારના અરરિયા ગામના ફારબીસગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા એક ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સાંજના સમય દરમિયાન પીડિત સગીરા તાજિયાનો જુલુસ જોવા માટે ઘરની નજીકમાં ગઈ હતી. જ્યાં બંને આરોપીઓ પણ આવ્યા હતા. તેઓ સગીરાને ઉઠાવી નજીકના ખેતરમાં લઇ ગયા અને પીડિતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને બેહોશ અને નગ્ન અવસ્થામાં છોડી મોહમ્મદ અશફાક અને મોહમ્મદ મુમતાઝ બંને ભાગવાની ફિરાકમાં હતા ત્યારે લોકોના હાથે ઝડપાઇ ગયા હતા.

    પીડિતા લાંબા સમય સુધી ઘરે પરત ન આવતાં તેનો પરિવાર તેને જુલુસ નીકળ્યું હતું તે સ્થાન પર શોધી રહ્યો હતો. આ દરમિયાન આજુબાજુ રહેતા લોકો પણ પરિવારને મદદ કરવા દોડી આવ્યા હતા. આ દરમિયાન કોઈની નજર બાજુના ખેતરમાં પડતાં ત્યાં સગીર નગ્ન અવસ્થામાં બેભાન હાલતમાં પડી હતી, જે જોઈ લોકોએ બૂમાબૂમ કરી હતી. તે જ સમયે મોહમ્મદ અશફાક અને મોહમ્મદ મુમતાઝ બંને આરોપી ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા પર લોકોએ તેમને પકડી લીધા હતા.

    - Advertisement -

    આ બંને આરોપીઓને લોકોએ ફારબીસગંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવીને પોલીસને સોપવામાં આવ્યા હતા. આ ઘટના બાબતે SP કાર્યાલયે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, સગીરા પર દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટના બાબતે બંને યુવકો વિરુદ્ધ પોક્સો સહિતના ગુનાઓ નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતાને સ્વાસ્થ્ય સંબંધિત ચકાસણી અર્થે દવાખાને મોકલવામાં આવી છે. 

    શનિવારે (29 જુલાઈ, 2023) મોહરમનો દિવસ હતો. દર વર્ષની જેમ આ દિવસે પણ દેશભરમાં અનેક ઠેકાણે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન ક્યાંક-ક્યાંથી હિંસાની ખબરો પણ આવી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં